Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રશિયામાંથી ઝારશાહીને અંત ૧૦૨૯ પ્રજાસત્તાકની છેવટની પાયરીએ પહોંચે તે પહેલાં રશિયાને ભૂવાઓના એટલે કે મધ્યમવર્ગના અને પાર્લામેન્ટ દ્વારા ચાલતા શાસનના તબક્કામાંથી પસાર થવું પડશે. તેમના મત પ્રમાણે આ વચ્ચેનો તબકકે ઓળંગી જઈ શકાય એમ નહેતું. ૧૯૧૭ની માર્ચની ક્રાંતિ પહેલાં ખુદ લેનિને પણ ઝાર તથા જમીનદારે સામે બૂવા ક્રાંતિ કરવા માટેની ખેડૂત સાથે સહકાર કરવાની (તથા બૂર્ઝવાઓને વિરોધ ન કરવાની) મધ્યમ નીતિ નક્કી કરી હતી. *
આથી બોલ્સેવિક અને મેગ્નેવિકો તથા માર્સના સિદ્ધાંતમાં માનનારા સૌ લેક બ્રિટિશ અથવા તે ફ્રેંચ નમૂનાનું લેકશાહી પ્રજાસત્તાક પ્રાપ્ત કરવાના વિચારોથી ભરેલા હતા. મજૂરેના આગળ પડતા પ્રતિનિધિઓ પણ એને અનિવાર્ય સમજતા હતા અને એ જ કારણે સત્તા પિતાના હાથમાં રાખવાને બદલે સોવિયેટે જઈને તે ડૂમાને સંપી. આપણું સૌની બાબતમાં બને છે તેમ, એ લોકો પોતે પિતાના જ સિદ્ધાંતના ગુલામ બન્યા હતા. અને ભિન્ન પ્રકારની નીતિ અથવા કંઈ નહિ તે વર્તમાન સ્થિતિને બંધ બેસતું આવે એવું જૂની નીતિનું નવું સ્વરૂપ માગી લેતી નવી પરિસ્થિતિ પેદા થઈ હતી એ તેઓ જઈ શક્યા નહિ. આગેવાને કરતાં જનતા ઘણી વધારે ક્રાંતિકારી હતી. સોવિયેટને કાબૂ જેમના હાથમાં હતું તે મેજોવિકે તે એટલી હદ સુધી કહેવા લાગ્યા કે મજૂરવર્ગે એ ઘડીએ સામાજિક પ્રશ્નો ઉઠાવવા ન જોઈએ; તેમને તાત્કાલિક કાર્ય તે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું છે.
શેવિક ઢચુપચુ હતા. તેના આગેવાનોની માનસિક અનિશ્ચિતતા તથા તેમનું સાવચેતીભર્યું વલણ હોવા છતાયે માર્ચ માસની ક્રાંતિને વિજય થયો.
લેનિન આવતાંવેંત એ. બધું ફેરવાઈ ગયું. પલકવારમાં તે પરિસ્થિતિ કળી ગયું અને સાચા આગેવાનની પ્રતિભાથી માર્સના કાર્યક્રમને તેણે પરિસ્થિતિને અનુકૂળ કરી દીધો. હવે, મજૂરવર્ગનું રાજ્ય સ્થાપવા માટે ગરીબ ખેડૂતના સહકારથી ખુદ મૂડીવાદની સામે લડત ચલાવવાનું નકકી કરવામાં આવ્યું. બેશેવિકેના આ ત્રણ તાત્કાલિક પોકારે હતા : (૧) લેકશાહી પ્રજાસત્તાક (૨) જમીનદારોની જમીનની જપ્તી અને (૩) કામદારો માટે આઠ કલાક કામને દિવસ. ખેડૂતે અને મજારો માટેની લડતમાં આ પિકાએ તરત જ વાસ્તવિકતા આણી. તેમને માટે એ અસ્પષ્ટ અને પિકળ આદર્શ નહોત; એ પ્રાણદાયી અને આશાપ્રેરક આદર્શ હતે.
મેટા ભાગના મજૂરોને પિતાના પક્ષના કરી લઈને એ રીતે સેવિયેટને, કબજો લેવો અને પછીથી સેવિયેટે કામચલાઉ સરકાર પાસેથી સત્તા ખૂંચવી લેવી એવી લેનિનની નીતિ હતી. તરત જ બીજી ક્રાંતિ થાય એવું તે માગતો નહોતે. કામચલાઉ સરકારને ઉથલાવી પાડવાનો વખત આવે તે પહેલાં મોટા ભાગના મજૂરોને તથા સેવિયેટને પિતાના પક્ષનાં કરવાને તેણે આગ્રહ રાખે.
ગ–૨ રે