Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૨૫
ઝારશાહી રશિયા આવી હતી. એવી પ્રત્યેક છાવણી અને વસાહતની પાસે આપઘાત કરનારાઓની કબરે હતી. નિર્જન પ્રદેશમાં એકાંત દેશવટે તથા તુરંગવાસની લાંબી મુદત વેઠવી બહુ કપરી હોય છે. એની ત્રાસ ભરી અસરથી સંખ્યાબંધ વીર પુરુષ પિતાના મગજનું સમતોલપણું ગુમાવી બેઠા અને તેમનાં શરીર ભાંગી પડ્યાં. દુનિયાથી વિખૂટા પડીને તથા પિતાના મિત્રો તેમ જ સાથીઓથી તથા પિતાની આશાનાં ભાગીદાર અને પિતાને બે હળવો કરનારાં સ્વજનોથી દૂર દૂર વસીને ટકી રહેવા માટે માણસ પાસે મોબળ તથા યાતનાઓ વેઠવાનું ધૈર્ય અને શાન્ત અને સ્વસ્થ એવું અંતરનું ઊંડાણ હોવું જોઈએ. આ રીતે ઝારશાહીએ તેની સામે માથું ઊંચું કરનાર દરેક જણને ધૂળ ભેગે કર્યો અને સ્વાતંત્ર્ય મેળવવા માટેના હરેક પ્રયાસને ભારે હાથે દબાવી દીધું. પરદેશથી ઉદાર વિચારો ત્યાં આવવા ન પામે એટલા ખાતર પ્રવાસોને પણ મુશ્કેલ કરી મૂકવામાં આવ્યા. પરંતુ દાબી દેવામાં આવેલી સ્વતંત્રતાની ભાવના ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી વધવા પામે છે અને જ્યારે તે ગતિમાન થાય છે ત્યારે ઘણુંખરું તે કૂદકે ને ભૂસકે આગળ વધે છે અને જૂની બાજી ઊંધી વાળી દે છે.
આગળના પત્રોમાં આપણે દૂર પૂર્વના દેશ, મધ્ય એશિયા, ઈરાન તથા તુક વગેરે એશિયા તથા યુરોપના દેશમાં ઝારશાહી રશિયાની પ્રવૃત્તિઓ તથા તેણે ત્યાં આગળ અખત્યાર કરેલી નીતિ વિષે ઝાંખી કરી ગયાં છીએ. હવે આપણે એ ચિત્રના બાકીના ભાગે પૂરા કરી દઈએ અને આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓને પ્રધાન વસ્તુ સાથે સળંગસૂત્ર વિચાર કરીએ. તેની વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક સ્થિતિને કારણે તે હમેશાં દ્વિમુખી રહ્યું છે. તેનું એક મુખ પશ્ચિમ તરફ અને બીજું પૂર્વ તરફ નજર રાખ્યાં કરે છે. એની આવી વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક સ્થિતિને કારણે તે એકી વખતે યુરેપી તેમજ એશિયાઈ સત્તા છે અને પાછળના સમયના તેના ઈતિહાસ દરમ્યાન વારાફરતી પૂર્વ તથા પશ્ચિમ તરફ તેણે પિતાને રસ દર્શાવ્યો છે. પશ્ચિમ તરફ તેને પાછું પાડવામાં આવ્યું ત્યારે તેણે પૂર્વ તરફ નજર કરી અને પૂર્વ તરફ એને ખાળવામાં આવ્યું ત્યારે ફરી પાછું તે પશ્ચિમ તરફ વળ્યું..
( પુરાણું મંગલ સામ્રાજ્યના પતન વિષે, ચંઘીઝખાનના વારસા વિષે તથા મૅસ્કેન ઠાકોરની આગેવાની નીચે રશિયન ઠાકરેએ છેવટે સુવર્ણ ટેપીના મંગેલને રશિયામાંથી કેવી રીતે હાંકી કાઢ્યા તે વિષે હું તને કહી ગયે છું. આ ૧૪મી સદીના અંતમાં બનવા પામ્યું. મૈસ્કાના ઠાકર ધીમે ધીમે આખા દેશના આપખુદ રાજકર્તા બન્યા અને તેઓ પોતાને ઝાર (અથવા સીઝર) કહેવડાવવા લાગ્યા. તેમની દૃષ્ટિ તથા તેમની રીતરસમે પ્રધાનપણે મંગલ જ રહ્યાં અને પશ્ચિમ યુરેપ તથા તેમની વચ્ચે બહુ જ ઓછું સામ્ય હતું. પશ્ચિમ યુરોપના લેકે રશિયાને બર્બર અથવા અસંસ્કારી લેખતા હતા.