Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
એક જમાનાને અંત કાયદા તેણે પસાર કર્યા. આ કાયદાઓ કારખાનાંના કાયદાને નામે ઓળખાય છે. ખાસ કરીને સ્ત્રી તથા બાળકોની આ કાયદા દ્વારા રક્ષા કરવામાં આવી. પરંતુ કારખાનાના માલિકના ખતરવટ વિરોધને લીધે એ કાયદાઓ પસાર કરતાં લાંબી અને સખત લડત લડવી પડી હતી.
મૂડીવાદી ઉદ્યોગને કારણે આ ઉપરાંત સમાજવાદી અને સામ્યવાદી વિચાર પેદા થયા. એ વિચારેએ નવા ઉદ્યોગોને સ્વીકાર કર્યો પરંતુ મૂડીવાદના પાયાને તેમણે પડકાર્યો. મજૂરોની સંસ્થાઓ, મજૂર મહાજને તથા આંતરરાષ્ટ્રીય મજૂરસંઘે પણ ઊભાં થવા લાગ્યાં.
મૂડીવાદમાંથી સામ્રાજ્યવાદ જન્મ્ય અને પૂર્વના દેશોની લાંબા કાળથી ચાલતી આવેલી આર્થિક પરિસ્થિતિ સાથે પશ્ચિમના મૂડીવાદી ઉદ્યોગો અથડામણમાં આવ્યાથી ત્યાં આગળ ભારે ઉત્પાત મચ્યો. ધીમે ધીમે આ પૂર્વના દેશોમાં પણ મૂડીવાદી ઉદ્યોગોએ જડ ઘાલી અને ત્યાં તે ખીલવા લાગ્યા. પશ્ચિમના દેશોના સામ્રાજ્યવાદ સામેના પડકારરૂપે રાષ્ટ્રવાદ પણ ત્યાં આગળ પેદા થયો.
આ રીતે મૂડીવાદે દુનિયા આખીને હચમચાવી મૂકી અને તેણે માણસજાત ઉપર દુઃખને ધોધ વરસાવ્ય છતાંયે એકંદરે જોતાં, કંઈ નહિ તે પશ્ચિમના દેશે પૂરતી તે તે હિતકારી પ્રવૃત્તિ હતી. એને કારણે ભારે આર્થિક પ્રગતિ થવા પામી અને જનસુખાકારીનું ઘેરણ ઘણું જ વધી ગયું. પહેલાં કોઈ પણ વખતે હતું તેના કરતાં હવે સામાન્ય માણસનું મહત્ત્વ ઘણું વધી ગયું. વ્યવહારમાં કોઈ પણ બાબતમાં એને અવાજ સંભળાતો નહોતે એ ખરું, એને મળેલે મત આપવાને હક સુધ્ધાં ભ્રામક હતા એ પણ ખરું; છતાંયે સિદ્ધાંતની દૃષ્ટિએ રાજ્યમાં એનાં દરજજો વધવા પામ્યું અને એની સાથે તેનું સ્વમાન પણ વધ્યું. અલબત, જ્યાં આગળ મૂડીવાદી ઉદ્યોગ ખીલ્યા હતા તે પશ્ચિમના દેશોને જ આ બધું લાગુ પડે છે. જ્ઞાનની ભારે વૃદ્ધિ થવા પામી અને વિજ્ઞાને અનેક ચમત્કાર કરી બતાવ્યા તથા પિતાની હજારો શોધખોળ જીવનને લાગુ પાડીને તેણે દરેક મનુષ્યનું જીવન હળવું કરી મૂક્યું. સાફસૂફીની પ્રવૃત્તિઓ તથા રોગો પેદા થતા અટકાવવાના તેના ગુણથી ઔષધોએ માણસને શાપરૂપ થઈ પડેલા રોગોને દાબી દેવાનું તથા નિર્મૂળ કરવાનું કાર્ય શરૂ કર્યું. એનું એક જ ઉદાહરણ આપું: મેલેરિયા શાથી થાય છે તે શેધી કાઢવામાં આવ્યું અને તે થતું અટકાવવાનો ઉપાય પણ શોધી કાઢવામાં આવ્યું. જરૂરી ઉપાયો લેવામાં આવે તો કોઈ પણ પ્રદેશમાંથી તેને નિર્મૂળ કરી શકાય એમાં લેશ પણ શંકા નથી. હિંદમાં તેમ જ અન્યત્ર હજી પણ મલેરિયા ચાલુ રહ્યો છે તથા કરોડોને ભાગ લે છે એમાં વિજ્ઞાનને નહિ પણ બેદરકાર સરકાર તથા અજ્ઞાનમાં ડૂબેલી પ્રજાને દેષ છે. ज-२०