Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
બોલશેવિકો સત્તા હાથ કરે છે
૧૦૩૩ મદદરૂપ થઈ પડ્યો. તેની આત્મકથામાંથી – એ પુસ્તકનું નામ “મારું જીવન' છે- સારી પેઠે લાંબે ઉતારે આપવા માગું છું. એમાં તેણે “મેંડર્ન સર્કસ”, નામના મકાનમાં થતી સભાઓ – જેમાં તેણે વ્યાખ્યાને આપ્યાં હતાં તે – નું વર્ણન આપ્યું છે. આ એક સુંદર લખાણને નમૂનો છે એટલું જ નહિ પણ ૧૯૧૭ની સાલના પેટેગ્રાડના ગજબ અને ક્રાંતિકારી દિવસનું તાદશ અને જીવંત ચિત્ર આપણું આંખ આગળ ખડું કરે છે.
લાંબા વખતના રોકાણ અને શ્વાસે શ્વાસથી તીવ્ર બની ગયેલું વાતાવરણ પિકા અને આવેશભર્યા જયનાદોથી ગાજી ઊડયું. સર્કસની એ ખાસિયત હતી. મારી ઉપર તેમ જ મારી આસપાસ કેણીઓ, છાતીઓ તથા માથાંઓને સમૂહ મને દાબી રહ્યો હતો. માનવી શરીરથી બનેલી હૂંફાળી ગુફામાંથી હું બોલી રહ્યો હતો. જ્યારે પણ હું મારા હાથ લંબાવતો ત્યારે કોઈ ને કોઈ નો મને અવશ્ય સ્પર્શ થતો. એના જવાબરૂપે થતી આભારદર્શક હિલચાલ મને સૂચવતી કે એની લેશમાત્ર પણ ચિંતા ન કરતાં મારે મારું વ્યાખ્યાન ચાલુ રાખવું, તે અટકાવવું નહિ. કોઈ પણ વક્તા, તે ગમે એટલે થાક્યો હોય તો પણ, લાગણીથી ઊભરાતા એ માનવસમુદાયના વિદ્યુત સમાન આકર્ષણને ઉવેખી શકે એમ નહોતું. એ માનવમેદની જાણવા ચહાતી હતી, સમજવા ચહાતી હતી, પિતાને માર્ગ ખેળવા માગતી હતી. કદી કદી મારા હેઠ એક વ્યક્તિરૂપ બની ગયેલી એ મેદનીની કઠોર જિજ્ઞાસાનો જાણે અનુભવ કરી રહ્યા હોય એમ લાગતું હતું.પછીથી સહાનુભૂતિના સત્તાધારી દબાણ આગળ પહેલેથી વિચારી રાખેલી બધી દલીલ, બધા શબ્દ, બધા વિચરે પાછા પડતા અને તેમની શૃંખલા તૂટી જતી. અને વક્તાએ જેની કલ્પના સરખી પણ કરી ન હોય પરંતુ જેની એ લોકોને જરૂર હોય એવા બીજ શબ્દો અને બીજી દલીલનો ધોધ મારા અજ્ઞાત માનસમાંથી વહેવા લાગતા. આવા પ્રસંગોએ મને લાગતું કે જાણે બીજે કઈ વક્તા બહાર વ્યાખ્યાન આપી રહ્યો છે અને હું તે સાંભળી રહ્યો છું તથા તેના વિચારોની સાથે કદમ મિલાવીને ચાલવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. વળી મને એમ પણ લાગતું કે, મારી જાગ્રત અવસ્થાની દલીલોના અવાજથી એ વ્યાખ્યાતા નિદ્રાવસ્થામાં ચાલનારા રોગીની પેઠે છાપરા ઉપરથી રખેને નીચે પડી જાય. -
“મેડન સર્કસ' આવું હતું, જલદ, કમળ અને પાગલતાભરી એવી વિશિષ્ટ પ્રકારની તેનું સ્વરૂપ દાખવતી રેખાઓ હતી. જેમાંથી સંમતિદર્શક તેમ જ ધમકી આપનારા પોકારે ઊઠતા રહેતા હતા તે વક્ષસ્થળમાંથી બાળકે શાંતિથી પયપાન કરી રહ્યાં હતાં. સમગ્ર મેદનીની દશા એના જેવી જ હતી. એક બાળકની પેઠે ક્રાંતિના સ્તનને વળગીને પોતાના સૂકા હોઠથી તે પયપાન કરી રહી હતી. પરંતુ એ બાળક બહુ જ ઝડપથી મેટું થયું.”
પેટેગ્રાડ અને બીજા શહેરોમાં તેમ જ રશિયાનાં ગામડાંઓમાં ક્રાંતિના નિરંતર પલટાતા જતા નાટકની પ્રગતિ થતી રહી. ક્રાંતિનું બાળક મોટું અને પુખ્ત વયનું થયું. યુદ્ધની ભયંકર તાણને લીધે સર્વત્ર આર્થિક વિનાશનાં ચિહ્નો સ્પષ્ટપણે દેખાવા લાગ્યાં. અને આમ છતાંયે નફાખોરે તો યુદ્ધને લાભ લઈને વધુ ને વધુ નફે કરતા જ ગયા! -