Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
અમેરિકાનું અણ છતું સામ્રાજ્ય
૯ર૭ એવા દેશો પિતાના ઉપરના બીજાઓના આર્થિક પ્રભુત્વને કારણે તેમના કાબૂ નીચે રહેલા આપણે જોવામાં આવે છે. હિંદનું બ્રિટિશ સામ્રાજ્ય એ તે આંધળો પણ જોઈ શકે એવી દેખીતી વસ્તુ છે. હિંદ ઉપર બ્રિટનને રાજકીય કાબૂ છે. પણ આ છતા સામ્રાજ્યની સાથે સાથે જ અને એના એક આવશ્યક અંગ તરીકે હિંદ ઉપર બ્રિટનને આર્થિક કાબૂ પણ છે. હિંદ ઉપરના બ્રિટનના કાબૂને ચેડા જ વખતમાં અંત આવે અને એમ છતાં હિંદ ઉપર તેને આર્થિક કાબૂ તેના અણુછતા સામ્રાજ્યના રૂપમાં રહેવા પામે એ બિલકુલ સંભવિત છે. જે એમ બનવા પામે તે સમજવું કે હિંદનું બ્રિટનનું શોષણ ચાલુ જ રહ્યું છે.
આર્થિક સામ્રાજ્ય એ પ્રભુત્વ ભગવતી સત્તાને માટે આધિપત્યનું ઓછામાં ઓછી તકલીફ આપનારું સ્વરૂપ છે. એ ઘણું લેકની નજરે ચડતું નથી એટલે રાજકીય આધિપત્યના જેટલે રેષ તે પેદા કરતું નથી. પરંતુ પ્રજાને એને ડંખ લાગવા માંડે છે કે તરત જ તે તેની કાર્યપદ્ધતિ સમજવા માંડે છે અને તેમનામાં તેની સામે રોષ જાગે છે. લેટિન અમેરિકામાં હવે યુનાઈટેડ સ્ટેટ્સ માટે ઝાઝો પ્રેમ ઊભરાઈ જતું નથી અને ઉત્તર અમેરિકાના પ્રભુત્વનો સામનો કરવાને લૅટિન અમેરિકાની પ્રજાઓનું સંગઠન કરવાના ઘણા પ્રયાસ થયા છે. પરંતુ આપ આપસમાં ઝઘડવાની તથા વખતોવખત રાજમહેલની ક્રાંતિઓ કરવાની તેમની ટેવ ઉપર તેઓ કાબૂ ન મેળવે ત્યાં સુધી એ દિશામાં તેઓ ઝાઝું કરી શકે એમ લાગતું નથી.
ફિલિપાઈન ટાપુઓમાં યુનાઈટેડ સ્ટેટ્સનું દૃશ્ય અથવા છતું સામ્રાજ્ય વિસ્તરેલું છે. સ્પેન સાથે યુદ્ધ કર્યા પછી અમેરિકાએ એ ટાપુઓને કબજે કેવી રીતે મેળવ્યો એ વિષે મેં તને આગળના એક પત્રમાં કહ્યું છે. આટલાંટિક મહાસાગરમાં આવેલા ક્યુબા ટાપુની બાબતમાં ૧૮૯૮ની સાલમાં આ યુદ્ધ શરૂ થયું હતું. ક્યૂબા સ્વતંત્ર થયું પરંતુ તેની સ્વતંત્રતા નામની જ હતી. કયૂબા તથા હીટી એ બંને ઉપર અમેરિકાનું પ્રભુત્વ છે.
આશરે બારેક વરસ ઉપર પનામાની નહેર ખુલ્લી મૂકવામાં આવી. આ નહેર મધ્ય અમેરિકાની સાંકડી પટીમાં આવેલી છે અને તે આલાંટિક તથા પ્રશાંત મહાસાગરને જોડે છે. સૂએઝની નહેર બનાવનાર ફર્ડિનાન્ડ દ લેસેસે પચાસ વરસ કરતાં પણ પહેલાં આ નહેરની લેજના કરી હતી. પરંતુ એ મુશ્કેલીમાં આવી પડ્યો અને અમેરિકન લેકેએ જ તે તૈયાર કરી. મલેરિયા અને પીળા તાવથી તેમને ભારે મુશ્કેલી પડી પરંતુ એ રેગોને નિર્મૂળ કરવાને તેમણે પ્રયાસ કર્યો અને તેમાં તેમને સફળતા મળી. તેમણે મેલેરિયાનાં મચ્છરોને તથા એ રેગેને ફેલાવનારાં જંતુઓને પેદા કરનારી જગ્યા સાફ કરીને જતુ