Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇંગ્લડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીને ઝઘડે હશે એને વધાવી લીધી. તેઓ બંને એકબીજાની વધુ ને વધુ નિકટ આવતા જતા હતા. એ બંનેનું એક્ય સાધવાને તથા કૅથલિકને મુક્ત કરવાને “યુનાઈટેડ આયરિશમૈન”(એકત્રિત આયડવાસીઓ) નામની સંસ્થા સ્થાપવામાં આવી, પરંતુ સરકારે એ સંસ્થાને મંજૂર ન કરી અને તેને કચરી નાખી. આથી ૧૭૯૮ની સાલમાં પહેલાંની પેઠે અનિવાર્યપણે ફરી પાછું બંડ થયું. પહેલાંનાં કેટલાંક બંડેની પેઠે એ અલ્સર તથા બાકીના દેશ વચ્ચેની ધાર્મિક લડાઈ નહોતી. એ રાષ્ટ્રીય બળ હતો અને તેમાં અમુક અંશે એ બંનેએ ભાગ લીધે. ઈંગ્લેંડે એ બળવાને દબાવી દીધો અને તેના વીર સરદાર વુલ્ફ ટોનને દેશદ્રોહી તરીકે ફાંસીએ લટકાવવામાં આવ્યું.
આમ આયર્લેન્ડને સ્વતંત્ર પાર્લામેન્ટ આપવામાં આવી તેથી આયરિશ પ્રજાની સ્થિતિમાં ઝાઝો ફેર ન પડ્યો એ સ્પષ્ટ હતું. ઇંગ્લંડની પાર્લામેન્ટ પણ એ વખતે તે બહુ જ મર્યાદિત અને સડેલી વસ્તુ હતી. પોકેટબરે દ્વારા તથા બીજી એવી જ રીતે તે ચૂંટાતી હતી અને થોડા જમીનદારો તથા ગણ્યાગાંઠયા ધનિક વેપારીઓને તેના ઉપર કાબૂ હતે. આયરિશ પાર્લામેન્ટમાં આ બધાં અનિષ્ટ ત હતાં જ અને વધારામાં કૅથલિકાના દેશમાં તે મૂઠીભર પ્રોટેસ્ટમાં મર્યાદિત હતી. આમ છતાંયે આ આયરિશ પાર્લામેન્ટને બંધ કરીને આયર્લેન્ડને ઈંગ્લેંડ સાથે જોડી દેવાને બ્રિટિશ સરકારે નિર્ણય કર્યો. આયર્લેન્ડમાં એની સામે ભારે વિરોધ જાગ્યો પરંતુ ડબ્લિનની પાર્લમેન્ટના સભ્યોને ખૂબ લાંચ આપીને પિતાની જ પાર્લામેન્ટ બંધ કરવાને મત આપવા તેમને સમજાવવામાં આવ્યા. ૧૮૦૦ની સાલમાં “એકટ ઑફ યુનિયન’(ઈગ્લેંડ અને આયર્લેન્ડના જોડાણને કાયદો પસાર કરવામાં આવ્યું. ગ્રેટનની અલ્પજીવી પાર્લમેન્ટને આ રીતે અંત આવ્યો અને તેને બદલે થોડા આયરિશ સભ્યો લંડનની બ્રિટિશ પાર્લામેન્ટમાં મોકલવાની ગોઠવણ કરવામાં આવી.
એ નીતિભ્રષ્ટ આયરિશ પાર્લામેન્ટને બંધ કરવામાં આવી એથી કંઈ ભારે નુકસાન થયું એમ ન કહી શકાય. હા, એટલું ખરું કે પાછળથી એને વિકાસ થાત અને તે વધારે સારી થવા પામત એ અવકાશ ન રહ્યો. પરંતુ આ “એકટ ઓફ યુનિયન’, એણે ખરેખરું નુકસાન કર્યું અને સંભવ છે કે એ નુકસાન કરવાને ઈરાદે રાખવામાં આવ્યું હોય પણ ખરે. ઉત્તર અને દક્ષિણ આયર્લેન્ડની તથા પ્રોટેસ્ટંટ અને કેથલિક વચે એકતા આણવાની ચળવળને અંત લાવવામાં એ કાયદે ફતેહમંદ નીવડો. પ્રોટેસ્ટંટ અલ્સરે બાકીના આયર્લેન્ડ તરફ ફરી પાછી પૂઠ ફેરવી અને પરસ્પર એ બંને ભાગનાં મન ઊંચાં થયાં. એ બે વચ્ચે બીજે પણ એક તફાવત દાખલ થવા પામ્યું. ઈંગ્લંડની પેઠે અચ્છર આધુનિક ઉદ્યોગો તરફ વળ્યું. બાકીનું આયર્લેન્ડ કૃષિ . પ્રધાન રહ્યું. વળી ત્યાંની જમીન-પદ્ધતિ તથા નિરંતર ચાલતા પરદેશગમનને