Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
તુકી “યુરેપને બીમાર પુરુષ' બને છે સામ્રાજ્યના યુરોપના ભાગોની કેવી અવનતિ થઈ હતી તેને એક દાખલ આપેઃ ૧૮૨૯ની સાલમાં ગ્રીસ સ્વતંત્ર થયું ત્યારે પ્રાચીન કાળનું મશહૂર શહેર ઍથેન્સ આશરે ૨૦૦૦ વસતીવાળું એક ગામ બની ગયું હતું. (૧૦૦ વરસ પછી આજે એથેન્સની વસતી પાંચ લાખ કરતાં વધારે છે.)
આ વેપારની તેમ જ સંપત્તિ–ઉત્પાદક પ્રવૃત્તિઓ ઘટતી ગઈ એની છેવટે તે તુર્ક શાસકે ઉપર જ માઠી અસર થઈ સામ્રાજ્યનાં બીજાં અંગે નબળાં અને નિઃસ થતાં ગયાં તેમ તેમ તેનું હૃદય પણ દિનપ્રતિદિન નબળું અને કમજોર બનતું ગયું. આટલા બધા ઝઘડાઓ અને આટલી બધી મુશ્કેલીઓ હેવા છતાં પણ એ સામ્રાજ્ય આટલા બધા લાંબા કાળ સુધી ટયું એ ખરેખર આશ્ચર્યકારક છે.
ઘણી સદીઓ સુધી તુર્ક સુલતાનોનું બળ તેમનાં “જાંનિસાર ” સિપાઈ એના સૈન્યમાં રહેલું હતું. જાનિસાર 'નું એ સૈન્ય ખ્રિસ્તી ગુલામ સૈનિકેનું બનેલું હતું. નાનપણથી તેમને કાળજીપૂર્વક તાલીમ આપવામાં આવતી હતી. આ જાંનિસારે આપણને મિસરના મેમેલ્યુકોની યાદ આપે છે. પરંતુ એ બંનેની વચ્ચે તફાવત હતું. જાંનિસારે તુકના શ્રેષ્ઠ સૈનિકે રહ્યા એ ખરું પણ મિસરની પેઠે તેમના હાથમાં કદીયે રાજસત્તા આવી નહોતી. વળી મેમેલ્યુકોની પેઠે તેમની વંશપરંપરાગત જ્ઞાતિ નહોતી. પરંતુ ગુલામ તરીકે તેમના તરફ પક્ષપાત રાખવામાં આવતા અને મોટા મેટા હોદ્દાઓ અને ઊંચી જગ્યાએ તેમને માટે અનામત રાખવામાં આવતી. તેમના પુત્ર સ્વતંત્ર મુસલમાને થઈ જતા અને લાંબા વખત સુધી તેઓ આ સન્યમાં રહી શકતા નહિ. કેમ કે એ તે ગુલામોને માટે જ અનામત રાખવામાં આવ્યું હતું. ગોરા ખ્રિસ્તી ગુલામીમાંથી જ હમેશાં એ સૈન્યમાં ભરતી કરવામાં આવતી હતી. આ બધું અતિશય વિચિત્રતાભર્યું લાગે છે, નહિ વા? પરંતુ ગુલામ શબ્દનો આજે જેવો અર્થ કરવામાં આવે છે તે જ અર્થ ઇસ્લામી દેશોમાં તે વખતે કરવામાં નહી આવડે. ગુલામ ઘણી વાર શબ્દાર્થની તેમ જ કાયદાની દૃષ્ટિએ ગુલામ હતા પરંતુ તે રાજ્યના ઊંચામાં ઊંચા હોદ્દા સુધી ચડતા હતા. હિંદમાં દિલ્હીના ગુલામ રાજાઓનું તને સ્મરણ હશે; મિસરને સલાદીન પણ મૂળ ગુલામ હતું. તુર્કોની એવી સમજ હોય એમ લાગે છે કે શાસક વર્ગને બની શકે એટલે વધારે કાર્યદક્ષ બનાવવા માટે તેને સંપૂર્ણ તાલીમ આપવી જોઈએ. દરેક શિક્ષક જાણે છે તેમ તેઓ પણ જાણતા હતા કે, તેની બાલ્યાવસ્થા પછીને કાળ એ જ કોઈ પણ માણસને તાલીમ આપવા માટે સર્વોત્તમ કાળ છે. તેમની મુસલમાન રૈયત પાસેથી તેમનાં બાળક લઈ લઈ તેમને તેમના માબાપથી સંપૂર્ણપણે વિખૂટાં પાડવાનું કે તેમને ગુલામ બનાવવાનું સુગમ ન હોય એમ લાગે છે. આથી તેઓ નાના ખ્રિસ્તી છોકરાઓને કલજે લેતા અને તેમને સુલતાનના