Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૯. યુદ્ધકાળ
૧ એપ્રિલ, ૧૯૩૩
૧૯૧૪ના ઑગસ્ટના આરભમાં યુદ્ધ શરૂ થયું ત્યારે દુનિયા એલ્જિયમ તથા ફ્રાંસની ઉત્તર સરહદ તરફ મીટ માંડીને નિહાળી રહી હતી. પેાતાના મામાં આવતી હરેક અડચણાનો કચ્ચરધાણ કાઢતું જર્મનીનું પ્રચંડ સૈન્ય આગળ ને આગળ ધસી રહ્યુ હતું. નાનકડા ખેલ્જિયમે થોડા સમય માટે તેને ખાળી રાખ્યું. આથી ક્રોધે ભરાઈ ને ત્રાસજનક કૃત્યા દ્વારા તેણે એલ્જિયમને ડરાવી મારવાના પ્રયત્ન કર્યા. એના ઉપરથી મિત્રરાજ્યોએ જમનાના અત્યાચારની વાતા ઉપજાવી કાઢી હતી. જર્મન સૈન્ય પૅરિસની દિશામાં આગળ વધવા લાગ્યું. એના ધસારા આગળ ફ્રેંચ સૈન્ય ધૂળભેગુ થતું જણાયું અને નાનકડા બ્રિટિશ સૈન્યને તેણે બાજુએ હડસેલી મૂકયું. યુદ્ધ ફાટી નીકળ્યા પછી એક માસની અંદર પૅરિસનું આવી બન્યું હોય એમ લાગવા માંડયું. અને ફ્રેંચ સરકારે પોતાની કચેરીએ તથા કીમતી વસ્તુ દક્ષિણમાં માર્ટ શહેરમાં ખસેડવાની ખરેખાત તૈયારી કરવા માંડી. કેટલાક જમના માનવા લાગ્યા કે યુદ્ધમાં તે વિજયની હાથવેંતમાં આવી પહેાંચ્યા છે. આગસ્ટના અંતમાં પશ્ચિમ માખરા (એટલે કે ક્રાંસના માખરા) ઉપર યુદ્ધની આ સ્થિતિ હતી.
દરમ્યાન રશિયન સૈન્યા પૂર્વ પ્રશિયા ઉપર ચડાઈ કરી રહ્યાં હતાં. અને જનાનું લક્ષ ગમે તે રીતે પશ્ચિમ માખરા ઉપરથી ખીજે કયાંક ખેંચવાને પ્રયત્ન કરવામાં આવ્યા. રશિયાના પ્રચંડ · રોલર ' ( રશિયન સૈન્યને સ્ટીમ રેલર ' એટલે કે વરાળથી ચાલતા પ્રચંડ રોલર કહેવામાં આવતા હતા. ) ગબડતા ગબડતો અને માર્ગમાં આવતી બધી વસ્તુઓના ચૂરેચૂરા કરતા બિર્લિન પહોંચી જશે એવી ભારે આશા ક્રાંસ તથા ઈંગ્લંડ સેવી રહ્યાં હતાં. પરંતુ રશિયન સૈનિકા ખરાબર શસ્ત્રસજ્જ નહાતા, તેમના અમલદારા તદ્દન આવડત વિનાના હતા અને તેમની પાછળ ઝારની દૂષિત સરકાર હતી. જ`નાએ અચાનક તેમના ઉપર ધસારો કર્યાં અને રશિયાના વિરાટ સૈન્યને પૂર્વ પ્રશિયાના સરોવરો તથા ભેજવાળા પ્રદેશમાં ઘેરી લીધું તથા તેના સદંતર નાશ કર્યાં, જનીના આ અપૂર્વ વિજયને ટેનનખનું યુદ્ધ એવું નામ આપવામાં આવ્યું છે. ફૉન હિન્ડનબર્ગ આ યુદ્ધને એક મુખ્ય સેનાપતિ હતા. પાછળના વખતમાં તે જર્મન પ્રજાસત્તાકના પ્રમુખ થયા હતા.
એ એક ભારે વિજય હતા પરંતુ આડકતરી રીતે એથી જન સૈન્યને ભારે નુકસાન વેઠ્યું પડયુ. એ વિજય મેળવવાને ખાતર અને રશિયનાના પૂર્વ તરફના ધસારાથી કંઈક અંશે ગભરાઈને જમનાએ પોતાનું થેડુ સૈન્ય ક્રાંસ