Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રશિયામાંથી ઝારશાહીને અંત
૧૦૨૩ કરવાનું નકકી કર્યું. હિંદની પેઠે રશિયામાં પણ પૈસા કમાવાને એ સુગમ માર્ગ હતું. તેણે પોતાના વાળ લાંબા વધારવા માંડયા અને તેના વાળની સાથે તેની નામના પણ વધવા લાગી અને છેવટે તે રાજદરબાર સુધી પહોંચી. ઝાર તથા ઝારીનાને એકને એક પુત્ર – તેને “ઝારવીચ ના નામથી ઓળખવામાં આવતું હતું – કંઈક રેગગ્રસ્ત હતા અને રાસપુટીને કોઈક રીતે ઝારીનાના મન ઉપર એવું ઠસાવ્યું કે તે તેને સાજો કરશે. તેનું નસીબ ઊઘડી ગયું અને ચેડા જ વખતમાં ઝાર તથા ઝારીના તેના પ્રભાવ નીચે આવ્યાં. રાજ્યની મોટી મેટી નિમણૂકો પણ તેની સલાહ પ્રમાણે કરવામાં આવતી. તે અતિશય દુરાચારી જીવન ગુજારતો હતો અને મોટી મોટી રકમની લાંચ લેતા હતા પરંતુ વરસો સુધી તેણે આ સત્તાધારીને ભાગ ભજવ્યો.
આ સ્થિતિથી સૌ કઈ કંટાળ્યા હતા. વિનીતે અને અમીર વર્ગના લેક પણ બડબડાટ કરવા લાગ્યા અને મહેલની ક્રાંતિની એટલે કે બળજબરીથી ઝારોને બદલી નાખવાની વાતો થવા લાગી. દરમ્યાન ઝારે પિતે પિતાની સેનાના સરસેનાપતિનું પદ ધારણ કર્યું અને દરેક વસ્તુમાં તે છબરડે વાળવા લાગ્યો. ' ૧૯૧૬ની સાલ પૂરી થઈ તે પહેલાં થોડા દિવસો ઉપર ઝાર કુટુંબના એક
માણસે રાસપુટીનનું ખૂન કર્યું. તેને જમવા માટે બોલાવવામાં આવ્યું અને પિતાની જાત ઉપર ગોળીબાર કરવાનું તેને કહેવામાં આવ્યું. તેણે એમ કરવાની ના પાડી એટલે તેને ગોળીથી વીંધી નાખવામાં આવ્યા. રાસપુટીનના ખૂનને સામાન્ય રીતે એક અનિષ્ટના નિવારણ તરીકે વધાવી લેવામાં આવ્યું. પરંતુ એને પરિણામે ઝારની છુપી પોલીસે ભારે દમન ચલાવ્યું.
કટોકટી.ઉગ્ર બનતી ગઈ અનાજને દુકાળ પડ્યો અને પેટ્રોગ્રાડમાં અનાજ માટે હુલ્લડે થવા લાગ્યાં. અને પછી, મજૂરોની લાંબા કાળની મનેવેદનામાંથી માર્ચના આરંભના દિવસોમાં અણધાર્યો અને આપમેળે ક્રાંતિને જન્મ થયે. તા. ૮મીથી ૧૨મી સુધીના માર્ચ માસના પાંચ દિવસમાં આ કાંતિને વિજય નિહાળે. એ કંઈ મહેલની ક્રાંતિ નહોતી તેમ જ તેના ટોચના આગેવાનોએ યોજનાપૂર્વક કરેલી એ વ્યવસ્થિત ક્રાંતિ પણ નહોતી. એ સમાજના છેક નીચેના થરમાંથી, અતિશય પીડિત મજૂરેમાંથી ઉદભવતી લાગતી હતી. અને કોઈ પણ પ્રકારની દેખીતી પેજના કે આગેવાનોની દેરવણ વિના બંધ આંખે ફેફસતી ફફેસતી આગળ વધતી હતી. સ્થાનિક બશેવિકો સહિત બધાયે ક્રાંતિકારી પક્ષો એથી આભા બની ગયા અને એને કેવી દોરવણું આપવી એ તેમને સૂઝયું નહિ. જનતાએ આપમેળે ક્રાંતિની દિશામાં પહેલ કરી અને પેટ્રોગ્રાડમાં મૂકવામાં આવેલા સૈનિકોને જે ક્ષણે તેણે પિતાના કરી લીધા તે જ ક્ષણે તેને વિજય થયો. આ ક્રાંતિકારી જનતાને ભૂતકાળમાં થયેલાં ખેડૂતેનાં અનેક બંડની પેઠે કેવળ વિનાશ કરવાને ખાતર જ મંડેલાં અસંગઠિત ટોળાઓ