Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૧૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન સરકારો જુદા જુદા દેશોના ભાગલા પાડવાની બાબતમાં ગુપ્ત સંધિઓથી એવી તે બંધાઈ ગઈ હતી કે સંપૂર્ણ વિજય સિવાય બીજા કશાથી તેમને સંતોષ થાય એમ નહોતું. યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ વુડ વિલ્સને પણ સુલેહ સ્થાપવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે બધા નિષ્ફળ નીવડ્યા.
આથી જર્મન આગેવાનોએ પિતાની સબમરીનની લડાઈ વધારે જલદ કરીને એ રીતે ઈંગ્લેંડને ભૂખે મારીને તેને તાબે થવાની ફરજ પાડવાને નિર્ણય કર્યો. ૧૯૧૭ના જાન્યુઆરીમાં તેમણે જાહેર કર્યું કે, સમુદ્રના અમુક ભાગમાં તટસ્થ દેશોનાં વહાણેને પણ અમે ડુબાવીશું. તટસ્થ દેશેને ઈગ્લડ ખેરાક પહોંચાડતા રોકવાને આ જાહેરાત કરવામાં આવી હતી. એ જાહેરાતથી અમેરિકા અતિશય છેડાઈ પડ્યું. તેનાં વહાણેને આ રીતે ડુબાવી દેવામાં આવે છે તે સાંખી લે એમ નહતું. એ વસ્તુએ યુદ્ધમાં પડવાનું તેને માટે અનિવાર્ય બનાવી મૂક્યું. જર્મન સરકારે સબમરીનની આવી નિરંકુશ લડાઈ લડવાનો નિર્ણય કર્યો તે વખતે તેણે એ વસ્તુને પણ ખ્યાલ કરી લીધું હવે જોઈએ. કદાચ તેને એમ પણ લાગ્યું હોય કે હવે બીજો કોઈ ઉપાય બાકી રહ્યો નથી એટલે એ જોખમ ખે જ છૂટકે. અથવા તેણે એમ પણ ધાર્યું હોય કે, અમેરિકન શરાફે આજે પણ મિત્રરાજ્યોને ક્યાં ઓછી મદદ કરી રહ્યા છે. એ ગમે તેમ હો પણ, ૧૯૧૭ના એપ્રિલમાં યુનાઈટેડ સ્ટેટ્સે લડાઈ જાહેર કરી. બીજી પ્રજાઓ જ્યારે થાકીને લેથ થઈ ગઈ હતી ત્યારે અખૂટ સાધનસંપત્તિવાળું અને સાજીંતા યુનાઈટેડ સ્ટેટ્સ યુદ્ધમાં દાખલ થવાથી જર્મનીને પક્ષ હારશે એ નક્કી થઈ ગયું.
અને આમ છતાંયે, અમેરિકાએ લડાઈ જાહેર કરી તે પહેલાં ભારે મહત્વને બીજો એક બનાવ બન્યું હતું. રશિયાની પ્રથમ ક્રાંતિને પરિણામે, ૧૯૧૭ના માર્ચની ૧૫મી તારીખે ઝારે ગાદીત્યાગ કર્યો. આ ક્રાંતિ વિષે હું તને અલગ પત્રમાં લખીશ. આ ક્રાંતિએ લડાઈમાં ભારે ફેરફાર કરી નાખે એ વસ્તુ તું અહીં લક્ષમાં રાખે એમ હું ઈચ્છું છું. દેખીતી રીતે જ રશિયા હવે ઝાઝું લડી શકે એમ નહતું અને લડે તે પણ જર્મની વિરુદ્ધ તે નહિ જ. એને અર્થ એ થયો કે જર્મની પૂર્વના મોખરાની ચિંતામાંથી મુક્ત થયું. પૂર્વ મેખરા ઉપરનું પિતાનું બધું અથવા મોટા ભાગનું સૈન્ય તે હવે ક્રાંસ અને ઇગ્લેંડની સામે ઝીંકી શકે એમ હતું. એકાએક પરિસ્થિતિ જર્મનીને માટે
અતિશય અનુકૂળ થઈ ગઈ. રશિયન ક્રાંતિ થવા પામી તેના છ કે સાત અઠવાડિયાં પહેલાં જે તેને એની ખબર પડી હતી તે એથી ભારે ફરક પડી જાત. એમ થાત તે સબમરીનના યુદ્ધમાં ફેરફાર ન થાત અને અમેરિકા કદાચ તટરથ રહ્યું હેત. રશિયા યુદ્ધમાંથી નીકળી જાય અને અમેરિકા તટસ્થ રહે એ સ્થિતિમાં જર્મની, કાંસ તથા ઇંગ્લંડનાં સૈન્યને ક્યરી નાખે એવો પૂરેપૂરો સંભવ હતે.