Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૯૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન લોર્ડ સેલ્સબરી નામના બ્રિટિશ રાજદ્વારી પુરુષનું – તે હિંદી વજીર હતે --- એક કથન વારંવાર ટાંકવામાં આવ્યું છે અને તે પ્રકાશ પાડનારું હોવાથી હું અહીંયાં ટાંકીશ. ૧૮૭૫ની સાલમાં તેણે કહ્યું હતું
હિંદનું લોહી ચૂસવું જ જોઈએ, એટલે જે ભાગોમાં તે સારા પ્રમાણમાં એકઠું થયું હોય અથવા કંઈ નહિ તો જ્યાં આગળ તે પૂરતા પ્રમાણમાં હોય તે બાજુ નસ્તર મૂવું જોઈએ; લેહીની ઊણપને કારણે જે ભાગ નબળા પડી ગયા હોય ત્યાં ત્યાં નહિ.” - બ્રિટને કરેલા હિંદના કબજાનાં તથા તેણે અહીંયાં અખત્યાર કરેલી નીતિનાં અનેક પરિણામે આવ્યાં. એમાંનાં કેટલાંક અંગ્રેજોને રચતાં નહોતાં. પરંતુ વ્યક્તિઓ પણ પિતાનાં કૃત્યેનાં પરિણામે ઉપર ભાગ્યે જ અંકુશ રાખી શકે છે તે પછી રાષ્ટ્રોની તે વાત જ શી કરવી? ઘણી વાર, કેટલીક પ્રવૃત્તિએને પરિણામે નવાં બળો પેદા થાય છે. એ બળે ખુદ તે જ પ્રવૃત્તિઓને વિરોધ કરે છે, તેમની સામે લડે છે અને છેવટે તેમના ઉપર ફતેહ મેળવે છે. સામ્રાજ્યવાદ રાષ્ટ્રવાદને જન્મ આપે છે; મૂડીવાદ કારખાનામાં કામ કરનારા મજૂરના મોટા મોટા સમૂહ પેદા કરે છે. એ સમૂહ એકત્ર થાય છે અને મૂડીવાદી માલિકો સામનો કરે છે. ચળવળને રૂંધી નાખવાને તથા પ્રજાને કચરી નાખવાને અર્થે કરવામાં આવતું સરકાર તરફનું દમન ઘણી વાર તેમને સબળ કરવામાં તથા વજ જેવા કઠણું બનાવવામાં પરિણમે છે અને એ રીતે તે તેમને તેમના અંતિમ વિજય માટે તૈયાર કરે છે.
આપણે જોઈ ગયાં છીએ કે અંગ્રેજોની હિંદમાંની ઔદ્યોગિક નીતિને કારણે વધુ ને વધુ પ્રમાણમાં ગ્રામીણીકરણ થતું ગયું, એટલે કે, બીજે કઈ ધંધે ન રહેવાને લીધે દિનપ્રતિદિન વધારે ને વધારે લેકે શહેરે છોડીને પાછા ગામડા તરફ જવા લાગ્યા. આથી જમીન ઉપરનો બેજો વધી ગયો અને ખેડૂતની ખેતી કરવાની જમીનનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જ ગયું. ખેડૂતની માલકીની ખેતીની આવી ઘણીખરી જમીને “ખેટિયા” થઈ ગઈ એટલે કે એ જમીનના એટલા નાના નાના ટુકડા થઈ ગયા છે તેમાંથી ખેડૂતની જીવનની પ્રાથમિક જરૂરિયાતે પણ માંડ પૂરી પડતી. પરંતુ આ સ્થિતિમાંયે ખેતી કરવા સિવાય તેની પાસે બીજે કશે ઉપાય નહોતો. ખેતી ચાલુ રાખે જ તેને છૂટક હતું અને સામાન્ય રીતે તે દિનપ્રતિદિન વધારે ને વધારે દેવામાં ડૂબતે ગયે. બ્રિટિશ સરકારની જમીન અંગેની – ખાસ કરીને જમીનદારી અને તાલુકદારી પ્રદેશમાં – નીતિએ તે સ્થિતિ એથીયે વિશેષ બગાડી મૂકી. આ બંને પ્રદેશોમાં તેમ જ જ્યાં આગળ જમીનની માલિકી ખેડૂતોની હતી તે પ્રદેશમાં પણ જમીનદારને ગણેત ન ભરવા માટે અથવા તે સરકારને મહેસૂલ ન ભરવા માટે ખેડૂતોને જમીન ઉપરથી કાઢી મૂકવામાં આવતા. આને કારણે