Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ૧૬૮૯ની સાલમાં ઝાર પીટર ગાદી ઉપર આવ્યું. તે મહાન પીટર તરીકે ઓળખાય છે. તેણે રશિયાને પશ્ચિમ તરફ જતું કરવાનો નિર્ણય કર્યો અને ત્યાંની સ્થિતિને અભ્યાસ કરવાને અર્થે તે યુરોપના દેશોના લાંબા પ્રવાસે નીકળ્યો. તેણે જોયેલી ઘણીખરી વસ્તુઓનું તેણે અનુકરણ કર્યું તથા પશ્ચિમીકરણના પિતાના વિચારે તેણે રશિયાના અજ્ઞાન ઉમરાવો ઉપર તેમની મરજી વિરુદ્ધ લાદ્યા. અલબત ત્યાંની આમજનતા તે બહુ જ પછાત અને દબાયેલી હતી અને પિતાના સુધારાઓ વિષે તેઓ શું ધારે છે એ જાણવાને તે પીટર માટે સવાલ જ નહે. પીટરે જોયું કે તેના સમયની મહાન પ્રજાએ દરિયા ઉપર બળવાન હતી અને તે દરિયાઈ સત્તાનું મહત્ત્વ સમજી ગયે. રશિયા આટલું બધું વિશાળ હોવા છતાં આર્કટિક મહાસાગર સિવાય બીજે ક્યાંયે તેની પાસે દરિયાઈ મથક નહોતું અને આર્કટિક મહાસાગર ઉપરનું મથક ઝાઝું ઉપયોગી નહોતું. આથી તે વાયવ્ય દિશામાં બાલ્ટિક સમુદ્ર તરફ અને દક્ષિણમાં કીમિયા તરફ આગળ વધ્યા. કીમિયા સુધી તે તે ન પહોંચી શક્યો (તેના વારએ તે કબજે કર્યું, પરંતુ સ્વીડનને હરાવીને તે બાલ્ટિક સમુદ્રને કિનારે તે પહોંચે. તેણે ફિલૅન્ડના અખાતથી દૂર બાલ્ટિક સમુદ્રમાં વહેતી નેવા નદી ઉપર સેન્ટપીટર્સબર્ગ નામનું પાશ્ચાત્ય ઢબનું શહેર વસાવ્યું. આ શહેરને તેણે પિતાનું પાટનગર બનાવ્યું અને એ રીતે મૅચ્ય સાથે સંકળાયેલી પુરાણી પરંપરાઓમાંથી મુક્ત થવાને તેણે પ્રયત્ન કર્યો. ૧૭૨૫ની સાલમાં પીટર મરણ પામે.
અધી સદી કરતાં વધારે સમય પછી ૧૭૮૨ની સાલમાં બીજા એક રશિયન શાસકે દેશને “પાશ્ચાત્ય’ બનાવવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન કરનાર એક સ્ત્રી હતી અને તેનું નામ કેથેરાઈન બીજી હતું. તે મહાન કેથેરાઈને તરીકે પણ ઓળખાય છે. તે એક અસામાન્ય સ્ત્રી હતી. તે શક્તિશાળી, ઘાતકી અને કાર્યદક્ષ હતી તથા વ્યક્તિગત જીવનની તેની આબરૂ બહુ જ ખરાબ હતી. ખૂન કરાવીને તેના પતિ ઝારને નિકાલ પાડ્યા પછી તે સમગ્ર રશિયાની સમ્રાજ્ઞી બની અને ૧૪ વરસ સુધી તેણે રાજ્ય કર્યું. કળા અને સંસ્કૃતિના આશ્રયદાતા હોવાને તેણે ડોળ કર્યો અને વૈતેયાર જોડે મૈત્રી કરવાને તેણે પ્રયાસ કર્યો. તેની જોડે તેણે પત્રવ્યવહાર પણ કર્યો હતે. વસઈના દરબારની તેણે કંઈક અંશે નકલ કરી અને કેળવણીના ક્ષેત્રમાં કેટલાક સુધારા કર્યા. પરંતુ આ બધું સમાજના ઉપલા વર્ગોમાં જ મર્યાદિત હતું અને દેખાવ કરવાને અર્થે જ હતું. સંસ્કૃતિની એકાએક નકલ થઈ શકતી નથી તેણે તે પ્રજામાં મૂળિયાં નાખવાં જોઈએ. આગળ વધેલી પ્રજાઓની વાનરનકલ કરનાર પછાત પ્રજા સાચી સંસ્કૃતિના સેના કે ચાંદીને તેની નકલી ધાતુમાં ફેરવી નાખે છે. પશ્ચિમ યુરોપની સંસ્કૃતિ અમુક સામાજિક પરિસ્થિતિ ઉપર રચાયેલી