Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુદ્ધકાળ
૧૦૧૩
લશ્કરે સખિયાને સંપૂર્ણ પણે કચરી નાખ્યું. સર્બિયાના રાજાને પોતાના રક્ષાસચા લશ્કર સાથે દેશ છેડીને મિત્રરાજ્યાનાં જહાજોમાં આશરો લેવા પડ્યો અને સર્બિયા જર્મનીના અમલ નીચે આવ્યું.
બાલ્કન વિગ્રહમાં તેના વર્તાવ પછી રુમાનિયાએ તકસાધુ તરીકેની ખાસ નામના મેળવી હતી. એ વરસ સુધી તેણે યુદ્ધની સ્થિતિ નિહાળ્યા કરી અને છેવટે ૧૯૧૬ના આગસ્ટ માસમાં મિત્રરાજ્યાના પક્ષમાં તેણે પોતાના પાસે ફ્રેંચો. એની શિક્ષા એને તરત જ સહેવી પડી. જર્મન લશ્કર એના ઉપર તૂટી પડયુ અને તેના સામનાને સંપૂર્ણપણે કચરી નાખ્યું. રુમાનિયા પણુ આસ્ટ્રિયા અને જર્મનીના કબજા નીચે આવ્યું.
આમ, બેલ્જિયમ, ફ્રાંસના ઉત્તર-પૂર્વ ભાગ, પોલેંડ, સર્બિયા અને રુમાનિયા જર્મની અને આસ્ટ્રિયા એ એ મધ્ય યુરોપની સત્તાઓના કબજા નીચે આવ્યાં. યુદ્ધનાં નાનાં નાનાં ખીજાં અનેક ક્ષેત્રેામાં તેમણે વિજય મેળવ્યા હતા. પરંતુ યુદ્ધનું મસ્થાન તા પશ્ચિમને મોખરે અને સમુદ્ર ઉપર રહેલું હતું અને ત્યાં તેમની કશી પ્રગતિ થતી નહોતી. એ માખરા ઉપર અને હરીફ સૈન્ય જીવલેણુ બાથ ભીડીને પડ્યાં હતાં. સમુદ્ર ઉપર મિત્રરાયે સર્વાપરી હતાં. યુદ્ધના આરંભકાળમાં કેટલાંક જર્મન યુદ્ધજહાજો અહીં તહીં ફરતાં હતાં અને મિત્રરાજ્યાના વહાણવટાના માર્ગમાં વિક્ષેપ નાખતાં હતાં. એમ્ડન એમાંનું એક મશહૂર યુદ્ધજહાજ હતું. તેણે મદ્રાસ ઉપર પણ તાપમારે ચલાવ્યા હતા. પરંતુ એ તા નજીવા વિક્ષેપ હતા અને વાસ્તવમાં એનાથી મિત્રરાજ્યાના સમુદ્ર ઉપરના પ્રભુત્વમાં કશા ફેર ન પડ્યો. વળી દરિયા ઉપરના તેમના આ પ્રભુત્વની મદદથી મિત્રરાજ્યોએ જમની તથા આસ્ટ્રિયાને બહારથી મળતા ખારાક તથા ખીજો સરસામાન બંધ કરવાના પ્રયત્ન કર્યાં. જમની તથા આસ્ટ્રિયાની કરવામાં આવેલી આ નાકાબંધી તેમની ભયંકર કસોટીરૂપ થઈ પડી, કેમ કે એથી ખારાકની અછત થઈ ગઈ અને આખી વસતી ભૂખમરાના પંજામાં સપડાઈ ગઈ.
આના જવાબમાં જમનીએ સબમરીના દ્વારા મિત્રરાજ્યનાં વહાણા ડુબાવવાનું શરૂ કર્યું. આ સબમરીનની લડાઈ એટલી તેા સફળ નીવડી કે ઇંગ્લેંડના ખારાકના જથ્થા મૂટી ગયા અને ત્યાં આગળ દુકાળના ભય પેદા થયા. ૧૯૧૫ના મે માસમાં જન સબમરીને લ્યુસિટેનિયા નામની ઇંગ્લંડની એક મેટી આગોટને ડુબાવી દીધી અને એને કારણે સંખ્યાબંધ માણસા ડૂબી જવા પામ્યાં. ઘણા અમેરિકન પણ એમાં ડૂબી જવા પામ્યા અને એને કારણે અમેરિકામાં જની સામે ભારે ક્રોધ ભભૂકી ઊઠ્યો.
જમનીએ ઇંગ્લંડ ઉપર હવાઈ હુમલા પણુ કર્યાં. લંડન ઉપર બ વરસાવવાને પ્રચંડ એપલીન હવાઈ જહાજો ચાંદની રાતે આવ્યાં. પછીથી ઍપ્લેનેએ બાંબ ફેંકવા માંડ્યા અને તેમના ધેર અવાજ,
વિમાનવિરાધી
ज-२२