Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇંગ્લડ મિસર પચાવી પાડે છે આ સ્થિતિમાં બ્રિટિશ સરકાર મિસર ઉપર હજી વધારે કાબૂ મેળવવાને મથે એ અનિવાર્ય હતું. આથી ૧૮૭૯ની સાલમાં મિસરની આંતરિક બાબતોમાં નિરંતર દખલ કરવાનું તેણે શરૂ કર્યું તથા પિતાના શરાફેના હાથમાં તેને કાબૂ સો. સ્વાભાવિક રીતે જ ઘણાયે મિસરવાસીઓએ એની સામે પિતાને રોષ દર્શાવ્યો અને મિસરને વિદેશીઓની દખલમાંથી મુક્ત કરવાને માટે ત્યાં એક રાષ્ટ્રીય પક્ષ ઊભું થયું. એ પક્ષના નેતા અરબી પાશા નામનો એક તરણ સૈનિક હતું. તે ગરીબ મજૂર વર્ગમાં જ હતો અને મિસરના લશ્કરમાં એક નાના અમલદાર તરીકે જોડાયા હતા. તેની લાગવગ વધતી ગઈ અને તે યુદ્ધખાતાને પ્રધાન બન્ય. યુદ્ધપ્રધાન તરીકે તેણે બ્રિટિશ તથા ફ્રેંચ નિયામક (ક ટેલર) ની સૂચનાઓને અમલ કરવાની સાફ ના પાડી. વિદેશની શિરજોરીને તાબે થવાની ના જવાબ ઇગ્લેંડે યુદ્ધથી વાળે અને ૧૮૮૨ની સાલમાં બ્રિટિશ નૌકા કાફલાએ તોપમારો ચલાવી એલેકઝાંડ્રિયા શહેરને બાળી મૂક્યું. પશ્ચિમના સુધારાની સરસાઈનું આ રીતે પ્રદર્શન કરીને તથા જમીન ઉપર મિસરના સૈન્યને હરાવી હવે અંગ્રેજોએ મિસરને સંપૂર્ણ કાબૂ પિતાના હાથમાં લીધે.
આ રીતે મિસર ઉપર બ્રિટનના કબજાની શરૂઆત થઈ. આંતરરાષ્ટ્રીય કાયદાની દૃષ્ટિએ આ અસામાન્ય સ્થિતિ હતી. મિસર એ તુ સામ્રાજ્યને એક પ્રાંત અથવા ભાગ હતો. ઇંગ્લેંડ અને તુક વચ્ચે મૈત્રીનો સંબંધ હતે એમ માનવામાં આવતું હતું અને છતાયે ઇંગ્લડે ઠંડે કલેજે તુક સામ્રાજ્યના એક ભાગને કબજે લીધે. તેણે ત્યાં આગળ પિતાને એજન્ટ મૂક્યો. એ સૌ કેઈને ઉપરી અધિકારી હતા. હિંદના વાઈસરૉયની પેઠે તે એક મોટા બાદશાહ જે હતે. આ બ્રિટિશ એજટ આગળ ખુદ બેદીવ તથા તેના પ્રધાનનું પણ કશું ચાલતું નહિ. ત્યાંને પહેલે બ્રિટિશ એજંટ મૅજર બેરિંગ હતું. તેણે મિસરમાં ૨૫ વરસ સુધી શાસન કર્યું અને તે લેડ કેમર બન્યો. કેમર એક આપખુદ રાજકર્તાની પેઠે મિસરમાં અમલ કરતો હતો. વિદેશી શરાફે તથા શેર ધરાવનારાઓને નફે વહેંચવાનું તેનું પહેલું કામ હતું. નિયમિત રીતે એ ભરપાઈ કરવામાં આવતું હતું અને મિસરની નાણાંકીય સધ્ધરતાનાં ભારે વખાણ થવા લાગ્યાં. હિંદની પેઠે ત્યાં પણ અમુક અંશે વહીવટી દક્ષતા આણવામાં આવી. પરંતુ પચીસ વરસને અંતે મિસરનું જૂનું દેવું તે આરંભમાં હતું તેટલું ને તેટલું જ રહ્યું. કેળવણીના ક્ષેત્રમાં કશુંયે કરવામાં ન આવ્યું અને રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના પણ મરે અટકાવી. તે વખતના ઇંગ્લંડના વડા પ્રધાન લડ સેલ્સબરી ઉપર ૧૮૯૨ની સાલમાં તેણે લખેલા પત્રના એક વાક્ય ઉપરથી તેનું દૃષ્ટિબિંદુ આપણે સમજી શકીએ છીએ. પિતાના પત્રમાં તે દેશદાઝવાળા બેદીવ વિષે લખે છે કે, “દીવ તે પૂરે મિસરવાસી