Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૮૪
જગતના ઇતિહાસનુ` રેખાદર્શન
પ્રમાણે પશ્ચિમની સ્ત્રીએ સાચે જ એક પરાધીન જાતિ હતી. મતાધિકાર માટેની હિલચાલ શરૂ થઈ તે પહેલાં ધણા વખતથી સ્ત્રીઓએ ખીજી બાબતમાં પુરુષો સાથે સમાન વર્તાવની માગણી કરી હતી. આખરે ૧૯મી સદીના નવમા દશકામાં ઇંગ્લંડમાં તેમને મિલકત ધરાવવાના થાડા હા આપવામાં આવ્યા હતા. કારખાનાના માલિકા એની તરફેણમાં હતા તેથી સ્ત્રીઓને એમાં કંઈક અંશે સફળતા મળી. સ્ત્રીએ જો તેમની કમાણી પોતાની પાસે રાખી શકે તેા એ વસ્તુ કારખાનામાં કામ કરવા માટે તેમને ઉત્સાહપ્રેરક થઈ પડે એમ કારખાનાના માલિકાનું માનવું હતું.
દરેક ક્ષેત્રમાં મહાન ફેરફારો થતા આપણા જોવામાં આવે છે. પરતુ એક સરકારની રીતેામાં એવું કશું જણાતું નથી. ઘણા લાંબા સમય પૂર્વે લૉરેન્સના મેકિયાવેલીએ તથા તેની પહેલાં ૧૮૦૦ વરસ ઉપર હિંદુસ્તાનના એક પ્રધાન ચાણક્યે જેની હિમાયત કરી હતી તે જ કાવાદાવા, પ્રપંચ અને છેતરપિંડીની રીતોને અનુસરવાનું મહાન સત્તાઓએ ચાલુ રાખ્યું. તેમની વચ્ચે નિરંતર હરીફાઈ ચાલ્યાં જ કરતી, છૂપી સધિ અને મૈત્રીના કાલકરારો થતા રહેતા અને દરેક સત્તા બીજી સત્તાને ટપી જવાના પ્રયાસ કરતી. આપણે જોઈ ગયાં તેમ યુરોપે સક્રિય અને આક્રમણકારી ભાગ ભજવ્યા અને એશિયાએ નિષ્ક્રિયતાને. પોતાનાં અંતગત રોકાણાને કારણે દુનિયાના રાજકારણમાં અમેરિકાના હિસ્સા જૂજ હતા.
રાષ્ટ્રવાદને વિકાસ થતાંની સાથે “ ખરો હોય કે ખોટા પણ મારે દેશ ”ના ખ્યાલ પેદા થયા અને વ્યક્તિની બાબતમાં જે વસ્તુ ખરાબ અને નીતિહીન ગણાય તે કરવામાં રાષ્ટ્રો ગૌરવ માનવા લાગ્યાં. આ રીતે વ્યક્તિએ અને રાષ્ટ્રોની નીતિમત્તાની બાબતમાં ખેો ભેદ ઊભા થવા પામ્યા. એ બંનેની નીતિમત્તામાં ભારે તફાવત હતો. વ્યક્તિના ખુદ દુર્ગુણા રાષ્ટ્રોના સદ્ગુણા ખની ગયા. સ્વાથીપણું, લાભ, ઉદ્ધતાઈ અને અસભ્યતા વગેરે વ્યક્તિગત સ્ત્રીપુરુષોની બાબતમાં બિલકુલ ખરાબ અને અસહ્ય ગણાતાં હતાં. પરંતુ રાષ્ટ્રોના મેટા સમૂહોની બાબતમાં દેશપ્રેમ અને સ્વદેશાભિમાનના ઉમદા ખુરખા નીચે એ બધાંની પ્રશંસા કરવામાં આવતી તથા તેમને ઉત્તેજન આપવામાં આવતું હતું. રાષ્ટ્રોના માટા સમૂહો એકબીજાની સામે એને આશરો લે તે ખુનામરકી અને કતલ પણ પ્રશંસાપાત્ર થઈ પડતાં. હાલના એક લેખકે આપણને કહ્યું છે, અને એમ કહેવામાં તે સંપૂર્ણ પણે સાચે છે કે, “ સુધારા એ વ્યક્તિના દુગુ ણા મોટા મોટા જનસમુદાયા ઉપર ઓઢાડવાની એક તરકીબરૂપ બની ગયા છે.”