Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૭. મહાયુદ્ધને ટાંકણે હિંદ
ર૯ માર્ચ, ૧૯૩૩ તને હિંદ વિષે લખ્યાને ઘણે વખત થઈ ગયે. યુદ્ધકાળને ટાંકણે હિંદની શી સ્થિતિ હતી એ વિષે તને કહેવાને ફરી પાછા એ વિષય ઉપર આવવાને મને લેભ થાય છે. એ પ્રલેભન આગળ નમતું આપવાનું મેં નક્કી કર્યું છે.
લાંબા લાંબા કેટલાયે પત્રોમાં ૧૯મી સદી દરમ્યાનના હિંદના જીવનની તેમ જ હિંદના બ્રિટિશ અમલની ઘણી બાજુએ આપણે તપાસી ગયાં છીએ. હિંદ ઉપર મજબૂત બનેલ બ્રિટનને કબજે અને સાથે સાથે શરૂ થયેલું દેશનું શેષણ એ એ કાળનાં પ્રધાન લક્ષણે જણાય છે. લશ્કરી, મુલ્કી તથા વેપારી એવાં ત્રણ પ્રકારનાં દેશ ઉપર કબજો રાખનારાં સૈન્યથી હિંદુસ્તાનને દાબી રાખવામાં આવ્યું હતું. બ્રિટિશ લશ્કર તથા બ્રિટિશ અમલદારો નીચેનું હિંદી ભાડૂતી લશ્કર એ કબજે રાખનારાં વિદેશી સૈન્ય હતાં એ તે સાવ સ્પષ્ટપણે જોઈ શકાય એમ હતું. પરંતુ સિવિલ સર્વિસન, બિનજવાબદાર અને કેન્દ્રીય નોકરશાહીને દેશ ઉપર એથીયે વિશેષ મજબૂત કબજે હતે. ત્રીજા વેપારી સૈન્યને આ બંનેને ટેકે હતો અને એ સૌથી વધારે જોખમકારક હતું કારણ કે મેટા ભાગનું શેષણ એ સૈન્ય કરતું હતું અથવા તે એના વતી કરવામાં આવતું હતું તથા દેશના શેષણની એની રીતે પેલાં બીજાં બે સૈન્ય જેવી સહેલાઈથી દેખાઈ આવે એવી નહોતી. સાચે જ, ઘણું લાંબા સમય સુધી, અને કંઈક અંશે આજે પણ, આગેવાન હિંદીઓ પહેલાં બે સામે ઘણું વધારે વધે ઉઠાવતા હતા અને ત્રીજાને પણ તેઓ એટલું જ મહત્ત્વ આપતા હોય એમ જણાતું નથી.
પિતે જ પેદા કરેલાં હોવાને કારણે તેમના ઉપર આધાર રાખે અને હિંદમાં તેમના ટેકારૂપ થઈ પડે એવાં સ્થાપિત હિતે ઊભાં કરવાની હિંદમાંની બ્રિટિશ નીતિની એકધારી નેમ રહી છે. આ રીતે રાજારજવાડાંને મજબૂત બનાવવામાં આવ્યાં તથા જમીનદારે અને તાલુકદારેને એક મોટો વર્ગ ઊભો કરવામાં આવ્યો. એટલું જ નહિ પણ ધાર્મિક બાબતમાં વચ્ચે ન પડવું એવા બહાના નીચે સામાજિક સ્થિતિચુસ્તતાને પણ ઉત્તેજન આપવામાં આવ્યું. દેશના શેષણમાં આ બધાં સ્થાપિત હિતેને પોતાનો સ્વાર્થ સમાયેલું હતું. ખરેખર, કેવળ એ શેષણ ઉપર જ તેમની હસ્તીને આધાર હતો. હિંદમાં ઊભાં કરવામાં આવેલાં સ્થાપિત હિતેમાં બ્રિટિશ મૂડીનું સ્થાપિત હિત સૌથી મોટું હતું.