Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન રાષ્ટ્ર નીરોગી હોઈ શક્તાં નથી. એટલે એવી વ્યક્તિ કે રાષ્ટ્ર ભૂતકાળ તરફ નજર કરે અને ભૂતકાળમાં જ મગ્ન રહે એ સ્વાભાવિક છે.
આમ આયર્લેન્ડ હજી પણ પિતાના ભૂતકાળમાં જ મગ્ન રહે છે, અને આયરિશ લે કે પ્રાચીન કાળમાં તે સ્વતંત્ર હતું તે દિવસેનાં સ્મરણો પ્રેમપૂર્વક સંઘરી રાખે છે અને સ્વાતંત્ર્ય માટેની તેની અનેક લડતે તથા તેની જૂની ફરિયાદોની યાદ હમેશાં તાજી રાખે છે. જ્યારે આયર્લેન્ડ આખા પશ્ચિમ યુરેપનું વિદ્યાનું કેન્દ્ર હતું અને દૂર દૂરના દેશોના વિદ્યાર્થીઓ ત્યાં આગળ વિદ્યા સંપાદન કરવાને આવતા હતા તે ૧૪૦૦ વરસ પૂર્વેના કાળ તરફ એટલે કે ઈશુની ૬ઠ્ઠી સદી તરફ તેઓ નજર કરે છે. એ સમયે રોમન સામ્રાજ્ય ભાગી પડયું હતું અને વેન્ડાલ તથા દૂણ લેકાએ રોમન સંસ્કૃતિને કચરી નાખી હતી. એ દિવસોમાં આયર્લેન્ડ, યુરેપમાં સંસ્કૃતિ ફરીથી સજીવન થઈ ત્યાં સુધી ત્યાં આગળ સંસ્કૃતિની જ્યોત બળતી રાખનાર એક સ્થાન હતું એમ કહેવાય છે. ખ્રિસ્તી ધર્મ આયર્લેન્ડમાં ઘણે વહેલે દાખલ થયે હતે. આયર્લેન્ડને સંત પ્રેટ્રિક એ ત્યાં લાવ્યું હતું એમ ધારવામાં આવે છે. આયર્લેન્ડમાંથી જ તે ઈગ્લેંડના ઉત્તરના ભાગમાં પ્રસર્યો. આયર્લેન્ડમાં અનેક મઠ સ્થપાયા અને હિંદના આશ્રમે તથા બૌદ્ધ મઠોની પેઠે તે વિદ્યાનાં ધામ બની ગયા. ત્યાં આગળ ઘણુંખરું ખુલ્લી જગ્યામાં શિક્ષણ આપવામાં આવતું. આ મઠેમાંથી મિશનરીઓ અખ્રિસ્તી લેકેને નવા ખ્રિસ્તી ધર્મને ઉપદેશ આપવાને ઉત્તર તથા પશ્ચિમ યુરોપમાં જતા. આયર્લેન્ડના આ મઠેમાં કેટલાક સાધુઓ મનહર હસ્તપ્રતો લખતા તથા અનેક રીતે તેને શણગારતા. આવું એક સુંદર હસ્તલિખિત પુસ્તક હાલ ડબ્લિનમાં રાખવામાં આવ્યું છે. એનું નામ “બુક ઓફ કેલ્સ’ છે અને ઘણું કરીને તે ૧૨૦૦ વરસ ઉપર લખાયું હતું.
ઈશુની છઠ્ઠી સદી પછીનાં ૨૦૦ કે ૩૦૦ વરસના કાળને ઘણાખરા આયરિશ લેકે એક પ્રકારના સુવર્ણ યુગ તરીકે લેખે છે. એ કાળમાં ગેલિક સંસ્કૃતિ તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી. કાળનું લાંબું અંતર ઘણુંખરું પુરાણું ભૂતકાળની આસપાસ મેહકતાનું વાતાવરણ પેદા કરે છે અને વાસ્તવમાં તે હોય છે તેના કરતાં તેને અધિકતર મહાન બતાવે છે. આયર્લેન્ડ તે સમયે જુદા જુદા કબીલાઓમાં વિભક્ત હતું અને આ કબીલાઓ આપસમાં નિરંતર લડ્યા કરતા હતા. મહેમાંહેના ઝઘડા એ હિંદની પેઠે આયર્લેન્ડની પણ નબળાઈ હતી. ત્યાર પછી ઈગ્લેંડ અને ક્રાંસની જેમ ત્યાં આગળ પણ ન લેકે આવ્યા. તેમણે આયર્લેન્ડના લેકીને બરબાદ કર્યા તથા તેમની પાસેથી મોટો પ્રદેશ પડાવી લીધે. ૧૧મી સદીમાં બ્રીઅન બરુમા નામના એક મશહૂર આયરિશ રાજાએ ડેન લેકેને હરાવ્યા અને થોડા વખત માટે આયર્લેન્ડને એક કર્યું. પરંતુ તેના મરણ પછી દેશના ફરી પાછા ભાગલા પડી ગયા.