Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઝારશાહી રશિયા હતી. પીટર તથા કેથેરાઈને એ પ્રકારની પરિસ્થિતિ પેદા કરવાને યત્ન ક્ય વિના ઉપરની ઇમારતની નકલ કરવાનો પ્રયાસ કર્યો. એનું પરિણુમ એ આવ્યું કે એ ફેરફારેને બધે બજે આમજનતા ઉપર પડ્યો તથા સની એટલે કે દાસ–ખેડૂતની પ્રથા અને ઝારશાહી મજબૂત બન્યાં.
આમ ઝારશાહી રશિયામાં એક ઔસ પ્રગતિ અને એક ટન પીછેહઠ એક સાથે રહ્યાં. રશિયન ખેડૂતની દશા તે લગભગ ગુલામેના જેવી હતી. તેઓ તેમની જમીન સાથે બંધાયેલા હતા અને ખાસ પરવાનગી વિના તેઓ તેને છેડી શકતા નહતા. કેળવણી માત્ર થોડા અમલદારે અને બુદ્ધિજીવીઓમાં મર્યાદિત હતી. અને એ બધા જમીનદાર વર્ગના હતા. ત્યાં આગળ મધ્યમ વર્ગ લગભગ નહોતે જ અને આમજનતા અભણ અને પછાત હતી. ભૂતકાળમાં ત્યાં આગળ ખૂનામરકીભર્યા ખેડૂતોનાં બંડ વારંવાર થવા પામ્યાં હતાં. અતિશય દમનને કારણે જીવ પર આવી જઈને કરવામાં આવેલાં આ આંધળાં બંડે હતાં, અને તેમને કચરી નાખવામાં આવ્યાં હતાં. હવે સમાજના ઉપલા વર્ગમાં થોડી કેળવણી દાખલ થઈ તેથી પશ્ચિમ યુરોપના કેટલાક પ્રચલિત વિચારેને પણ ત્યાં પ્રવેશ થયે. એ ક્રાંસની ક્રાંતિને અને ત્યાર પછી નેપોલિયનને જમાન હતું. તને યાદ હશે કે નલિયનના પતનને પરિણામે આખા યુરોપમાં પ્રત્યાઘાતને દેર પ્રવર્તે અને સમ્રાટોના “હેલી એલાયન્સ” (પવિત્ર અક્ય) સાથે રશિયાને ઝાર એલેકઝાંડર પહેલે, એ પ્રત્યાઘાતને આગેવાન હતા. એને વારસ તે વળી તેનાથીયે બૂર હતે. જીવ પર આવી જઈને ૧૮૨૫ની સાલમાં કેટલાક યુવાન અમલદારે તથા બુદ્ધિજીવીઓએ બળવો કર્યો. એ બધાયે જમીનદાર વર્ગના હતા અને તેમને જનતા કે લશ્કરનું પીઠબળ નહોતું. તેમને કચરી નાખવામાં આવ્યા. તેમનું બંડ ૧૮૨૫ના ડિસેમ્બર માસમાં થયું તેથી તેમને “ડિસેબ્રિસિસ્ટ' કહેવામાં આવે છે. રશિયામાં રાજકીય જાગૃતિ આવી હતી તેનું આ બંડ નજરે પડે એવું પ્રથમ ચિહ્ન છે. એ પહેલાં ગુપ્ત રાજકીય મંડળો ત્યાં સ્થપાયાં હતાં. કેમ કે ઝારની સરકાર કેઈ પણ પ્રકારની જાહેર રાજકીય પ્રવૃત્તિને અટકાવી દેતી હતી. આ ગુપ્ત મંડળો ચાલુ રહ્યાં અને ક્રાંતિકારી વિચારો – ખાસ કરીને બુદ્ધિજીવીઓ અને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં ફેલાવા લાગ્યા.
ક્રીમિયન વિગ્રહમાં રશિયાની હાર થયા પછી ત્યાં કેટલાક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા અને ૧૮૬૧ની સાલમાં સની પ્રથાને નાબૂદ કરવામાં આવી. ખેડૂત વર્ગને માટે તે એ ભારે વસ્તુ હતી અને છતાયે એથી તેમને ઝાઝી રાહત ન મળી કેમ કે મુક્ત કરવામાં આવેલા સફેને તેમની જિવાઈ નીકળી શકે એટલી જમીન આપવામાં આવી નહિ. દરમ્યાન કેળવાયેલા વર્ગોમાં કાંતિકારી વિચારોને ફેલાવો અને ઝારની સરકારનું તેમનું દમન એ બંને