Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન વખતમાં કેન્સેન્ટાઈને તેને અંગીકાર કર્યો ત્યાર પછી ખ્રિસ્તી ધર્મ જ્યારે રોમન સામ્રાજ્યને રાજધર્મ બળે ત્યારે મિસરના ખ્રિસ્તીઓએ ત્યાંને જૂને ધર્મ પાળનારા બહીધો” એટલે કે અખ્રિસ્તીઓ ઉપર ક્રૂર દમન કરીને પાછલું વેર લેવાનો પ્રયાસ કર્યો. એલેકઝાંડિયા હવે ખ્રિસ્તી વિદ્યાનું મશહૂર કેન્દ્ર બન્યું. પરંતુ ખ્રિસ્તી ધર્મ મિસરમાં રાજધર્મ બળે એટલે હવે તે આપસમાં નિરંતર લડ્યા કરતા તથા પ્રભુત્વ મેળવવા ઝઘડતા સંપ્રદાય અને પક્ષે અખાડે બની ગયો. આ લેહી વહેવડાવનારા ઝઘડાઓ સામાન્ય પ્રજાની નજરે એવા તે ઘણાસ્પદ બની ગયા કે લે કે એ બધા ખ્રિસ્તી સંપ્રદાયથી થાકી ગયા અને સાતમી સદીમાં ન ધર્મ લઈને આરબ ત્યાં આવ્યા ત્યારે તેમણે તેમને સહર્ષ વધાવી લીધા. આરબોએ મિસર તથા ઉત્તર આફ્રિકા સહેલાઈથી જીતી લીધાં તેનું એક કારણ આ પણ હતું. હવે ખ્રિસ્તી ધર્મ ફરી પાછો દમનના ભોગ બનવાની દિશામાં આવી પડ્યો અને નિર્દયપણે તેને દાબી દેવામાં આવ્યું.
આ રીતે મિસર ખલીફના સામ્રાજ્યને એક પ્રાંત બન્યું. અરબી ભાષા તથા અરબી સંસ્કૃતિ ત્યાં અતિશય ઝડપથી ફેલાયાં; તે એટલે સુધી કે અરબી ભાષાએ મિસરની પુરાણી ભાષાનું સ્થાન લીધું. ૨૦૦ વરસ પછી નવમી સદીમાં બગદાદની ખિલાત નબળી પડી ત્યારે તુર્કશાસકે નીચે મિસર અર્ધસ્વતંત્ર બની ગયું. ૩૦૦ વરસ પછી ક્રઝેડને (ધાર્મિક યુદ્ધ) મુસલમાન વીર યોદ્ધો સલાદીન મિસરને સુલતાન બન્યો. સલાદીન પછી થોડા જ વખત બાદ તેને એક વારસ કોકેસસના પ્રદેશમાંથી મોટી સંખ્યામાં તુક ગુલામોને લઈ આવ્યો અને તેમને તેણે પિતાના સૈનિકે બનાવ્યા. આ ગોરા ગુલામોને “મેમેલ્ક’ કહેવામાં આવતા. એ શબ્દનો અર્થ ગુલામ થાય છે. તેમને સૈન્ય માટે બહુ જ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવતા અને એ બધા સરસ માણસે હતા.
ડાં જ વરસોમાં આ મેમેલ્થકોએ બળવો કર્યો અને પિતામાંથી એકને તેમણે મિસરને સુલતાન બનાવ્યું. આ રીતે મિસરમાં મેમેલ્યુકોનો અમલ શરૂ થયે અને તે અઢી સદી સુધી ચાલ્યો. વળી અર્ધ સ્વતંત્ર દશામાં લગભગ બીજાં ત્રણ વરસ સુધી ત્યાં આગળ તેમને અમલ ચાલ્યા. આમ વિદેશી ગુલામેના આ સમૂહે પૈ૦૦ કરતાં વધારે વરસ સુધી મિસર ઉપર આધિપત્ય ભોગવ્યું. ઈતિહાસમાં આ એક અસાધારણ અને અદ્વિતીય દૃષ્ટાંત છે.
મિસરમાં આ મૂળ મેમેલ્યુકેને વંશપરાગત વર્ગ કે જાતિ ઊભી થવા પામી હતી એવું નથી. કેકેસસની ગેરી જાતિઓના મુક્ત ગુલામીમાંથી પસંદ કરીને તેઓ નિરંતર પિતાની સંખ્યામાં વધારે કરતા રહેતા હતા. કેસસની પ્રજાએ આર્ય જાતિની હતી એટલે આ મેમેલ્યુકો પણ આર્ય જાતિના હતા. આ વિદેશી લેકે મિસરની ભૂમિમાં ફાલ્યા નહિ. થોડી પેઢીમાં જ તેમનાં કુટુંબો મરી પરવારતાં. પરંતુ નવા નવા મેમેલ્યુક ઉમેરવામાં આવ્યા કરતા હતા
કે