Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
આટલું ખેડૂતો, મજૂરો તથા પરદેશગમન કરનારા માટે. એ ગરીબ, મૂગી, લાંબા કાળથી યાતનાઓ વેઠતી હિંદની આમજનતા હતી. નવા ઊભા થયેલા મધ્યમ વર્ગ એ ખરેખર વાચાળ વર્ગ હતા. એને બ્રિટિશ સબધતું સંતાન કહી શકાય. પરંતુ એમ છતાંયે એ વર્ગ બ્રિટિશરોની ટીકા કરવા લાગ્યા. એ વ વધતો જ ગયા અને એની સાથે રાષ્ટ્રીય હિલચાલ પણ વધતી ગઈ. તને યાદ હશે કે ૧૯૦૭–૮ માં એ હિલચાલ કટોકટીની કક્ષાએ પહેાંચી. એ વખતે સામુદાયિક ચળવળે બંગાળને હચમચાવી મૂકયુ, રાષ્ટ્રીય મહાસભામાં ભાગલા પડ્યા અને તે ઉદ્દામ તથા મવાળ એવાં એ દળામાં વહેંચાઈ ગઈ. ઉદ્દામ દળને દાખી દેવાની અને થોડા ક્ષુલ્લક સુધારાઓ આપીને મવાળ અથવા વિનીત દળને મનાવી લેવાના પ્રયાસ કરવાની તેમની હમેશની નીતિ અંગ્રેજોએ અજમાવી. આ અરસામાં રાજકીય ક્ષેત્રમાં એક નવા જ તત્ત્વ દેખા દીધી. એ તત્ત્વ તે લઘુમતી તરીકે તેમના પ્રત્યે વિશિષ્ટ અને અલગ વર્તાવ માટેની મુસલમાનોની રાજકીય માગણી. હિંદીઓમાં ભાગલા પાડવાને અને એ રીતે રાષ્ટ્રીયતાના વિકાસને રોકવાને ખાતર એ વખતે સરકારે એ માગણીઓને ઉત્તેજન આપ્યું હતું એ હકીકત આજે સુવિદિત છે. બ્રિટિશ સરકાર તાત્પૂરતી તે એ નીતિમાં સફળ થઈ. લોકમાન્ય ટિળક જેલમાં હતા અને તેમના પક્ષને દાખી દેવામાં આવ્યા હતા. વિનીતાએ રાજવહીવટના થોડા સુધારાઓ (તે વખતના વાઇસરોય અને હિંદી વજીરના નામ ઉપરથી એ સુધારાઓને મિન્ટો-માલી સુધારા કહેવામાં આવે છે) સહર્ષ વધાવી લીધા. એમાં હિંદીઓને કશી સત્તા આપવામાં આવી નહતી. થાડા વખત પછી બંગાળના ભાગલા રદ થવાથી બંગાળીઓની લાગણી શાંત પડી. ૧૯૦૭ અને તે પછીની હિલચાલ કરી પાછી આરામ ભોગવતા લેાકાના નવરાશના વખતના મનેાર્જનની વસ્તુ થઈ ગઈ. આથી ૧૯૧૪માં મહાયુદ્ધ આવ્યું ત્યારે દેશમાં સક્રિય રાજકીય જીવન નહિ જેવું જ હતું. કેવળ વિનીતાનું પ્રતિનિધિત્વ ધરાવતી રાષ્ટ્રીય મહાસભાની બેઠક વરસમાં એક વખત મળતી અને થાડા વિદ્વત્તાભર્યાં હરાવે। પસાર કરવા સિવાય ખીજું કશુંયે તે કરતી નહોતી. રાષ્ટ્રવાદમાં ભારે ઓટ આવી ગઈ હતી.
૧૦૦૦
પશ્ચિમ સાથેના સંસર્ગથી, રાજકીય ક્ષેત્ર સિવાય બીજા પ્રત્યાધાતા પણ થયા. નવા મધ્યમવર્ગના ( આમજનતાના નહિ ) ધાર્મિક વિચારો ઉપર પણ એની અસર થવા પામી અને બ્રાહ્મો સમાજ તથા આ સમાજ વગેરે નવી ચળવળા ઉદ્ભવી અને જ્ઞાતિવ્યવસ્થાની અડતા ઓછી થવા લાગી. સાંસ્કૃતિક જાતિ ~ ખાસ કરીને બંગાળમાં · પણ થવા પામી, બંગાળી લેખકાએ બંગાળી ભાષાને હિંદની આધુનિક ભાષાઓમાં સૌથી વધારે સમૃદ્ધ બનાવી તેમ જ બગાળે આ જમાનાના આપણા એક સૌથી મહાન દેશવાસી રવીંદ્રનાથ