Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૨૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન લગભગ ૧૫,૧૨,૨૩,૦૦,૦૦૦ પાઉંડ આપે છે. એને એકંદર સરવાળે છપ્પન કરોડ પાઉંડ કરતાંયે વધારે થાય! આપણા રોજિંદા વ્યવહારની સરખામણીમાં એ રકમ એટલી બધી મેટી છે કે એને આપણને બરાબર ખ્યાલ આવી શકે એમ નથી. એ આંકડાઓ આપણને સૂર્ય કે તારાના અંતર જેવા ખગોળના આંકડાઓની યાદ આપે છે. યુદ્ધમાં પડેલી બધી પ્રજાઓ-વિજેતા તેમ જ પરાજિત-એક સરખી રીતે યુદ્ધના ખરચથી પેદા થયેલા પરિણામમાં હજી સુધી ગૂંચવાઈને પડેલી છે એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી.
યુદ્ધને અંત લાવવા માટેનું યુદ્ધ' “લેકશાહીને સલામત કરવા માટેનું યુદ્ધ' તથા આત્મનિર્ણય' અને સામાન્ય રીતે સ્વતંત્રતા અને ઉચ્ચ આદર્શોની વાત હવે બંધ થઈ ગઈ અને ઈંગ્લેડ, ફ્રાંસ, અમેરિકા, ઇટાલી અને તેમનાં બીજાં નાનાં મિત્રરાજ્ય (અલબત્ત રશિયા તેમાંથી બાદ હતું)નો વિજય થયો. ઉપર જણાવેલા આ બધા ઉચ્ચ અને ઉમદા આદર્શો કેવી રીતે
વ્યવહારમાં ઉતારવામાં આવ્યા એ આપણે પછીથી જોઈશું. દરમ્યાન આગળના બીજા એક વિજય વિષે અંગ્રેજ કવિ સાઉધીએ લખેલી કવિતાની લીટીઓ યાદ કરીએ. વખાણુતા સૌ કઈ તે યુદ્ધ તણે સરદાર,
મહાજંગ જીતનાર.' પણ શું એમાંથી કહો આખર પામ્યા સાર?'
પૂછે નાને બાળ. તે બોલે કે શી ખબર? જાણું આટલી વાત;
હતી છત પ્રખ્યાત.”
૧૫૦. રશિયામાંથી ઝારશાહીને અંત
૭ એપ્રિલ, ૧૯૩૩ યુદ્ધકાળ વિષેના મારા ધ્યાનમાં મેં રશિયન ક્રાંતિ તથા યુદ્ધ ઉપર થયેલી તેની અસરને ઉલ્લેખ કર્યો હતે. યુદ્ધ ઉપર તેણે કરેલી અસરની વાત જવા દઈએ તે પણ ખુદ ક્રાંતિ એ જ એક જબરદસ્ત ઘટના હતી. દુનિયાના ઈતિહાસમાં એને જેટે જડે એમ નથી. એ પ્રકારની એ પહેલવહેલી ક્રાંતિ હતી એ ખરું, પરંતુ લાંબા વખત સુધી એ જાતની એ માત્ર એકલદોકલ ક્રાંતિ જ રહેશે એમ લાગતું નથી, કેમ કે ઘણા દેશો માટે એ પડકારરૂપ થઈ પડી છે અને દુનિયાભરના અનેક ક્રાંતિકારીઓ માટે એ દષ્ટાંતરૂપ બની ગઈ છે. એથી એ ઝીણવટપૂર્વકના અભ્યાસને વેગ્ય