Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૫. એક જમાનાના અંત
૨૨ માર્ચ, ૧૯૩૩
૧૯મી સદી! એ ૧૦૦ વરસાએ આપણને કેટલા બધા વખત રોકી રાખ્યાં! અવારનવાર લગભગ ચાર માસ સુધી એ કાળ વિષે મે તને લખ્યું છે અને હું હવે એનાથી જરા થાકયો છું. અને જ્યારે તું આ બધા પત્રા વાંચશે ત્યારે કદાચ તને પણ એવે જ અનુભવ થશે. એ એક ભારે આકર્ષીક યુગ છે એમ મેં તને આરંભમાં કહ્યું હતું પણ અમુક વખત પછી તે ગમે તેવું આણુ પણ કંટાળાજનક થઈ પડે છે. ખરી રીતે તે આપણે ૧૯મી સદીની આગળ નીકળી ગયાં છીએ અને ૨૦મી સદીમાંયે ઠીક ઠીક આગળ વધ્યાં છીએ. ૧૯૧૪ના વરસને આપણે આપણી સીમા તરીકે રાખ્યું હતું. એ જ વરસમાં પેલી કહેવત પ્રમાણે ‘યુદ્ધના કૂતરાને' યુરોપ અને દુનિયા ઉપર છેડી મૂકવામાં આવ્યા હતા. એ વરસથી ઇતિહાસમાં દિશાપલટાના આરંભ થાય છે. એ વરસમાં એક યુગ અથવા જમાનાને અત આવે છે અને ખીજાના આરંભ થાય છે.
ઓગણીસા ચૌદની સાલ ! એ પણ તારા જન્મ પહેલાંની સાલ છે અને છતાં એ સાલ વીત્યાને હજી પૂરાં ૧૯ વરસ પણ થયાં નથી. માનવી જીવનના પણ એ લાંખેા કાળ ન કહેવાય તે પછી ઇતિહાસના તો ક્યાંથી જ હાય? પરંતુ એ વસા દરમ્યાન દુનિયા એટલી બધી પલટાઈ ગઈ છે તથા હજી પણ પલટાતી રહે છે કે એ પછી જાણે એક યુગ વહી ગયા હોય એમ લાગે છે તથા ૧૯૧૯ની સાલ અને તે પહેલાંનાં વરસેા ઘણા જૂના કાળના ઇતિહાસમાં જતાં રહે છે અને જેને વિષે આપણે પુસ્તકામાં વાંચીએ છીએ તથા જે આપણા કાળથી બિલકુલ ભિન્ન છે એવા દૂરના ભૂતકાળના ભાગરૂપ બની જાય છે. એ બધા મહાન ફેરફારો વિષે હું તને પાછળથી કંઈક કહીશ. પરંતુ મારે તને એક ચેતવણી આપવી પડશે. તું હાલ શાળામાં ભૂગોળ શીખે છે. પરંતુ ૧૯૧૪ની સાલ પહેલાં શાળામાં મારે જે ભૂગાળ ભણવી પડતી હતી તે તું ભણે છે તે ભૂંગાળથી સાવ ભિન્ન હતી. અને એમ પણ બને કે, મારી બાબતમાં બન્યું છે તેમ તું આજે જે ભણી રહી છે તેમાંની ઘણીખરી ભૂંગાળ થાડા વખતમાં તારે ભૂલી જવી પણ પડે. જૂનાં સીમાચિહ્નો તથા જૂના દેશા લડાઈના ધૂમસમાં અદૃશ્ય થઈ ગયાં અને તેની જગ્યાએ જેમનાં નામ પણ યાદ રાખવાં મુશ્કેલ પડે એવા દેશો હસ્તીમાં આવ્યા છે. સેક શહેરનાં નામે એક રાતમાં બદલાઈ ગયાં; પીટર્સબર્ગ પેટ્રામાડ બન્યું અને પછીથી લેનિનગ્રાડ બન્યું; કૉન્સ્ટાન્ટિનોપલને હવે ઇસ્તંબુલ કહેવું જોઇ એ,