Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
આયર્લેન્ડમાં સીનફીન ચળવળ અને હેમ રૂલ હ૩૯ હતું કે આયર્લેન્ડ સ્વતંત્ર થાય ત્યારે પિત ગરીબ અને કૅથલિક આયર્લેન્ડમાં ડૂબી જશે.
બ્રિટિશ પાર્લામેન્ટમાં તેમ જ આયર્લેન્ડમાં “હમ રૂલ' એવા બે શબ્દ વપરાવા લાગ્યા. આયર્લેન્ડની માગણીને હવે “હોમ રૂલ” નામ આપવામાં આવ્યું. આયર્લેન્ડની ૭૦૦ વરસ નૂની સ્વતંત્રતા માટેની માગણીથી આ બિલકુલ જુદી જ અને તેનાથી બહુ જ ઓછી વસ્તુ હતી. એમાં સ્થાનિક બાબતોને વહીવટ કરવા માટે તાબા નીચેની આયરિશ પાર્લામેન્ટની જોગવાઈ કરવામાં આવી હતી. મહત્ત્વની કેટલીક બાબતમાં બ્રિટિશ પાર્લામેન્ટને કાબૂ ચાલુ જ રહેતો હતો. સ્વતંત્રતાની જૂની માગણીને આવી રીતે મળી બનાવી દેવામાં ઘણું આયર્લેન્ડવાસીઓ સંમત નહતા. પરંતુ દેશ બળવા તથા લડાઈટંટાથી થાકી ગયું હતું અને બંડ ઉઠાવવા માટે કરવામાં આવેલા અનેક પ્રયત્નોમાં તેણે ભાગ લેવા ના પાડી.
બ્રિટનની આમની સભાના આયરિશ સભ્ય પૈકી ચાર્લ્સ સ્ટેવટે પાનેલ નામનો એક સભ્ય હતા. બ્રિટનના સ્થિતિચુસ્ત (કોન્ઝરવેટિવ) અને વિનીત (લિબરલ) એ બે પક્ષમાંથી એકે પક્ષ આયર્લેન્ડની બાબતમાં કશું લક્ષ નથી આપ એવો અનુભવ તેને થયો. આથી તેણે પાર્લમેન્ટની તેમની સભ્ય રમત ચલાવવાનું મુશ્કેલ કરી મૂકવાને નિર્ણય કર્યો. લાંબાં લાંબાં ભાષણો અને કેવળ વખત વિતાવવાની યુક્તિપ્રયુક્તિઓ દ્વારા બીજા કેટલાક આયરિશ સભ્ય સાથે તેણે પાર્લમેન્ટના કાર્યમાં અંતરાયો નાખવાનું શરૂ કર્યું. અંગ્રેજ લેક આ યુક્તિપ્રયુક્તિઓથી ખૂબ ચિડાયા; તેઓ કહેવા લાગ્યા કે આ રીતે વર્તનારા આયરિશ સભ્ય સંગ્રહસ્થ નથી, તેઓ પાર્લામેન્ટની નીતિરીતિ જાણતા નથી. પરંતુ આ ટીકાઓની પાનેલ ઉપર કશી અસર ન થઈ. અંગ્રેજોએ બનાવેલાં ધારાધોરણ અનુસારની પાર્લામેન્ટની ડાહીડમરી રમત રમવા તે પાર્લામેન્ટમાં નહોતે આવ્યો. તે તો ત્યાં આયર્લેન્ડની સેવાને અર્થે આવ્યો હતો અને સામાન્ય રીતોથી જે તે એ ન કરી શકે, તે અસામાન્ય રીતે અખત્યાર કરવામાં તે વાજબી હતું એવું તેનું માનવું હતું. એ ગમે તેમ હો પણ આ રીતે આયર્લેન્ડ તરફ પાર્લામેન્ટનું લક્ષ ખેંચવામાં તે સફળ થયો.
પાર્નેલ બ્રિટનની આમની સભાના આયરિશ હેમ રૂલ પક્ષના નેતા બન્ય. આ પક્ષ બ્રિટનના જૂના બે પક્ષોને કંટાળાજનક થઈ પડ્યો. એ બંને પક્ષોનું બળ જ્યારે લગભગ સમાન હોય ત્યારે આયરિશ હોમ રૂલ પક્ષ ધારે તે પક્ષનું પલ્લું નમાવી શકત. આ રીતે આયર્લેન્ડનો પ્રશ્ન હમેશાં આગળને આગળ રાખવામાં આવતો. ડસ્ટન આખરે આયર્લેન્ડને હોમ રૂલ આપવાને સંમત થયા. સને ૧૮૮૬ની સાલમાં તેણે આમની સભામાં હેમ રૂલ બિલ રજૂ કર્યું. સ્વરાજની દિશામાં આ બહુ જ મેળું પગલું હતું. પણ એણે ભારે ખળભળાટ