Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇંગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે સાત સદીના ઝઘડા
૯૩૧
વિજેતા વિલિયમની સરદારી નીચે ૧૧મી સદીમાં નામ ન લેાકાએ ઇંગ્લંડ જીતી લીધું હતું એ તને યાદ હશે. ૧૦૦ વરસ બાદ આ એંગ્લો-નામન ( ઇંગ્લંડમાં વસેલા નામન) લેકાએ આયર્લૅન્ડ ઉપર ચડાઈ કરી અને ‘પેઈલ ’ નામથી ઓળખાતા ભાગ જીતી લીધે!. ૧૧૬૯ની સાલની આ એંગ્લો-નામન લકાની ચડાઈએ ત્યાંની પ્રાચીન ગૅલિક સંસ્કૃતિને ભારે હાનિ પહોંચાડી અને ત્યારથી આયરિશ જાતિ અથવા કબીલા સાથેના લગભગ અવિરત વિગ્રહ ચાલુ થયા. સદી સુધી ચાલુ રહેલાં આ યુદ્દો સપૂર્ણ પણે પાશવ અને ધાતકી હતાં. અંગ્રેજો ( હવે એંગ્લો-નોમન લેાકાને એ નામથી ઓળખી શકાય ) આયરિશ કાને હલકા ગણતા અને તેમને એક અજગલી જાતિ તરીકે લેખતા. તે ભિન્ન જાતિના હતા. અંગ્રેજો અંગ્લા-સૅકસન જાતિના હતા જ્યારે આયરિશ લેકા કેલ્ટ જાતિના હતા. પાછળના વખતમાં તો તેમના ધર્માં પણ ભિન્ન થઈ ગયા. અંગ્રેજો તથા સ્કોટ લેાકેા પ્રોટેસ્ટંટ બન્યા અને આયરિશ લાંકા તા સમન કૅથલિક સંપ્રદાયને જ વફાદારીપૂર્વક વળગી રહ્યા. આથી આ અંગ્રેજો અને આયરિશ લેકા વચ્ચેનાં યુદ્ધોમાં જાતિ જાતિ વચ્ચેનાં તેમ જ ધમ ધર્મ વચ્ચેનાં યુદ્ધોમાં હાય છે તે બધી તીવ્રતા અને ઉગ્રતા હતી. અંગ્રેજોએ એ બંને જાતનુ મિશ્રણ થતું અટકાવ્યું. તે એટલે સુધી કે, અંગ્રેજ અને આયરિશ લેાકેા વચ્ચે આંતરવિવાહુ અટકાવનારે કાયદો પણ કરવામાં આવ્યે.
આયર્લૅન્ડમાં એક પછી એક એમ બળવા થતા જ રહ્યા અને એ બધાને ભારે નિર્દયતાથી આવી દેવામાં આવતા હતા. આયરિશ લેાકેા સ્વાભાવિક રીતે જ પોતાના વિદેશી શાસકેાને તથા દમન કરનારાઓને ધિક્કારતા હતા અને જ્યારે જ્યારે તેમને યોગ્ય તક મળતી ત્યારે અથવા એવી તક વિનાયે તે બળવા પાકારતા. “ ઇંગ્લંડની મુશ્કેલી એ આયર્લૅન્ડની તક છે” એ એક જાનુ કહેણુ છે અને રાજકીય તથા ધાર્મિક કારણાને લીધે આયર્લૅન્ડ ક્રાંસ તથા સ્પેન જેવા ઇંગ્લેંડના દુશ્મનેાના પક્ષ કરતું. આથી અંગ્રેજો ક્રોધથી આંધળા બનતા. એ રીતે પેાતાની પીઠ પાછળ ઘા કરવામાં આવે છે એમ તેમને લાગતું અને અનેક પ્રકારના અત્યાચારથી તેઓ એને બદલેા વાળતા. ૧૬મી સદીમાં ઇલિઝાબેથ રાણીના અમલ દરમ્યાન તેમની વચ્ચે અગ્રેજ જમીનદારા વસાવીને બડખાર આયરિશ લેાકાના સામના તેાડી નાખવાને તથા તેમને હમેશાં દાખેલા રાખવાને નિણ્ય કરવામાં આવ્યા. આથી જમીન જપ્ત કરવામાં આવી અને પહેલાંના સમયથી ચાલ્યા આવેલા જાના આયરિશ જમીનદારને સ્થાને વિદેશી જમીનદારા આવ્યા. આમ આયર્લૅન્ડ એ વિદેશી જ્મીનદારોવાળુ લગભગ ખેડૂતોનું રાષ્ટ્ર જ રહ્યુ. સદીઓ વીત્યા ખાદ પણ આયરિશ લેાકાની નજરે એ જમીનદારે પરદેશી રહ્યા.