Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન વખત થતા બળવાની પરંપરા ચાલુ રાખવા માગતા હતા. એ રીતે જ આયર્લેન્ડને આત્મા તથા તેની ભાવના નિત્યનવીન, નિર્મળ અને સતેજ રહી શકે એમ તેઓ માનતા હતા. અમેરિકામાં જઈને વસેલા આયર્લેન્ડવાસીઓએ આયર્લેન્ડની સ્વતંત્રતા માટે ત્યાં આગળ એક મંડળ કાઢયું. એ મંડળના સભ્યો “ફીનિયન' નામથી ઓળખાતા. તેઓ આયર્લેન્ડમાં નાનાં નાનાં બંડ કરાવતા. પરંતુ આમ જનતા ઉપર એની કશી અસર ન થવા પામી અને થોડા જ વખતમાં “ફનિયન” લેકને દાબી દેવામાં આવ્યા.
હવે મારે આ પત્ર પૂરો કરે જોઈએ કેમ કે, તે બહુ લાંબે થઈ ગયું છે. પરંતુ આયર્લેન્ડની વાત હજી અધૂરી રહે છે.
૧૪૦. આયર્લેન્ડમાં સીનફીન ચળવળ અને હેમ રૂલ
૯ માર્ચ, ૧૯૩૩ અનેક સશસ્ત્ર બંડ કર્યા પછી તથા દુકાળ ઇત્યાદિ બીજી આફતને કારણે સ્વતંત્રતા મેળવવા માટેની આ રીતથી આયર્લેન્ડ જરા થાયું હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં, બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય ચૂંટવા માટે મતાધિકાર વિસ્તારવામાં આવ્યું હતું તેથી ઘણું રાષ્ટ્રવાદી આયરિશ સભ્યને આમની સભામાં ચૂંટી મોકલવામાં આવ્યા હતા. આ સભ્ય આયર્લેન્ડની સ્વતંત્રતા માટે કદાચ કંઈક કરી શકશે એવી આશા લોકો સેવવા લાગ્યા હતા; સશસ્ત્ર બંડની જૂની પદ્ધતિને બદલે પાર્લામેન્ટ દ્વારા બંધારણીય માર્ગે પિતાનું ધ્યેય સિદ્ધ કરવાને તેઓ વિચાર કરવા લાગ્યા.
ઉત્તરના અલ્સર અને બાકીના આયર્લેન્ડ વચ્ચેની તડ વળી પાછી પહોળી થવા પામી હતી. જાતિ અને ધર્મના ભેદો ચાલુ જ રહ્યા અને તે ઉપરાંત તેમની વચ્ચેના આર્થિક ભેદ પણ વધારે સ્પષ્ટ બન્યા. ઇંગ્લડ તથા સ્કૉટલૅડની પેઠે અલ્સર ઉદ્યોગપ્રધાન પ્રદેશ બની ગયો અને ત્યાં આગળ મેટાં મોટાં કારખાનાંઓમાં માલ ઉત્પન્ન થવા લાગ્યો હતે. બાકીને દેશ ખેતીપ્રધાન હતા તથા ત્યાં આગળ મધ્યકાલીન પરિસ્થિતિ વર્તતી હતી. વળી તે ગરીબ હતું અને તેની વસતી ઘટી ગઈ હતી. આયર્લેન્ડના બે ભાગ પાડવાની ઇંગ્લંડની જૂની નીતિને ભારે સફળતા મળી હતી. સાચે જ તેની એ નીતિ એટલી બધી સફળ થઈ હતી કે, પાછળના વખતમાં જ્યારે તેણે આયર્લેન્ડના પ્રશ્નને ઉકેલ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઇંગ્લંડ પોતે પણ એ મુશ્કેલીમાંથી પાર ન ઊતરી શક્યું. અલ્ટર આયર્લેન્ડની સ્વતંત્રતાના માર્ગમાં ભારેમાં ભારે અંતરાયરૂપ થઈ પડ્યું. ધનિક અને પ્રોટેસ્ટંટ અલ્સરને એવો ભય રહે