Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૫૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન એનું વ્યાજ ન ભરાતું તે તે વસૂલ કરવાને યુદ્ધ જહાજો આવતાં! આંતરરાષ્ટ્રીય કાવાદાવા તથા પ્રપંચની અને બીજા દેશોને લૂંટવાને તથા તેના ઉપર પિતાનું આધિપત્ય જમાવવાને શરાફે તથા સરકારે કેવી રીતે હળીમળીને કાર્ય કરે છે તેની એ એક બેનમૂન કહાણી છે. મિસરના ઘણુંયે ખેદીવો કશીયે આવડત વિનાના હતા છતાં પણ તેણે સારી પેઠે પ્રગતિ કરી. એ બાબતમાં ટાઈમ્સ’ નામનું એક આગળ પડતું અંગ્રેજી પત્ર ૧૮૭૬ની સાલમાં જણાવે છે કે, “મિસર એ પ્રગતિનું એક આશ્ચર્યકારક દૃષ્ટાંત છે. બીજા દેશે ૫૦૦ વરસમાં જેટલી પ્રગતિ કરે છે તેટલી પ્રગતિ તેણે ૭૦ વરસમાં કરી છે.” આમ છતાંયે વિદેશી શરાફેએ તે મિસરનું ગમે તે થાય તેની લેશ પણ પરવા કર્યા વિના પિતાનું માગણું વસૂલ કરવાનો આગ્રહ રાખે અને એ દેશ નાદાર થઈ જવાની તૈયારીમાં છે એવો ભાસ પેદા કરીને વચ્ચે પડવા માટે પરદેશો પાસે માગણી કરી. પરદેશી સરકારે – ખાસ કરીને બ્રિટિશ તથા ફેંચ સરકારે – તે વચ્ચે પડવાને માટે આતુરતાથી ટાંપી જ રહી હતી. તેમને તે એમ કરવા માટે કંઈક બહાનું જ જોઈતું હતું. કેમ કે મિસર એ એ તે લેભાવનારે કળિયે હતું કે તેને જેમને તેમ રહેવા દેવો પાલવે એમ નહતું. વળી તે હિંદ જવાના માર્ગ ઉપરનો દેશ હતે. '
દરમ્યાન, વેઠ અને ભારે અમાનુષીપણાથી બાંધવામાં આવેલી સુએઝની નહેર ૧૮૬૯ની સાલમાં અવરજવર માટે ખુલ્લી મૂકવામાં આવી. (તને એ જાણીને આનંદ થશે કે, મિસરના પ્રાચીન રાજવંશના અમલમાં ઈશુ પહેલાં આશરે ૧૪૦૦ વરસ ઉપર રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી આવી નહેર મેજૂદ હોય એમ જણાય છે). આ નહેર ઊઘડતાની સાથે જ યુરોપ, એશિયા તથા ઓસ્ટ્રેલિયાને બધે વાહનવ્યવહાર સુએઝ થઈને ચાલવા લાગ્યો અને મિસરનું મહત્ત્વ વળી વધ્યું. હિંદમાંનાં તેમ જ પૂર્વના બીજા દેશોમાંનાં તેનાં અગત્યનાં હિતોને કારણે ઈગ્લેંડ માટે એ નહેર તથા મિસર ઉપરને કાબૂ
અતિશય મહત્વનાં થઈ પડ્યાં. ઇંગ્લંડને વડા પ્રધાન ડિઝરાયલી નાદાર બની ગયેલા બેદીવ પાસેથી સુએઝની નહેરના તેના બધા શેરે બહુ જ ઓછા ભાવે ખરીદીને ભારે રમત રમી ગયે. મૂડીનું આ એક સરસ રોકાણ હતું એટલું જ નહિ પણ એને લીધે ઘણે અંશે નહેરને કાબૂ બ્રિટિશ સરકારના હાથમાં આવ્યું. મિસરના નહેરને અંગેના બીજા શેરે ફેંચ શરાફને હાથ ગયા એટલે મિસરને નહેર ઉપર કશોયે આર્થિક કાબૂ રહ્યો નહિ. આ શેરોમાંથી અંગ્રેજ તથા એ અઢળક ન મેળવ્યું છે. આ ઉપરાંત નહેર ઉપર તેમણે પિતાને કાબૂ રાખે તથા તે દ્વારા મિસર ઉપર પિતાને મજબૂત પજે પાથર્યો. ૧૯૧૨ની સાલમાં એકલી બ્રિટિશ સરકારને જ તેના ૪,૦૦૦,૦૦૦ પાઉન્ડના રોકાણુ ઉપર ૭,૫૦૦,૦૦૦ પાઉન્ડને ન મળ્યું હતું.