Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મહાયુદ્ધના આરબ
૯૮૯
એ શાંતિપરિષદે મળી. ત્યાં આગળ મહત્ત્વનું કશુંયે થઈ શકયું નહિ. શાંતિ કઈ એકાએક ગગનમાંથી ઊતરી આવતી નથી. મુસીબતાનાં મૂળ દૂર, કરવામાં આવે તો જ શાંતિ આવી શકે.
મોટી સત્તાઓની સ્પર્ધા તથા તેમના ડર વિષે મેં તને ધણું ઘણું કહ્યુ છે. ગેરવર્તાવ કરનાર સિવાયનાં નાનાં રાષ્ટ્રોની અવગણના કરવામાં આવી. ઉત્તર યુરોપમાં કેટલાક નાના દેશો આવેલા છે તે લક્ષ આપવાને પાત્ર છે; કેમ કે લેભી અને પચાવી પાડનારી મેટી સત્તાએથી એ દેશ બિલકુલ ભિન્ન છે. સ્કેન્ડિનેવિયા દ્વીપકલ્પમાં સ્વીડન અને નાવે છે અને તેમની બિલકુલ નીચે જ ડેન્માર્ક આવેલું છે. આ દેશા ઉત્તર ધ્રુવના પ્રદેશાથી બહુ દૂર નથી; એ' બહુ જ ઠંડા દેશો છે અને ત્યાં આગળ વન ટકાવવું એ ધણું કઠણ હોય છે. જૂજ વસ્તીને જ તે પેષી શકે છે. પરંતુ મહાન સત્તાઓના દ્વેષ, ખાં તથા હરીફાઈના વર્તુળથી દૂર હોવાને લીધે શાંતિમય જીવન ગુજારે છે અને સુધરેલી રીતે પોતાની શક્તિ ખરચે છે. ત્યાં આગળ વિજ્ઞાનની વૃદ્ધિ થઈ રહી છે અને સુંદર સાહિત્ય ખીલવા પામ્યું છે. ૧૯૦૫ની સાલ સુધી નવે અને સ્વીડન એ અને દેશ એકબીજા સાથે જોડાયેલા હતા અને તે અનેનું એક જ રાજ્ય બનેલું હતું. એ સાલમાં નવેએ છૂટા પડી જઈને પેાતાની અલગ હસ્તી ચાલુ રાખવાના નિણૅય કર્યાં. આથી એ બંને દેશોએ શાંતિથી પોતાના સબંધ તોડવાનું નક્કી કર્યું અને ત્યારથી એ બંને અલગ અને સ્વતંત્ર રાજ્યો રહ્યાં છે. તેમની વચ્ચે યુદ્ધ ન થયું તેમ જ એક દેશે ખીજા ઉપર જબરદસ્તી કરવાના પ્રયાસ પણ ન કર્યાં. અને બંને દેશો પાડેથી મિત્રા તરીકે ચાલુ રહ્યા.
તે
નાનકડા ડેન્માર્કે પોતાનું સૈન્ય તથા નૌકા કાલેા કાઢી નાખીને મેટા તેમ જ નાના દેશ સમક્ષ દાખલા બેસાડ્યો છે. એ એક મજાનું રાષ્ટ્ર છે. એ નાના નાના ખેડૂતાના દેશ છે અને ત્યાં આગળ ગરીબ અને તવ ંગરો વચ્ચે ઝાઝો તફાવત નથી. આ સમાનતા ઘણે અંશે ત્યાં આગળ થયેલા સહકારની ચળવળના ભારે વિકાસને આભારી છે.
પરંતુ યુરોપના બધાયે નાના દેશા કઈ ડેન્માર્કની પેઠે સદ્ગુણના સર્વોત્તમ નમૂના નથી. હાલેંડ પોતે તો નાનકડા દેશ છે. પણ ઈસ્ટ ઈન્ડિઝમાં ( જાવા અને સુમાત્રા વગેરે ટાપુઓમાં) એક મોટા સામ્રાજ્ય ઉપર તેની હકૂમત છે. એની નજદીક આવેલું બેલ્જિયમ આફ્રિકામાં કાંગાના પ્રદેશનું શેષણ કરે છે. પરંતુ યુરોપના રાજકારણમાં એનું ખરું મહત્ત્વ તો એના ભૌગોલિક સ્થાનને કારણે છે. તે ફ્રાંસ અને જર્મની વચ્ચેના રાજમાર્ગ ઉપર આવેલું છે અને એ એ દેશે। વચ્ચેની કાઈ પણુ લડાઈમાં અચૂકપણે તે ઘસડાવાનું જ. તને યાદ હશે કે વોટરલૂનું રણક્ષેત્ર બેલ્જિયમમાં બ્રુસેલ્સ પાસે આવેલુ છે. એથી