Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન
આયરિશ લેાકેાના તેજોવધ કરવાના આ પ્રયત્નમાં ઇલિઝાખેથ પછી ગાદીએ આવનાર ઇંગ્લેંડના જેમ્સ પહેલા એક ડગલું આગળ વધ્યા. તેણે તા આયર્લૅન્ડમાં વ્યવસ્થિત રીતે પરદેશી વસાહતીઓ વસાવવાનો નિર્ણય કર્યાં. એને માટે તેણે ઉત્તર આયર્લૅન્ડમાં અલ્સ્ટરનાં છ પરગણાંની લગભગ બધી જ જમીન જપ્ત કરી. ત્યાં આગળ કશા દામ વિના જમીન મળે એમ હતું એટલે ઈંગ્લેંડ અને સ્કોટલૅન્ડમાંથી સાહસખારાનાં ટોળેટેળાં ત્યાં આવ્યાં. ઘણાખરા અંગ્રેજો તથા કાંટાને જમીન મળી અને તે ખેડૂતા તરીકે ત્યાં વસ્યા. લંડન શહેરને પણુ આ વસાહતના કાર્યોંમાં ફાળા આપવાનું કહેવામાં આવ્યું અને ‘ અલ્સ્ટરની વસાહત ' માટે તેણે એક ખાસ મંડળ સ્થાપ્યું. આને જ કારણે ઉત્તરનુ ડરી નામનુ શહેર લડનારી તરીકે ઓળખાવા લાગ્યું.
૯૩૨
આમ અલ્સ્ટર એ આયર્લૅન્ડમાં ઇંગ્લેંડના એક ભાગ જેવું બની ગયું. આયરિશ લેકાને એના તરફ ભારે રોષ હતા એમાં કશું આશ્ચર્ય નથી. આ નવા અલ્સ્ટરવાસીએ પણુ આયરિશ લેને ધિક્કારતા હતા તથા તેમને હલકા ગણતા હતા. આયર્લૅન્ડને એ દુશ્મન છાવણીઓમાં વહેંચી નાખવું એ ઈંગ્લંડની કેવી ભારે ઉસ્તાદીભરી સામ્રાજ્યવાદી રમત હતી ! ૩૦૦ વરસ પછી આજે પણુ અલ્સ્ટરને કાયડા અણુઊકલ્યા જ રહ્યો છે.
અલ્સ્ટરની વસાહત વસાવ્યા પછી થેાડા જ વખતમાં ઈંગ્લેંડમાં પા મેન્ટ તથા ચાર્લ્સ પહેલા વચ્ચે આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. પાર્લમેન્ટના પક્ષમાં પ્યુરીટન તથા પ્રોટેસ્ટટા હતા. કૅથલિક આયર્લૅન્ડ સ્વાભાવિક રીતે જ રાજાના પક્ષમાં રહ્યું અને અલ્સ્ટર પામેન્ટને પક્ષે. આયરિશ લાકાને એવા ભય હતો અને એ ભય સકારણ હતા - પ્યુરીટના કૅથલિક સંપ્રદાયને કચરી નાખશે. આથી ૧૬૪૧ની સાલમાં તેમણે જબરો બળવા કર્યાં. આ બળવેા તથા તેનું દમન આગળના બળવા તથા તેના દમન કરતાં અનેકગણાં ધાતકી અને પાશવ હતાં. કૅથલિક આયરિશ લોકાએ પ્રોટેસ્ટંટ લોકાની નિર્દયપણે કતલ કરી. ક્રમવેલે લીધેલું એનું વેર અતિશય ભયંકર હતું. આયરિશ લેાકેાની અને ખાસ કરીને કૅથલિક પાદરીઓની અનેક વાર કતલ કરવામાં આવી. અને આયર્લૅન્ડમાં ક્રમવેલનું નામ હજી પણ કડવાશથી યાદ કરવામાં આવે છે.
કે
-
આવા અત્યાચાર ગુજારવામાં આવ્યા અને નિર્ધ્યતા દાખવવામાં આવી છતાંયે એક પેઢી પછી આયર્લૅન્ડમાં કરી પાછો બળવા અને આંતરવિગ્રહ ફ્રાટી નીકળ્યા. એમાં લંડનડરી તથા લિમેરિકના વેરાના બે બનાવા આગળ તરી આવે છે. અલ્સ્ટરમાં આવેલા લંડનડરીના પ્રાટેસ્ટંટ શહેરને ૧૬૮૮ની સાલમાં કૅથલિક આયરિશ લોકેાએ ઘેરા ધાલ્યા. તેના રક્ષકા પાસે ખારાક નહાતો રહ્યો અને તે ભૂખે મરતા હતા છતાંયે તેને બહાદુરીપૂર્વક બચાવ કરવામાં આબ્યા. ચાર માસના ઘેરા અને તંગી પછી બ્રિટિશ વહાણા ત્યાં આગળ ખારાકી