Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૧૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન આવ્યું. ૧૯૧૮ની સાલના વચગાળાથી ચોક્કસપણે પ્રવાહ ઊલટી દિશામાં વહેવા લાગ્યો, હવે હુમલાની પહેલ મિત્રસૈન્ય કરી અને જર્મનને પાછા ધકેલતાં તેઓ આગળ વધવા લાગ્યાં. ઓકટોબર સુધીમાં લડાઈને અંત નજીક આવી પહોંચે અને તહકૂબીની વાત સંભળાવા લાગી.
નવેમ્બરની ચોથી તારીખે કીલ આગળ જર્મને નૌકાસને બંડ કર્યું અને પાંચ દિવસ પછી બલિનમાં જર્મન પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. એ જ દિવસે એટલે કે નવમી નવેમ્બરે કેઝર વિહેમ બીજે અઘટિત અને શરમભરી રીતે જર્મનીથી હાલેંડ ચાલ્યો ગયો. અને એ રીતે હોહેનોલનું વંશને એની સાથે અંત આવ્યો. ચીનના મંચૂઓની પેઠે તેઓ “વાઘની ગર્જના સાથે આવ્યા હતા અને સાપની પૂંછડીની પેઠે અદશ્ય થઈ ગયા.”
૧૯૧૮ના નવેમ્બરની ૧૧મી તારીખે તહકુબીની શરતે ઉપર સહીઓ ' થઈ અને લડાઈને અંત આવ્યું. અમેરિકાના પ્રમુખ વુડ વિલ્સને નક્કી કરેલા “ચૌદ મુદ્દાઓ ઉપર આ તહકૂબીની શરતે રચાઈ હતી. યુદ્ધમાં સંડોવાયેલી નાની પ્રજાઓના આત્મનિર્ણયને સિદ્ધાંત, શસ્ત્રસંન્યાસ, ગુણ મુત્સદ્દીગીરીને નિષેધ, બીજી સત્તાઓએ રશિયાને મદદ આપવી તથા પ્રજાસંધ- આ વસ્તુઓ ઉપર મેટે ભાગે એ મુદ્દાઓ ઘડવામાં આવ્યા હતા. હળવે રહીને વિજેતા આ “ચૌદ મુદ્દાઓ 'માંથી ઘણુંખરા કેવી રીતે ભૂલી ગયા હતા તે આપણે પછીથી જોઈશું.
લડાઈ તે હવે પૂરી થઈ હતી પણ બ્રિટિશ કાફલાએ કરેલી જર્મનીની નાકાબંધી તે ચાલુ જ રહી અને ભૂખે મરતાં જર્મને સ્ત્રી બાળકોને ખેરાક પહોંચાડવા દેવામાં આવતું નહતો. દ્વેષના આ ગજબ પ્રદર્શન તથા બાળકોને પણ શિક્ષા કરવાની આ કામનાને સુપ્રસિદ્ધ બ્રિટિશ રાજદ્વારી પુરુષો અને જાહેર કાર્યકર્તાઓને, મેટાં મોટાં છાપાંઓને અને કહેવાતાં વિનીત (લિબરલ) સામયિકનો પણ ટેકે હતા. અરે, ઇંગ્લંડને વડા પ્રધાન લેઈડ જે પણ વિનીત આગેવાન હતા. લડાઈનાં સવા ચાર વરસની તવારીખ ગાંડી પાશવતા અને અત્યાચારોની હકીકતથી ભરેલી છે. આમ છતાંયે, તહબી પછી પણ જર્મનીની નાકાબંધી ચાલુ રાખવામાં આવી એના કરતાં કોઈ પણ પાશવતા વધારે નિષ્ફર અને હડહડતી નહિ હોય. લડાઈ પૂરી થઈ હતી, એક આખી પ્રજા ભૂખમરે વેઠી રહી હતી અને તેનાં બાળકો ભૂખે ટળવળતાં હતાં છતાંયે ઈરાદાપૂર્વક અને બળજબરીથી બરાક ત્યાં જ અટકાવવામાં આવ્યો હતો. યુદ્ધ આપણું મનને કેવાં વિત કરી મૂકે છે તથા તેને ગાંડા ઠેષથી ભરી દે છે! જર્મનીના વડા પ્રધાન (ચેન્સેલર) બૅથમેન હલાવીને કહ્યું હતું કે, “ઈંગ્લંડે અમારી સામે કરેલી નાકાબંધીની નિશાનીઓ અમારાં સંતાને અને અમારાં સંતાનોના સંતાને