Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૦૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન આથી, લડાઈમાં ઊતરેલાં બધાંયે રાષ્ટ્રની પ્રજાઓને ઉત્સાહ તથા તેમને દેશપ્રેમ પ્રજવલિત કરવાના સઘળા પ્રયત્નો ઝીણવટપૂર્વક કરવામાં આવ્યા. દરેક પક્ષ સામાને આક્રમણ કરનાર કહેતે હો તથા યુદ્ધ તે કેવળ સ્વરક્ષાને માટે જ છે એ ડોળ કરતો હતે. જર્મનીએ જણાવ્યું કે તેને ચારે બાજુએ દુશ્મનોથી ઘેરી લેવામાં આવ્યું છે અને તેઓ તેનું ગળું રૂંધી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેણે રશિયા તથા ક્રાંસ ઉપર તેના ઉપર ચડાઈ કરવાની પહેલ કરવાનો આરોપ મૂક્યો. જર્મનીએ જેની તટસ્થતાને જંગલી રીતે ભંગ કર્યો હતો તે નાનકડા બેજિયમના પ્રામાણિક રક્ષણ અર્થે પોતે પગલું ભર્યું છે એમ ઈંગ્લડે જણાવ્યું. લડાઈમાં સંડોવાયેલા બધા જ દેશેએ આપ–સચ્ચાઈનું વલણ ધારણ કર્યું અને યુદ્ધ માટેને બધેયે દેષ દુશ્મનને શિર ઢળે. દરેક પ્રજાને સમજાવવામાં આવ્યું કે તેમની સ્વતંત્રતા જોખમમાં આવી પડી છે અને તેની રક્ષા કરવાને તેમણે લડવું જોઈએ. ખાસ કરીને છાપાંઓએ આ પ્રકારનું લડાઈનું વાતાવરણ તૈયાર કરવામાં એટલે કે દુશ્મન દેશની પ્રજા પ્રત્યે તીવ્ર ઠંધની લાગણી પેદા કરવામાં મોટો હિસ્સો આપે.
ગાંડપણનું આ મેજું એવું તે પ્રબળ હતું કે બધી વસ્તુઓને તે પોતાની સાથે ઘસડી ગયું. ટોળાંની મનોદશામાં આવી ગયેલા આમ સમુદાયના આવેગેને ઉશ્કેરી મૂકવા એ સહેલ વાત છે પરંતુ બુદ્ધિશાળી લેકે સુધ્ધાં એટલે કે ઠંડા અને સ્વસ્થ સ્વભાવનાં ગણાતાં સ્ત્રીપુરુષ, વિચારકે, લેખક, પ્રોફેસરે, વૈજ્ઞાનિકે –લડાઈમાં સંડોવાયેલા બધાયે દેશના આ બધા લેકે પિતાનું સમતોલપણું ગુમાવી બેઠા અને દુશ્મન પ્રજાનું લેહી પીવાની વૃત્તિ તથા ષથી ઊભરાવા લાગ્યા. જેમને શાંતિપ્રિય મનુષ્ય તરીકે લેખવામાં આવે છે એવા ધર્મગુરુઓ તથા પાદરીઓ પણ એટલા જ અથવા બીજાઓ કરતાં વિશેષ લેહીતરસ્યા હતા. શાંતિવાદીઓ તથા સમાજવાદીઓ પણ મગજ ગુમાવી બેઠા અને પિતાના સિદ્ધાંતને ભૂલી ગયા. યુદ્ધની આ પાગલતામાં સૌ સંડોવાયા પરંતુ નિરપવાદ સૌ સપડાયા એમ ન કહી શકાય. દરેક દેશમાં મૂઠીભર લેકે એ પાગલ બનવાને ઈન્કાર કર્યો; યુદ્ધના આ જ્વરથી તેમણે પોતાની જાતને દૂષિત થવા ન દીધી. તેમની હાંસી કરવામાં આવી તથા તેમને બાયલા કહેવામાં આવ્યા અને યુદ્ધની
કરી બજાવવાની ના પાડવા માટે કેટલાકને તે જેલમાં પણ ધકેલવામાં આવ્યા. એમાંના કેટલાક સમાજવાદીઓ હતા, કેટલાક કન્વેકર જેવા ધર્મપરાયણ લેકે હતા. તેમનેં લડાઈ સામે નૈતિક વિરોધ હતે. આજના વખતમાં યુદ્ધ ફાટી નીકળે છે ત્યારે એમાં સંડોવાયેલા લેકે પાગલ બની જાય છે, એમ કહેવામાં આવે છે એ બિલકુલ સાચું છે.
યુદ્ધ ફાટી નીકળ્યું કે તરત જ જુદા જુદા દેશની સરકારોએ એને સત્ય દાબી દેવાનું તથા તરેહ તરેહનાં જૂઠાણાં ફેલાવવા માટેનું એક બહાનું બનાવી