Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઈંગ્લેડ મિસર પચાવી પાડે
૯૪૯
એટલે તેમની સંખ્યા અને ખાસ કરીને તેમની તાકાત અને શક્તિ જળવાઈ રહ્યાં. આ રીતે જોતાં તેમને વંશપરંપરાગત વગ નહાતા પરંતુ એમ છતાંયે મિસરને તે શાસક અને ઉમરાવ વ હતા અને એ રીતે તે લાંખા ફાળ ટક્યો.
૧૬મી સદીના આરંભમાં કૅન્સ્ટાન્ટિનોપલના ઉસ્માની તુર્ક સુલતાને મિસર જીતી લીધું અને મેમેલ્યૂક સુલતાનને તેણે ફ્રાંસીએ લટકાવ્યો. મિસર ઉસ્માની સામ્રાજ્યના એક પ્રાંત બન્યો. પરંતુ હજીયે મેમેલ્યૂકાના વર્ગ મિસરના શાસન કરનાર ઉમરાવ વ રહ્યો. પાછળના વખતમાં તુર્કી યુરેપમાં નખળા પડ્યા ત્યારે મેમેલ્યૂકા પોતાનું મનમાન્યું કરવા લાગ્યા. જોકે સિદ્ધાંતની દૃષ્ટિએ તા મિસર ઉસ્માની સામ્રાજ્યના એક ભાગ તરીકે ચાલુ રહ્યું. ૧૮મી સદીના અંતમાં નેપોલિયન મિસરમાં આવ્યા ત્યારે મેમેલ્યૂકાની સામે તે લડ્યો અને તેણે તેમને હરાવ્યા. મધ્યયુગના રિવાજ પ્રમાણે, ધોડેસવાર થઈને ફ્રેંચ સૈન્યમાં જઈ તેના સેનાપતિને યુદ્ધ માટે આહ્વાન કરનાર એક મેમેલ્યૂક સરદારની વાત મેં તને કરી હતી તે તને યાદ હશે.
આ રીતે આપણે ૧૯મી સદી સુધી આવી પહેાંચીએ છીએ, ૧૯મી સદીના પૂર્વી માં મિસર મહમદઅલી નામના આલ્બેનિયન તુર્કના અમલ નીચે રહ્યુ. તે મિસરના મૂખે અથવા ખેદીવ' બન્યા હતા. આ તુ સૂબાને ખેદીવ કહેવામાં આવતા હતા. મહમદઅલીને આધુનિક મિસરના જનક તરીકે લેખવામાં આવે છે. તેમને કાવાદાવા તથા પ્રપંચથી મારી નંખાવીને પ્રથમ મેમેલ્યૂકાની સત્તા તોડી પાડવાનુ કામ તેણે પાર પાડયુ, તેણે મિસરમાં અંગ્રેજ સૈન્યને પણ હરાવ્યું અને આખા દેશને તે સ્વામી બન્યા. વિવેક ખાતર તુર્કીના સુલતાનનુ નામનુ આધિપત્ય તેણે માન્ય રાખ્યું હતું. તેણે ખેડૂત વ માંથી ( મેમેલ્યૂ કામાંથી નહિ ) માણસા ખેંચીને મસરમાં નવું સૈન્ય ઊભું કર્યું. વળી તેણે નવી નહેરા બંધાવી તથા કપાસના વાવેતરને ઉત્તેજન આપ્યું. આ કપાસના ઉદ્યોગ ભવિષ્યમાં મિસરના પ્રધાન ઉદ્યોગ બનવાના હતા. તેના નામના સ્વામીને હાંકી કાઢીને ખુદ કૉન્સ્ટાન્તિનેપલને કબજો લેવાની પણ તેણે ધમકી આપી. પરંતુ તે એમ કરતાં અટક્યો અને મિસરમાં સીરિયાના ઉમેશ કરીને તેણે સતાષ માન્યા.
.
મહમદઅલી ૧૮૪૯ની સાલમાં ૮૦ વરસની ઉંમરે મરણ પામ્યા. તેના વંશજો નમાલા, ઉડાઉ અને કશીયે આવડત વિનાના હતા. પરંતુ તે હતા એથી વધારે સારા હોત તોયે આંતરરાષ્ટ્રીય શરાફાની લૂટારુવૃત્તિ તથા યુરોપનાં રાષ્ટ્રના સામ્રાજ્યવાદના લાભની સામે ટકી રહેવું તેમને માટે અતિશય મુશ્કેલ હતુ. વિદેશીઓએ, ખાસ કરીને અંગ્રેજ અને ફ્રેંચ શરાફાએ ખેદીવાને તેમના ખાનગી ઉપયાગ માટે વ્યાજના ભારે દરથી નાણાં ધીર્યાં અને પછી વખતસર
૬-૧૮