Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૩૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઉપરથી અંગ્રેજો સામેના તેના કોપને આપણને કંઈક ખ્યાલ આવે છે. તે કહે છે, “કોલસા સિવાયની હરેક બ્રિટિશ વસ્તુને બાળી મૂકે.” ડબ્લનના સંત પૅટ્રિકના દેવળમાં આવેલી તેની કબર ઉપરનો મૃત્યુલેખ તો એના કરતા વધારે કડવાશથી ભરેલું છે. ઘણું કરીને એ મૃત્યુલેખ સ્વિફટે પિતે જ લખ્યો હતે.
જે ત્રીસ વર્ષો સુધી મંદિરે હતે અધ્યક્ષ—જેનાથન સ્વિફટ–અહીં તેનું પડયું માટી તળે કલેવર. પ્રકેપ ના જંગલી કેરી ખાઈ એના હવે અંતરને કદી શકે. જા પાન્ય! ને જે તુજથી બને તો થેંડુંક એને પગલે તું ચાલજે,
એને – લીધે ભાગ સ્વતંત્રતાની
* રક્ષાર્થ મદનભરેલ જેણે. ૧૭૪ની સાલમાં અમેરિકાનો સ્વાતંત્ર્ય વિગ્રહ ફાટી નીકળે અને બ્રિટિશ સૈન્યને આલાંટિક પાર મેકલવું પડયું. આથી આયર્લેન્ડમાં બ્રિટિશ લશ્કર બિલકુલ રહ્યું નહિ અને ફ્રાંસ તેના ઉપર ચડાઈ કરશે એવી વાત થવા લાગી. કેમ કે ફ્રાંસે પણ ઇંગ્લંડ સામે લડાઈ જાહેર કરી હતી. આથી આયર્લેન્ડના કેથલિક તેમ જ ટૅટેસ્ટંટ બંનેએ દેશના બચાવને અર્થે સ્વયંસેવક દળ ઊભું કર્યું. થોડા વખત માટે તે તેઓ પિતાનાં જૂનાં વેરઝેર ભૂલી ગયા. તેમનામાં કેટલું સામર્થ્ય રહેલું છે એની તેમને આ રીતે પરસ્પર સહકાર કરતાં ખબર પડી. બીજા એક બળવાની ધમકીને સામને કરવાની સ્થિતિ ઇંગ્લેન્ડ સામે ખડી થઈ અને અમેરિકાની પેઠે આયર્લેન્ડ પણ તેનાથી છૂટું પડી જશે એવા ડરથી આયર્લેન્ડને સ્વતંત્ર પાર્લામેન્ટ આપવામાં આવી. આમ સિદ્ધાંતની દૃષ્ટિએ તે આયર્લેન્ડ ઇગ્લેડથી સ્વતંત્ર થયું પણ તે એક જ રાજાના અમલ નીચે રહ્યું. વળી એ આયરિશ પાર્લામેન્ટ પણ તેની જૂની પાર્લામેન્ટના જેવી જ હતી. મૂડીભર જમીનદારનો જ તેના ઉપર કાબૂ હતું તથા પહેલાં કૅથલિક ઉપર જુલમ ગુજારનાર પ્રોટેસ્ટટોનું જ તેમાં પ્રતિનિધિત્વ હતું. કેથલિકો ઉપર હજીયે અનેક પ્રકારની બાધાઓ લાદવામાં આવી હતી. તફાવત માત્ર એટલો જ હતું કે, પ્રેટેસ્ટંટ અને કૅથલિકે વચ્ચે કંઈક સારું વાતાવરણ પેદા થયેલું દેખાતું હતું. આ પાર્લમેન્ટને નેતા હેત્રી ગ્રેટન હતું, તે પોતે પ્રોટેસ્ટંટ હતું અને કેથલિક ઉપરનાં બંધને દૂર કરવા માગતા હતા. પરંતુ એ બાબતમાં તે ઝાઝું કરી શક્યો નહિ.
દરમ્યાન ફ્રાંસની ક્રાંતિ થઈ અને એને કારણે આયર્લેન્ડમાં ભારે આશા પેદા થઈ અજાયબીની વાત તે એ છે કે કૅથલિક તથા પ્રોટેસ્ટટ એ બંનેએ