Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
આયલેંડમાં સીનફીન ચળવળ અને હેમ રેલ ૯૪ આખરે આયર્લેન્ડને હોમ રૂલ મળશે એમ લાગ્યું પણ હજી તે તેના માર્ગમાં અનેક બાધાઓ પડેલી હતી ! ૧૯૧૨ તથા ૧૯૧૩ની સાલમાં હેમ રૂલ બિલ ઉપર પાર્લામેન્ટ ચર્ચા ચલાવી રહી હતી તે દરમ્યાન ઉત્તર આયર્લેન્ડમાં ચિત્રવિચિત્ર બનાવો બની રહ્યા હતા. અલ્સરના આગેવાનોએ જાહેર કર્યું કે તેઓ એ બિલનો કદીયે સ્વીકાર કરનાર નથી અને એ કાયદો થશે તે પણ તેઓ તેનો સામનો કરશે. તેઓ બળ ઉઠાવવાની વાત કરવા લાગ્યા અને તેની તૈયારી પણ તેમણે કરવા માંડી. તેઓ એટલે સુધી કહેવા લાગ્યા કે હેમ રૂલને સામનો કરવા માટે તેઓ બીજી કોઈ પરદેશી સત્તાની –– તેમના મનમાં જર્મનીને ખ્યાલ હતો – મદદ લેતાં પણ અચકાવાના નથી ! આ તે ખુલ્લેખુલે અને હડહડતે રાજદ્રોહ હતે. એથીયે વધારે અજાયબી ભયું તે એ હતું કે ઇંગ્લંડના કન્ઝરવેટીવ પક્ષના આગેવાનોએ આ બંડખોર ચળવળને આશીર્વાદ આપ્યા અને ઘણાઓએ તે તેને મદદ પણ કરી. ધનિક કન્ઝરવેટી તરફથી અસ્ટરમાં પૈસાને ધોધ વહેવા લાગ્યો. એ તે દેખીતું હતું કે કહેવાતા “ઉપલા વર્ગો” અથવા તે શાસકવર્ગ સામાન્ય રીતે અલ્ટરની તરફેણમાં હતા અને એ જ રીતે એ વર્ગમાંથી આવતા ઘણું લશ્કરી અમલદારે પણ તેની તરફેણમાં હતા. ચોરીછૂપીથી અસ્ટરમાં હથિયારે સરકાવવામાં આવ્યાં અને છડેચોક સ્વયંસેવકોની કવાયત કરાવવામાં આવી. પ્રસંગ આવે ત્યારે કામ સંભાળી લેવાને માટે કામચલાઉ સરકાર પણ સ્થાપવામાં આવી. એ પણ જાણવા જેવું છે કે એફ. ઈ. સ્મિથ નામને કોન્ઝરવેટીવ પક્ષને આગળ પડતો પાર્લમેન્ટને સભ્ય અલ્ટરના આગેવાન “બંડખોર માંને એક હતું. પાછળથી લંડ બર્મનહેડ તરીકે તે હિંદી વજીર બન્યું હતું તેમ જ બીજા મોટા હોદ્દા ઉપર પણ આવ્યો હતો.
ઈતિહાસમાં બળવાની ઘટના બહુ જ સામાન્ય છે. પરંતુ આયર્લેન્ડમાં તે એ ઘટના બહુ જ મોટા પ્રમાણમાં બનવા પામી. આમ છતાંયે અસ્ટરના બળવા માટેની તૈયારીની બાબતમાં આપણે માટે વિશિષ્ટ પ્રકારનો રસ રહેલે છે. કેમ કે જે પક્ષ પિતાની બંધારણીય રીતો અને સ્થિતિચુસ્તતા માટે ગર્વે લેતે હતો તે જ પક્ષને આ બળવાની તૈયારીની પાછળ હાથ હતે. “કાયદે અને વ્યવસ્થા ની હમેશાં વાત કરનાર અને જેઓ આ કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંધન કરે તેમને ભારે શિક્ષા કરવાની હિમાયત કરનારે એ પક્ષ હતો. અને છતાં એ પક્ષના આગેવાન સભ્યો ખુલ્લંખુલ્લા રાજદ્રોહની વાત કરતા હતા તથા સશસ્ત્ર બળવાની તૈયારી કરવા લાગ્યા હતા. અને એ પક્ષના સામાન્ય લેકે તેમને નાણાં આપીને મદદ કરતા હતા ! એ પણ લક્ષમાં રાખવા જેવું છે કે હેમ રૂલ બિલ ઉપર જે વિચાર ચલાવી રહી હતી તથા પાછળથી જેણે તેને પસાર કર્યું તે પાર્લામેન્ટની સત્તા સામે જ એ બળવે જવામાં