Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૪. ૧૯૦૫ની સાલની રશિયાની નિષ્ફળ ક્રાંતિ
૧૭ માર્ચ, ૧૯૩૩ રશિયન માકર્સવાદીઓને એટલે કે, સામાજિક લોકશાહી પક્ષને ૧૯૦૩ની સાલમાં એક કટોકટીભરી પરિસ્થિતિનો સામનો કરવો પડયો. એ વખતે તેમને એક પ્રશ્ન ઉપર વિચાર ચલાવીને તેને જવાબ આપવાની પરિસ્થિતિ ઊભી થઈ અમુક સિદ્ધાંત અને ચક્કસ ધ્યેયે ઉપર રચાયેલા દરેક પક્ષને વહેલેમેડો આવા પ્રશ્નનો સામનો કરવાને તથા તેનો જવાબ આપવાનો પ્રસંગ આવે છે જ, સાચે જ, આવા સિદ્ધાંતે તથા માન્યતાઓ ધરાવનારાં બધાં સ્ત્રીપુરુષને તેમના જીવન દરમ્યાન અનેક વાર આવી કટોકટીનો સામનો કરવાના પ્રસંગે ઉપસ્થિત થાય છે જ. તેમની સામે આવી પડેલ પ્રશ્ન આ હતો. તેમણે પિતાના સિદ્ધાંતને સંપૂર્ણપણે વળગી રહીને મજૂર વર્ગની ક્રાંતિ માટે તૈયારી કરવી કે પછી વર્તમાન પરિસ્થિતિ સાથે સહેજસાજ બાંધછોડ કરવી અને એ રીતે અંતિમ ક્રાંતિ માટેની ભૂમિકા તૈયાર કરવી. આ પ્રશ્ન પશ્ચિમ યુરોપના બધાયે દેશમાં ઉપસ્થિત થયો હતો અને લગભગ બધે જ વત્તાઓછા પ્રમાણમાં સામાજિક લેકશાહીવાદી યા તે એને મળતા પક્ષ નબળો પડ્યો હતો તથા આંતરિક ઝઘડાઓ પેદા થયા હતા. જર્મનીમાં માકર્સવાદીઓએ આમૂલાગ્ર ફેરફાર કરવાને કાંતિકારી અભિપ્રાય બહાદૂરીપૂર્વક વ્યક્ત કર્યો હતો, પરંતુ વ્યવહારમાં તેમણે મળાશ દાખવી અને નરમ વલણ અખત્યાર કર્યું. કાંસમાં આગેવાન સમાજવાદીઓએ પિતાના પક્ષને ત્યાગ કર્યો અને તેઓ પ્રધાનમંડળમાં જોડાયા. ઈટાલી, બેજિયમ તેમ જ બીજી જગ્યાઓએ પણ એમ જ બનવા પામ્યું. ઇંગ્લંડમાં માકર્સવાદનું જોર બહુ જ ઓછું હતું એટલે ત્યાં એ પ્રશ્ન ઊભો થયે નહિ પરંતુ ત્યાંયે મજાર પક્ષને સભ્ય પ્રધાનમંડળમાં જોડાયે.
રશિયામાં સ્થિતિ જુદી હતી. કેમ કે બંધારણીય પ્રવૃત્તિ માટે ત્યાં અવકાશ જ નહતા. ત્યાં આગળ પાર્લામેન્ટ યા તે ધારાસભા હતી જ નહિ, પરંતુ ત્યાંયે જેને ઝારશાહી સામેની લડતની “બેકાયદા” રીતે લેખવામાં આવતી હતી તે છોડી દઈને કેવળ સિદ્ધાંતના શાંત પ્રચારકાર્યમાં વળગી જવાને સંભવ રહેતા હતા. પરંતુ એ વિષે લેનિનના વિચારે સ્પષ્ટ અને ચોક્કસ હતા. તે કોઈ પણ પ્રકારની માળાશ કે બાંધછોડ ચલાવી લેવા તૈયાર નહોતે. કારણ કે, એમ ન કરે તે તકસાધુઓ મોટી સંખ્યામાં તેના પક્ષમાં ભરાઈ જાય એ તેને ડર હતે. પશ્ચિમના દેશના સમાજવાદી પક્ષોએ અખત્યાર કરેલી રીતે તેણે ભાળી હતી અને એને તેના ઉપર કશોયે પ્રભાવ પડ્યો નહે. પાછળથી બીજા સંબંધમાં તેણે લખ્યું હતું કે, “પશ્ચિમ યુરોપના સમાજવાદી પાર્લામેન્ટની પ્રવૃત્તિ જે રીતે કરે છે તે ભારે અધોગતિ કરનારી