Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇંગ્લેડ મિસર પચાવી પાડે છે
૯૪૫
6
સામે એક ઑર્ડિનન્સ કાઢવામાં નહેાતા આવ્યેા ! થાડા વખત પછી બાકીના આયર્લૅન્ડે અલ્સ્ટરનું અનુકરણ કરવા માંડયું તથા તેણે - રાષ્ટ્રીય સ્વયંસેવક દળ ’ ઊભું કર્યું. પરંતુ તેણે એ ળ હામ રૂલ પ્રાપ્ત કરવાને માટે અને જો જરૂર પડે તે અલ્સ્ટર સામે લડવાને ઊભું કર્યું હતું. આમ આયર્લૅન્ડમાં સામસામાં સૈન્યેા ઊભાં થયાં. અલ્સ્ટરના ખંડ માટે હથિયારબંધ સ્વય ંસેવકા ઊભા કરવાની બાબતમાં આંખઆડા કાન કરનાર બ્રિટિશ સત્તાવાળાઓએ તે હામ રૂલ બિલની સામે નહોતું છતાંયે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક ળ ’ને દાખી દેવાને ભારે જાગ્રતિ બતાવી એ ખરેખર અજાયખીભર્યું છે.
આયર્લૅન્ડમાં આ બે સ્વયંસેવક દળા વચ્ચેની અથડામણ અનિવાય હતી અને એ અથડામણ એટલે આંતરવિગ્રહ, પરંતુ એ જ અરસામાં ૧૯૧૪ની સાલના ઑગસ્ટ માસમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું અને એની આગળ ખીજી બધી બાબતો ગૌણુ બની ગઈ. હામ રૂલ બિલના બેશક કાયદા તે થયા પરંતુ સાથે સાથે જ એમાં એવી જોગવાઈ કરવામાં આવી કે મહાયુદ્ધ પૂરું થયા પહેલાં એ અમલમાં ન જ આવવું જોઈએ ! આમ હામ રૂલ પણ પહેલાંની જેમ દૂરનું દૂર જ રહ્યું અને મહાયુદ્ધ પૂરું થાય તે પહેલાં તો આયર્લૅન્ડમાં અનેક બનાવા બનનાર હતા.
હું જુદા જુદા દેશને મારા હેવાલ મહાયુદ્ધ ફાટી નીકળ્યું તે સમય સુધી લાવી રહ્યો છું. આયર્લૅન્ડમાં પણ આપણે એ તબક્કા સુધી આવી પહાંચ્યાં છીએ અને હાલ તુરત માટે આપણે અહીં જ અટકીશું. પરંતુ આ પત્ર પૂરા કરવા પહેલાં એક વસ્તુ મારે તને કહેવી જોઈએ. અલ્સ્ટરના ખંડના આગેવાનોને તેમની પ્રવૃત્તિઓ માટે શિક્ષા કરવાને બદલે પ્રધાન મડળમાં જગ્યાઓ આપીને તથા બ્રિટિશ સરકારના વહીવટ નીચે . તેમને મેટામેટા હોદ્દેદારો બનાવીને નવાજવામાં આવ્યા.
૧૪૧. ઇંગ્લેંડ મિસર પચાવી પાડે છે
૧૧ માર્ચ, ૧૯૩૩
અમેરિકાથી એક લાંબે કૂદકા મારી આટલાંટિક મહાસાગર ઓળંગી આપણે આયર્લૅન્ડ પહેાંચ્યાં. હવે વળી પાછે એક કૂદકા મારીને ત્રીજા એક ખંડ આફ્રિકા જઈ એ અને બ્રિટિશ સામ્રાજ્યવાદના શિકાર બનેલા ખીજા એક દેશ મિસર પહેાંચીએ. તારા ઉપરના મારા કેટલાક પત્રામાં મિસરના પ્રાચીન ઈતિહાસ વિષે હું ઘણી વાર ઉલ્લેખ કરી ગયા છું. મિસરના ઈતિહાસ વિષેના મારા અજ્ઞાનને કારણે એ ઉલ્લેખા ટૂંકા અને તૂટક તૂટક હતા. એ વિષયનું મને આજે છે