Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મહાયુદ્ધ ૧૯૧૪-૧૮
૧૯૦૯ નીપજે છે. સંપત્તિ ઉત્પન્ન કરનારી ઘણીખરી પ્રવૃત્તિઓ તે અટકાવી દે છે અને પ્રજાની શક્તિ વિનાશ કરવામાં કેન્દ્રિત કરે છે. આ બધાં નાણું ક્યાંથી આવવાનાં હતાં ? મિત્ર રાજ્યને પક્ષે માત્ર ઈંગ્લેંડ અને ક્રાંસ એ બેની જ આર્થિક સ્થિતિ સારી ગણાય. તેમણે યુદ્ધના ખર્ચને પિતાને હિસ્સો એટલું જ નહિ પણ તેમને નાણાં ધીરીને તથા સરંજામ આપીને તેમના મિત્ર દેશોને ખરચ પણ આપે. થડા વખત પછી પેરિસ થાક્યું, તેની ખરચી ખૂટી. પછીથી મિત્ર રાજ્યને યુદ્ધનો ખરચ એકલું ઇંગ્લંડ પૂરો પાડવા લાગ્યું. પરંતુ યુદ્ધના બીજા વરસના અંતમાં લંડન પણ થયું. આમ ૧૯૧૬ની સાલના અંત સુધીમાં ઈંગ્લેંડ તથા ફ્રાંસની શાખ ખૂટી ગઈ પછીથી આર્થિક . મદદની યાચના કરવાને અર્થે આગેવાન રાજદ્વારી પુરુષનું બનેલું એક મિશન અમેરિકા ગયું. અમેરિકાએ નાણાં ધીરવાનું કબૂલ કર્યું અને ત્યાર પછી અમેરિકાનાં નાણુંએ મિત્રરાજ્યની લડાઈ આગળ ચલાવી. મિત્રરાજ્યનું અમેરિકાનું દેવું કૂદકે ને ભૂસકે આપણને આભા બનાવી મૂકે એટલા આંકડાઓ સુધી વધી ગયું અને એ વધતું ગયું તેમ તેમ નાણાં ધીરનાર અમેરિકાની મોટી મોટી બેંકે તથા શરાફેને મિત્રરાજોના વિજયમાં સ્વાર્થ વધતો ગયો. મિત્રરાને જે જર્મની હરાવે તે પછી અમેરિકાએ તેમને ધીરેલી જબરદસ્ત રકમની શી વલે થાય ? એ વસ્તુએ અમેરિકન શરાફેના ગજવાને સ્પર્શ કર્યો અને તેમણે એ અનુસાર વલણ ધારણ કર્યું. મિત્રરા સાથે અમેરિકા યુદ્ધમાં જોડાય એવી લાગણી વધવા પામી અને આખરે અમેરિકાએ તેમ કર્યું પણ ખરું.
અમેરિકાના લેણાની બાબતમાં આજકાલ ઘણું ઘણું આપણું સાંભળવામાં આવે છે. અને છાપાંઓ એની વાતોથી ભરપૂર હોય છે. ઇંગ્લંડ તથા ક્રાંસને ગળે ઘંટીના પડિયાની પેઠે લટકી રહેલું અને જે તેઓ આપી શકે એમ નથી તે પહાડ જેવડું મોટું દેવું આ યુદ્ધ દરમ્યાન એકઠું થયું હતું. તે વખતે જે એ નાણું મળી રહ્યાં ન હેત તે તેમની શાખ સંપૂર્ણપણે ડૂબી ગઈ હોત અને સંભવ છે કે અમેરિકા યુદ્ધમાં ન પડત.