Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
અમેરિકાનું અણુછતુ સામ્રાજ્ય
६२४ દેષોનું ત્યાં ઝાઝું મહત્ત્વ નહોતું. કેળવણીની સમાન અને એકધારી પદ્ધતિએ થોડા જ વખતમાં તેમની પુરાણી રાષ્ટ્રીયતાના પાસાઓ ધસી નાખ્યા અને ભિન્ન ભિન્ન જાતિઓના ખીચડામાંથી અમેરિકન નાગરિકને નમૂને પેદા થવા લાગ્યો. પહેલેથી ત્યાં આવેલા અંગ્લે-સેકશન લેકે પિતાને ઉમરાવ તરીકે લેખતા હતા અને તેઓ જ સમાજના અગ્રણીઓ હતા. ઉત્તર યુરોપના લોકોને દરજો તેમના પછીને હતો અને એ તેમના દરજજાથી બહુ નીચે ન હતે. દક્ષિણ યુરોપના અને ખાસ કરીને ઇટાલીના લેકીને એ ઉત્તર યુરોપના લોકે હલકા ગણતા હતા અને કંઈક તિરસ્કારપૂર્વક તેઓ તેમને “ગઝ” કહેતા. હબસીઓ તે અલબત એ સૌથી અળગા જ હતા. સમાજમાં તેઓ સૌથી નીચે હતા અને તેઓ કોઈ પણ ગોરી પ્રજા સાથે ભળી શકતા નહિ. દેશના પશ્ચિમ કાંઠા ઉપર થડા ચીની, જાપાની અને હિંદી લેકે વસતા હતા. જ્યારે ત્યાં આગળ મજૂરોની ભારે માગ હતી ત્યારે તે લેકે ત્યાં આવ્યા હતા. આ એશિયાઈ જાતિઓને પણ બીજા બધાથી અળગી રાખવામાં આવતી હતી.
રેલવે તથા ટેલિગ્રાફની વિસ્તીર્ણ જાળે આ વિશાળ દેશના જુદા જુદા ભાગોને એકબીજા સાથે સાંકળી લીધા. પહેલાંના વખતમાં આ વસ્તુ બનવી અશક્ય હતી. ત્યારે તે દેશના એક કાંઠેથી બીજે કાંઠે જતાં અઠવાડિયાઓ અને મહિનાઓ વીતી જતા. આપણે આગળ જોઈ ગયાં કે પહેલાંના વખતમાં એશિયા તથા યુરોપમાં વિશાળ સામ્રાજ્ય અનેક વાર ઊભાં થયાં હતાં. પરંતુ પરસ્પર સંપર્ક સાધવાની, અવરજવરની અને માલની લાવલઈજા કરવાની મુશ્કેલીઓને કારણે તે સામ્રાજ્યના ભાગે એકબીજા સાથે નિકટપણે સંકળાયેલા નહોતા. સામ્રાજ્યના જુદા જુદા ભાગો લગભગ સ્વતંત્ર રહીને પિતાનું નિરાળું જીવન જીવી શકતા. માત્ર તેઓ સમ્રાટનું આધિપત્ય માન્ય રાખતા અને તેને ખંડણી ભરતા. એક નાયકની આગેવાની નીચેનું જુદા જુદા દેશનું તે એક શિથિલ મંડળ હતું. તેમની બધાની સમાન હોય એવી કોઈ દૃષ્ટિ નહતી.
જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં રેલવે તથા અવરજવરની અને સંપર્ક સાધવાની બીજી પદ્ધતિઓને કારણે તેમ જ સમાન કેળવણીને લીધે તેમાં વસતી જુદી જુદી જાતિઓમાં આવી સર્વસાધારણ દૃષ્ટિ ઉદ્દભવી અને વિકસી. એ જાતિઓ એકબીજીમાં ભળી ગઈ અને તેમાંથી એક નવી જ પ્રજા જન્મી. હજી એ પ્રક્રિયા પૂરી નથી થઈ પણ ચાલુ જ છે. ઈતિહાસમાં આવડા મોટા પાયા ઉપર એકીકરણ થયાનો બીજો એકે દાખલ નથી.
યુનાઈટેડ સ્ટેટ્સે યુરોપની ગૂંચવણભરી પરિસ્થિતિ તથા તેની સત્તાઓના કાવાદાવાઓમાંથી અળગા રહેવાનો પ્રયાસ કર્યો તથા યુરેપ પણ ઉત્તર તેમ જ દક્ષિણ અમેરિકાની બાબતમાં અળગું રહે એમ ઇચ્છયું. હું આગળ તને મનરે સિદ્ધાંત” વિષે કહી ગયો છું. સ્પેનનું સામ્રાજ્ય ટકાવી રાખવાને માટે