Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઇંગ્લડ સૌથી આગળ નીકળી ગયું હતું. ૧૯મી સદીના મોટા ભાગમાં પણ તેણે પિતાની આ સ્થિતિ ટકાવી રાખી. આગળ મેં તને કહ્યું હતું તેમ ઈંગ્લેંડ દુનિયાનું કારખાનું બની ગયું હતું અને દૂર દૂરના દેશોમાંથી ત્યાં ધનદેલતને ધધ વહેવા લાગે. હિંદુસ્તાન તેમ જ અન્ય તાબાના મુલકના શેપણે તેને અઢળક અને એકધારી ખંડણી આપ્યાં કરી તથા તેની પ્રતિષ્ઠા વધારી. જ્યારે યુરોપના ઘણાખરા દેશોમાં ભારે ફેરફાર થઈ રહ્યા હતા ત્યારે ઇંગ્લંડ તે એક નકકર ખડકની માફક અડગ ઊભું હતું અને ત્યાં આગળ ક્રાંતિ થવા પામે એ સંભવ જણાતું નહોતું. ત્યાં પણ વખતેવખત ફરિયાદની બૂમ તે ઊઠતી હતી પરંતુ Èડાક વધારે લેકને મતાધિકાર આપીને તે શમાવી દેવામાં આવતી. પરંતુ આપણે જોઈ ગયાં કે એ દરમ્યાન ફ્રાંસમાં પહેલાં પ્રજાતંત્ર અને પછી સામ્રાજ્ય એમ રાજ્યવ્યવસ્થાના ઉપરાછાપરી પલટા થયા, લાંબા કાળથી ચાલતી આવતી ફાટફૂટ પછી ઇટાલીમાં નવી પ્રજાને જન્મ થયો અને તેણે આખા દ્વિપકલ્પમાં એકતા આણું અને જર્મનીમાં એક નવા સામ્રાજ્યની સ્થાપના થઈ બેજિયમ, ડેન્માર્ક અને ગ્રીસ વગેરે નાના દેશમાં પણ ઘણું ફેરફાર થયા. યુરોપના સૌથી પ્રાચીન હસબર્ગ રાજવંશની હકૂમત નીચેના ઓસ્ટ્રિયાને ફ્રાંસ, જર્મની અને ઇટાલી વગેરે દેશોએ અનેકવાર નમાવી તેને શરમિંદું કર્યું. પૂર્વમાં એક માત્ર રશિયામાં કશો ફેરફાર થતો જણાતું નહોતું. ત્યાં આગળ સર્વસત્તાધીશ ઝાર મહાન મેગલ સમ્રાટની પેઠે આપખુદ અમલ ચલાવતું હતું. પરંતુ ઔદ્યોગિક દૃષ્ટિએ રશિયા બહુ પછાત હતું અને તે ખેતીપ્રધાન દેશ હેવાથી ત્યાં મોટી વસતી ખેડૂતોની હતી. નવા વિચારો તથા નવા ઉદ્યોગનો પવન તેને હજી લાગ્યો નહતો.
ઈગ્લડે પિતાની સંપત્તિ, સામ્રાજ્ય તથા નૌકાબળને કારણે યુરેપ તેમ જ આખી દુનિયામાં પ્રભુત્વ મેળવ્યું. હવે તે આગળ પડતું રાષ્ટ્ર બન્યું હતું અને આખી દુનિયા ઉપર તેણે પિતાની જાળ બિછાવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ હજી પિતાની સ્થાનિક મુસીબતમાં ગૂંચવાયેલું હતું અને પોતાને અંતર્ગત વિકાસ સાધવામાં પરોવાયું હતું. હજી તે દુનિયાના વ્યવહારમાં માથું મારવા લાગ્યું નહોતું. માલના અવરજવરની પદ્ધતિમાં આશ્ચર્યકારક ફેરફાર થઈ રહ્યા હતા અને એને લીધે દુનિયા વધારે નાની અને સંયુક્ત થતી જતી દેખાતી હતી. આ વસ્તુ ઇંગ્લંડને દૂર દૂરના દેશે ઉપરને પિતાને સકંજો વળી વધારે દઢ કરવામાં સહાયભૂત નીવડી. આ બધા ફેરફારો થવા છતાંયે ઇંગ્લંડના રાજ્યતંત્રનું સ્વરૂપ તેનું તે જ રહ્યું ત્યાં આગળ બંધારણય એટલે કે કશી સત્તા વિનાને રાજા હતા અને પાર્લમેન્ટના હાથમાં સર્વોપરી સત્તા હતી એમ મનાતું હતું. શરૂઆતમાં તે મૂડીભર જમીનદારે અને ધનિક વેપારીઓ જ પાર્લમેન્ટના સભ્ય ચૂંટી એકલતા પરંતુ વખત જતાં જેમ.