Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૭૨
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
-
છે. તે દરેક સમાજવાદી પક્ષને તેના તકસાધુઓ તથા હોદ્દા ખાળનારાઓવાળા નાના નાના કૅમેની હાલમાં ફેરવી નાખે છે.” (ટૅમેની હાલ ન્યૂ યોર્કમાં આવેલા છે. તે રાજકીય સડાના એક પ્રતીક સમા બની ગયા છે.) લેનિનને પોતાની સાથે કેટલા માણસ છે એની પરવા નહોતી – એક વખતે તે પોતે એકલા જ ઊભા રહેશે એવી પણ તેણે ધમકી આપી હતી — પરંતુ જે સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહેનારા હાય, ધ્યેયને માટે ના થઈ જવા તૈયાર હોય તથા જનતાની વાહવાહની બાબતમાં નિઃસ્પૃહ હોય એવાઓને જ પેાતાના પક્ષમાં રાખવાનો તેણે આગ્રહ રાખ્યા. ચળવળના કુશળતાથી વિકાસ કરી શકે એવા ક્રાંતિના નિષ્ણાતોને એક સમૂહ ઊભા કરવા તે માગતા હતા. કેવળ સહાનુભૂતિ ધરાવનારાઓ તથા સુખના સાથીઓની તેને જરૂર નહાતી,
<
આ બહુ કડક માર્ગ હતો અને ઘણાને એ ગેરડહાપણભર્યાં લાગ્યા. આમ છતાંયે, એકદરે જોતાં લેનિનને વિજય મળ્યો અને સામાજિક લોકશાહીવાદી પક્ષમાં બે ભાગ પડ્યા અને ઇતિહાસમાં એ પછી મનૂર થયેલાં ‘ મેન્શેવિક ’ અને એલ્શેવિક ' એવાં એ નામેા અસ્તિત્વમાં આવ્યાં. ખેત્શેવિક એ કેટલાક લોકાને મન અતિશય ભીષણ શબ્દ છે. પરંતુ બહુમતી એટલે જ એના અર્થ થાય છે. મેન્શેવિકના અર્થ લઘુમતી થાય છે. ૧૯૦૬ની સાલમાં સામાજિક લેકશાહીવાદી પક્ષમાં પડેલા ભાગલા વખતે લેનિનના સાથી વધુમતીમાં હતા તેથી તેના એક્શેવિક એટલે કે બહુમતી પક્ષ કહેવાયા. એ જાણવા જેવું છે કે ૧૯૧૭ની ક્રાંતિને લેનિનને મહાન સાથી ટ્રોક, જે તે વખતે ૨૪ વરસના તરુણ હતા, તે મેન્સેવિક પક્ષમાં હતા.
રશિયાથી બહુ દૂર લંડનમાં આ બધી ચર્ચા તથા વાવિવાદો થયા હતા. રશિયન પક્ષની સભા લંડનમાં ભરવી પડી હતી કેમ કે ઝારશાહી રશિયામાં તેને માટે સ્થાન નહતું. એ પક્ષના ઘણાખરા સભ્યો કાં તે દેશપાર થયેલા હતા અથવા તે સાઇબેરિયામાંથી છટકી ગયેલા કેદીઓ હતા.
દરમ્યાન રશિયામાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી. રાજકીય હડતાલ એ એની નિશાની હતી. મજૂરોની રાજકીય હડતાલ એટલે મજૂરીના દરના વધારા જેવી આર્થિક સુધારણા માટેની હડતાલ નહિ પણ સરકારના કાક રાજકીય નૃત્ય સામે ઉઠાવવામાં આવેલ વિરોધ. મજૂર વર્ગમાં કઈંક રાજકીય જાગ્રતિ આવી છે એ પણ એ વસ્તુ સૂચવે છે. આ રીતે, ગાંધીજીની ધરપકડને કારણે અથવા તે અસાધારણ પ્રકારના દમનને કારણે હિંદનાં કારખાનાંના મજૂરો હડતાલ પાડે તે તે રાજકીય હડતાલ કહેવાય. ત્યાં આગળ બળવાન મજૂર મહાજનો તથા મજૂરોની સંસ્થા હોવા છતાંયે પશ્ચિમ યુરોપમાં આવી રાજકીય હડતાલા દુર્લભ હતી એ અજાયબીભયુ` છે; અથવા તેમનાં સ્થાપિત હિતાને કારણે મજૂર નેતાએ મેળા પડ્યા એને લીધે આવી હડતાલે