Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
બ્રિટન ચીન ઉપર બળજબરીથી અફીણ લાદે છે ૭૪૯ ચીની સમ્રાટે બ્રિટિશ પ્રતિનિધિ લોર્ડ આમહસ્ટને મુલાકાત આપવાની ના પાડી અને તેને પાછા ચાલ્યા જવાનો હુકમ કર્યો. જે વિધિ કરવાની હતી તેને ક” કહેવામાં આવે છે અને તે એક પ્રકારના સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. કદાચ તે કે-તોઈંગ શબ્દ સાંભળ્યો હશે.
એટલે એ વખતે તે કંઈ બન્યું નહિ. એ દરમ્યાન અફીણને ન વેપાર દિનપ્રતિદિન વધતું જતું હતું. પરંતુ એને ન વેપાર કહેવો એ બરાબર નથી, કેમકે છેક ૧૫મી સદીમાં હિંદથી ચીનમાં અફીણની આયાત કરવામાં આવી હતી. હિંદુસ્તાને ભૂતકાળમાં ઘણી સારી સારી વસ્તુઓ ચીન મેકલી હતી પરંતુ અફીણ એ તે તેણે મેકલેલી વસ્તુઓમાં એક ખરેખર બૂરી ચીજ હતી. પરંતુ એનો વેપાર બહુ જ મર્યાદિત હતા. યુરોપિયન અને ખાસ કરીને તે બ્રિટિશ વેપારને ઈજા ધરાવનાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લીધે ૧૯મી સદીમાં એ વેપાર વધવા પામ્યો. એમ કહેવાય છે કે પૂર્વના દેશોમાં આવેલા વલંદાઓ મલેરિયાથી બચવા માટે તમાકુ સાથે મેળવીને અફીણ પીતા હતા. તેમની મારફતે ચીનમાં અફીણ પીવાની બદી દાખલ થઈ પરંતુ ચીનમાં તે એ બદીએ એથીયે ખરાબ સ્વરૂપ પકડયું. કારણ કે ચીનાઓ તમાકુ સાથે મિશ્ર કર્યા વિનાનું ચોખ્ખું અફીણ જ પીવા લાગ્યા. પ્રજા ઉપર એની માઠી અસર થવાને કારણે તથા અફીણના વેપારથી દેશમાંનું અઢળક દ્રવ્ય બહાર ઘસડાઈ જતું હોવાથી ચીનની સરકાર એ કુટેવ બંધ કરવા ચહાતી હતી.
૧૮૦૦ની સાલમાં ચીની સરકારે એક હુકમ બહાર પાડીને કોઈ પણ કામ માટે દેશમાં અફીણની આયાત કરવાની બંધી કરી. પરંતુ પરદેશીઓને એ વેપારથી ભારે ફાયદો થતું હતું. તેમણે ચોરીછુપીથી દેશમાં અફીણ ઘુસાડવાનું ચાલુ રાખ્યું અને એના પ્રત્યે આંખમીંચામણું કરે એટલા ખાતર ચીની અમલદારને લાંચ આપવા માંડી. એટલે ચીની સરકારે એવો નિયમ કર્યો કે સરકારી અમલદારેએ કઈ પણ પરદેશી વેપારીઓને મળવું નહિ. કોઈ પણ વિદેશીને ચીની કે મંચૂ ભાષા શીખવવા માટે પણ ભારે શિક્ષા ઠરાવવામાં આવી. પણ આ બધાથી કશે અર્થ સર્યો નહિ. અફીણનો વેપાર ચાલુ જ રહ્યો અને લાંચરુશવત તથા દગોફટકો મોટા પ્રમાણમાં ચાલવા લાગ્યાં. ૧૮૩૪ની સાલ પછી, જ્યારે બ્રિટિશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ચીન સાથેના વેપારને ઇજારો બંધ કર્યો અને તે બધા અંગ્રેજો માટે ખુલ્લું મૂક્યો ત્યારે તે પરિસ્થિતિ વધારે બગડવા પામી.
ચોરીછૂપીથી અફીણ ઘુસાડવાનું એકદમ વધી ગયું એટલે છેવટે ચીનની સરકારે એને દબાવી દેવાને કડક પગલાં ભરવાનો નિશ્ચય કર્યો. એ કાર્યને માટે તેણે એક યોગ્ય માણસની પસંદગી કરી. ચેરીછૂપીથી અફીણ ઘુસાડવાનું અટકાવવા માટે લીન–સી-હીની ખાસ અમલદાર તરીકે નિમણૂક કરવામાં આવી