Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૨૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન યુરોપની કેટલીક સત્તાઓ – હેલી ઍલાયન્સ– દક્ષિણ અમેરિકામાં વચ્ચે પડવા માગતી હતી તે સમયે પ્રમુખ મનરેએ એ નિયમ કર્યો હતો. મનરેએ જાહેર કર્યું કે સમગ્ર અમેરિકામાં – ઉત્તર અને દક્ષિણ કઈ પણ ઠેકાણે – યુરેપની કોઈ પણ સત્તા લશ્કરી દખલ કરે તે યુનાઈટેડ સ્ટેટ્સ સાંખી શકે એમ નથી. આ જાહેરાતે દક્ષિણ અમેરિકાનાં તરુણ પ્રજાસત્તાકોને યુરેપના હુમલાથી બચાવ્યાં. એને કારણે એક વખત તે ઇંગ્લેંડ સાથે યુદ્ધ ફાટી નીકળવા સુધીની કટોકટી ઊભી થઈ હતી પરંતુ આજે ૧૦૦ કરતા વધારે વરસથી અમેરિકા એ નીતિને સફળતાપૂર્વક વળગી રહ્યું છે. દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકાથી બિલકુલ ભિન્ન હતું અને ૧૦૦ વરસ વીત્યા પછી પણ એ ભિન્નતા જરા પણ ઓછી થઈ નથી. ઉત્તરમાં આવેલું કેનેડા દિવસે દિવસે યુનાઈટેડ સ્ટેટ્સના જેવું થતું જાય છે પણ દક્ષિણ અમેરિકાનાં પ્રજાસત્તાકે તે એવાં ને એવાં જ રહ્યાં છે. મેં તને એક વાર કહ્યું છે તેમ મેકિસકો -– જે કે તે ઉત્તર અમેરિકામાં આવેલું છે – સહિત દક્ષિણ અમેરિકાનાં બધાં પ્રજાસત્તાકે લેટિન પ્રજાસત્તાકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ તથા મેકિસકે વચ્ચેની સરહદ બે ભિન્ન પ્રજાઓ અને સંસ્કૃતિઓને જુદી પડે છે. એની દક્ષિણે મધ્ય અમેરિકાની સાંકડી પટીમાં તથા દક્ષિણ અમેરિકાના સમગ્ર વિશાળ ખંડમાં સ્પેનિશ અને પિર્ટુગીઝ ભાષા બેલાય છે. આ આખા પ્રદેશમાં પ્રધાનપણે સ્પેનિશ ભાષા બોલાય છે કેમ કે મને ખબર છે ત્યાં સુધી પોર્ટુગીઝ ભાષા માત્ર બ્રાઝિલમાં જ બેલાય છે. દક્ષિણ અમેરિકાને કારણે સ્પેનિશ ભાષા એ આજે દુનિયાની એક પ્રધાન ભાષા છે. લેટિન અમેરિકા સાંસ્કૃતિક પ્રેરણાને માટે હજી પણ સ્પેન તરફ નજર કરે છે. યુનાઈટેડ સ્ટેટ્સ તથા કેનેડામાં જાતિ જાતિ વચ્ચેની ભિન્નતાઓને જેટલું મહત્વ આપવામાં આવે છે તેટલું મહત્ત્વ અહીં આપવામાં આવતું નથી. ત્યાંના આદિવાસી રેડ ઇન્ડિયને તેમ જ કંઈક અંશે હબસીઓ જોડે પણ સ્પેનિશ જાતિને આંતરવિવાહ થવાને કારણે ત્યાં આગળ મિશ્ર જાતિ પેદા થવા પામી છે.
૧૦૦ વરસ સુધી સ્વતંત્રતા ભગવ્યા છતાયે દક્ષિણનાં આ લૅટિન પ્રજાસત્તાકે હજી થાળે પડ્યાં નથી. થોડા થોડા વખતને અંતરે ત્યાં આગળ ક્રાંતિઓ થયા કરે છે તથા લશ્કરી સરમુખત્યારી થપાય છે. આથી તેના નિરંતર બદલાતા રહેતા રાજકારણ તથા સરકારના પલટાઓને સમજવા એ સહેલું નથી. આજેન્ટિના, બ્રાઝિલ તથા ચીલી આ ત્રણે દક્ષિણ અમેરિકાના મુખ્ય દેશ છે. ઉત્તર અમેરિકામાં આવેલું મેકિસકે એ આગળ પડતે લૅટિન અમેરિકન દેશ છે.
| મનરે સિદ્ધાંત દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સે લેટિન અમેરિકામાં યુરોપની દખલ અટકાવી. પરંતુ તેની સમૃદ્ધિ વધતી ગઈ તેમ તેમ પિતાની વૃદ્ધિ કરવાને માટે