Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૭૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન રશિયાને તેના ઉદ્દામ તથા ક્રાંતિકારીઓને કચરી નાખવામાં સહાય કરે એ વિચિત્ર પ્રકારની વિસંગતતા છે. પરંતુ પ્રજાસત્તાકવાદી કાંસ એટલે કે ફ્રાંસના શરાફે અથવા બેંકરે. ગમે તેમ કરીને પણ સારો દેખાવ તે રાખવે જ જોઈએ અને એમ કરવામાં ડૂમા ઝારને મદદગાર થતી હતી.
દરમ્યાન યુરોપની તેમ જ દુનિયાની પરિસ્થિતિ ઝડપથી બદલાતી જતી હતી. જાપાને તેને હરાવ્યું ત્યાર પછી ઈંગ્લેંડ પહેલાંની જેમ રશિયાથી ડરતું નહોતું. ઉદ્યોગના ક્ષેત્રમાં તેમ જ દરિયા ઉપર ઇંગ્લંડ માટે જર્મનીને ન ભય પેદા થયે હતે. લાંબા વખત સુધી એ બંનેને ઈંગ્લડ પાસે ઇજા હતે. જર્મનીના ડરને કારણે જ ફ્રાંસ પણ રશિયાને લેન આપવામાં આટલું બધું ઉદાર બન્યું હતું. આ જર્મન હાઉને કારણે જ બે પુરાણું દુશ્મને એકબીજાના દિલેજાન મિત્ર બન્યા. ૧૯૦૭ની સાલમાં ઇંગ્લેંડ અને રશિયા વચ્ચે સંધિ થઈ અને તેમાં અફઘાનિસ્તાન, ઈરાન તેમ જ બીજી જગ્યાઓના મોટા મેટા તકરારી મુદ્દાઓનું સમાધાન કરવામાં આવ્યું. એ પછી, ઈગ્લેંડ, ફ્રાંસ તથા રશિયા વચ્ચે ત્રિપક્ષી કરાર થયા. બાલ્કન દેશોમાં ઓસ્ટ્રિયા રશિયાનું હરીફ હતું, અને ઓસ્ટ્રિયા જર્મનીનું મિત્ર હતું. ઈટાલી પણ કાગળ ઉપર જર્મનીનું મિત્ર હતું. આમ ઇંગ્લંડ, કાંસ અને રશિયાના ત્રિપક્ષી કરારની સામે જર્મની,
ટ્યિા તથા ઇટાલીનું ઐક્ય થયું. અને એ બંને વિરોધી દળ કાર્ય માટેની તૈયારી કરવા મંડી પડ્યાં. શાંતિપ્રિય લેકે તે ભવિષ્યમાં તેમના ઉપર આવી પડનારી ભીષણ આફતથી સાવ અજાણ અને નિદ્રાવશ હતા.
૧૯૦૫ની સાલ પછીનાં આ વરસે રશિયામાં પ્રત્યાઘાતનાં વરસ હતાં. બશેવિઝમ તથા બીજાં ક્રાંતિકારી તને સંપૂર્ણપણે કચરી નાખવામાં આવ્યાં હતાં. લેનિન જેવા દેશપાર થયેલા કેટલાક શેવિકે પરદેશમાં પુસ્તક અને ચોપાનિયાઓ લખી રહ્યા હતા તથા બદલાતી જતી પરિસ્થિતિ સાથે માર્ક્સને સિદ્ધાંતને સુમેળ સાધવા પ્રયત્ન કરતા હતા અને એ રીતે તેઓ ધીરજપૂર્વક પિતાનું કામ આગળ ધપાવ્યે જતા હતા. મેજોવિકે (નરમ વલણના માર્ક્સવાદીઓને લઘુમતી પક્ષ) તથા બે શેવિક વચ્ચેનું અંતર દિનપ્રતિદિન વધતું ગયું. આ પ્રત્યાઘાતનાં વરસો દરમ્યાન મેગ્નેવિકવાદ વધારે આગળ આવ્યું. જો કે એ લઘુમતી પક્ષ કહેવાતું હતું છતાંયે વાસ્તવમાં તે વખતે એની બાજુએ ઘણું વધારે લેકે હતા. ૧૯૧૨ની સાલ પછી રશિયન જગતમાં ફરી પાછા ફેરફાર થવા લાગ્યા, ક્રાંતિકારી પ્રવૃત્તિ વધવા માંડી અને એની સાથે બે શેવિઝમને પણ વિકાસ થવા લાગ્યા. ૧૯૧૪ની સાલના વચગાળા દરમ્યાન તે પેઢાડનું (પીટર્સબર્ગ) વાતાવરણ ક્રાંતિની વાતેથી ઘેરાઈ ગયું અને ૧૯ ૦૫ની પિઠે સંખ્યાબંધ રાજકીય હડતાલ પડી. આમ છતાંયે, પીટર્સબર્ગની સાત સભ્યોની બનેલી બોશેવિક સમિતિમાં ત્રણ સભ્યો