Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
એરોવિકા સત્તા હાથ કરે છે
૧૦૩૭
જમનાએ તેને એક સમારંભમાં સાંજના પોશાકમાં આવવાને જણાવ્યું હતું. તે આથી અસ્વસ્થ થઈ ગયા. તેને લાગ્યું, આવેા ભૂઝ્વાને પાશાક પહેરવા એ એક મજૂરાના પ્રતિનિધિને માટે યાગ્ય છે શું ? તેણે આ બાબતમાં તારથી લેનિનની સલાહ માગી. લેનિને તરત જ જવાબ આપ્યો કે, “ જો સુલેહ કરવામાં એ મદદરૂપ થઈ પડે તે ચણિયા પહેરીને પણુ જવું.” -
r¢
જ્યારે સાવિયેટ સુલેહની શરતો ચર્ચી રહ્યું હતું તે જ વખતે જ નાએ પેટ્રાત્રાડ ઉપર ધસારા શરૂ કર્યાં અને પહેલાંના કરતાંયે પોતાની માગણી વધારે સખત કરી. આખરે સેવિયેટે લેનિનની સલાહ માન્ય રાખી અને એના પ્રત્યે તેને ભારે તિરસ્કાર હોવા છતાં ૧૯૧૮ ના માર્ચ માસમાં તેણે બ્રેસ્ટ લિટાવસ્કની સધિ ઉપર સહી કરી. આ સધિથી પશ્ચિમ તરફના રશિયન પ્રદેશના મોટા ટુકડા જર્મનીએ ખાલસા કર્યાં. પરંતુ ગમે તે ભાગે પણ સુલેહ સ્વીકારવાની જ હતી ક્રમ કે લેનિનના કહેવા પ્રમાણે લશ્કરે પલાયન દ્વારા સુલેહ માટે પેાતાને મત દર્શાવ્યા હતા.”
66
·
સેવિયેટે પ્રથમ તો મહાયુદ્ધમાં સડાવાયેલી બધીયે સત્તાએ વચ્ચે સાત્રિક સુલેહ કરાવવાના પ્રયત્ન કર્યાં હતા. સત્તા હાથ કર્યાં પછી ખીજે જ દિવસે એક જાહેરાત બહાર પાડીને સેવિયેટ દુનિયા સમક્ષ સુલેહ માટેની દરખાસ્ત રજૂ કરી. સાથે સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઝાર સાથે કરવામાં આવેલા ગુપ્ત કરારાં અંગેના બધા દાવાઓ પણ તે જતા કરે છે. તેણે જણાવ્યું કે કૉન્સ્ટાન્ટિનેપલ તુર્કી પાસે જ રહેવું જોઈ એ તેમ જ ખીજા મુલા પણ ખાલસા કરવામાં નહિ આવે. સેવિયેટની દરખાસ્તાના કાઈ એ જવાબ ન વાળ્યો, કેમ કે લડનારા બંને પક્ષેા હજી વિજયની આશા સેવી રહ્યા હતા અને યુદ્ધની લૂટ હાથ કરવાને તે ઇંતેજાર હતા. આ દરખાસ્ત દ્વારા સેવિયેટના કઈક અંશે પ્રચાર કરવાનો હેતુ પણ હતા એમાં શંકા નથી. દરેક દેશની આમજનતાના તથા યુદ્ધથી થાકેલા સૈનિક વર્ગના માનસ ઉપર સુલેહથી વાત ઠસાવીને ખેલ્શેવિકા ખીજા દેશોમાં સામાજિક ક્રાંતિ કરાવવા માગતા હતા, કેમ કે તેમને તે જગતવ્યાપી ક્રાંતિ કરવી હતી. તેમનુ એવુ માનવું હતું કે એ રીતે જ તે પોતાની ક્રાંતિની રક્ષા કરી શકે. આગળ
તને કહી ગયા છું કે ફ્રેંચ તથા જમન લશ્કર ઉપર સાવિયેટના પ્રચારની ભારે અસર થવા પામી હતી.
જર્મની સાથેની બ્રેસ્ટ લિટાવસ્કની સધિ કામચલાઉ છે અને તે લાંખે વખત નહિ ટકૅ એમ લેનિન માનતા હતા. બન્યું પણ એમ કે, નવ માસ પછી, મિત્રરાજ્યેાએ જનીને પશ્ચિમના મારચા ઉપર હરાવ્યું કે તરત જ સેવિયેટે એ સ ંધિ ફગાવી દીધી. એ સંધિ દ્વારા લેનિન થાકેલા મજૂરોને તથા લડાઈમાં ગયેલા ખેડૂતાને જરા આરામ, થોડા શ્વાસ ખાવાને વખત આપવા