Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૫૨
જગતના ઇતિહાસનુ" રેખાદર્શન
નીવડે એમ લાગે છે ! ’” કેમ કે એક હિંદી તરીકે વર્તવું ઘટે તેમ વવા માટે અંગ્રેજો હિંદી તરફ કિયાં કરે છે તથા તેમને શિક્ષા કરે છે તે જ પ્રમાણે મિસરવાસીએ એક મિસરવાસીને વર્તવું ઘટે તે રીતે વર્તે એ ક્રામરની નજરે ગુતા હતા.
મિસર ઉપરના અંગ્રેજોના આ કાબૂ ફ્રેંચાને પસંદ નહાતા; એ લૂંટમાં તેમને કશા ભાગ મળ્યા નહાતો. યુરોપની ખીજી સત્તાને પણ એ વાત પસંદ નહેાતી. અને મિસરવાસીઓને તો એ વસ્તુ મુદ્દલ નહોતી ગમતી એ કહેવાની જરૂર છે ખરી ? બ્રિટિશ સરકારે એ બધાને એ વિષે નિશ્ચિંત રહેવા જણાવ્યું કેમકે અંગ્રેજો મિસરમાં થોડા વખત પૂરતા જ છે અને તુરતમાં જ તેઓ એ દેશ છેોડી જશે. બ્રિટિશા મિસર ખાલી કરી જશે એવી સત્તાવાર અને વિધિપૂર્વક જાહેરાત બ્રિટિશ સરકારે અનેક વાર કરી. પચાસ કે એથીયે વધારે વાર ગંભીરતાપૂર્વક એવી જાહેરાત કરવામાં આવી ચોક્કસ ગણતરી કરવાનું પણ મુશ્કેલ છે અને આમ છતાંયે અંગ્રેજો ત્યાં ચાંટી રહ્યા અને હજી પણ ત્યાં જ છે !
છે.
---
--
- એની
૧૯૦૪ની સાલમાં અંગ્રેજો તથા ખેંચા ઘણા તકરારી મુદ્દાઓની બાબતમાં સમજૂતી ઉપર આવ્યા. મોરોક્કોમાં ફાવે તેમ વર્તવાની છૂટ ફ્રેંચને આપવાને અંગ્રેજો કબૂલ થયા અને એના બદલામાં ફ્રેંચ મિસર ઉપરના અંગ્રેજોને કબજો માન્ય રાખવાને સંમત થયા. એ મજાના સાદા હતા. એમાં માત્ર તુર્કીની જ સલાહ લેવામાં આવી નહોતી; જો કે મિસર ઉપર તેનું આધિપત્ય છે એમ હજી પણ માનવામાં આવતું હતું. અલબત, એ બાબતમાં મિસરના લેાકાની સલાહ લેવાના તા પ્રશ્ન જ નહાતા !
મિસરની, આ સમય દરમ્યાન ખીજી એક મર્યાદા એ હતી કે વિદેશીઓ ઉપર મિસરની અદાલતાની કશી સત્તા કે ચલણ નહતું. એ અદાલતને જોઈ એ તેવી સારી નહાતી ગણવામાં આવતી અને વિદેશીઓને તેમની પોતાની અદાલતોમાં જ કામ ચલાવવાના હક હતા. આથી સ્થાનિક રાજ્યસત્તાની હકૂમતથી પર એવી, જેમને હૈયે વિદેશીઓનું હિત વસેલું હતું એવા ન્યાયાધીશવાળી અદાલતા ઊભી થઈ. એવી અદાલતાના એક વિદેશી ન્યાયાધીશે તે જ તેમને વિષે લખ્યું છે કે, - એ અદાલતોના ઇન્સાફે દેશનું શોષણ કરી રહેલા વિદેશીઓના સમૂહની ભારે સેવા કરી છે.' હું માનું છું કે, મિસરમાં વસતા પરદેશી ધણાખરા કરીમાંથી પણ છટકી જતા. આ ખરેખર મજાની સ્થિતિ છે ~~ કર ભરવાને નહિ, જે દેશમાં તમે રહેતા હો તેના કાયદાઓ તથા તેની અદાલતોને વશ વર્તવાનું પણ નહિ અને છતાં તે દેશનું શાષણ કરવાની બધી સગવડે તમને મળે !