Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩૭. અમેરિકામાં આંતરવિગ્રહ
૨૭ ફેબ્રુઆરી, ૧૯૭૩
જૂની દુનિયા તથા તેની અથડામણ અને ઝધડાઓ, તેના પ્રપ ંચો અને કાવાદાવા, તેના રાજાએ તથા ક્રાંતિ તથા તેના દ્વેષ અને રાષ્ટ્રવાદે એ આપણા ધણા વખત લીધે. હવે આપણે આટ્લાંટિક મહાસાગર ઓળંગીને અમેરિકાની નવી દુનિયાની મુલાકાતે જઈએ અને યુરેાપની જકડમાંથી છૂટા પડ્યા પછી તેની શી સ્થિતિ થઈ તે જોઈએ. ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ આપણું લક્ષ વધારે ખેંચે છે. બહુ જ અલ્પ આર્ભમાંથી વધી વધીને આજે તેણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવા સુધીની સ્થિતિ પ્રાપ્ત કરી હોય એમ જણાય છે. આજે દુનિયામાં ઇંગ્લેંડનું મેાખરાનું સ્થાન રઘુ નથી. તે આજે દુનિયાનું શરાક્ રઘુ નથી પણ યુરોપના અન્ય દેશોની પેઠે એક દેવાદાર દેશ છે. અને ઉદારતાભર્યાં વર્તાવ માટે યુનાઇટેડ સ્ટેટ્સ પાસે યાચના કરે છે. હવે દુનિયાના શરાની ગાદી યુનાઇટેડ સ્ટેટ્સને મળી છે. ત્યાં આગળ ધનદોલતના ધેાધ વહી રહ્યો છે અને તે અઢળક સંપત્તિ ધરાવનારા કાવ્યાધિપતિએ પેદા કરી રહ્યુ છે. પરંતુ પ્રાચીન સમયના રાજા મીડાસની પેઠે તેના સ્પર્શ માત્રથી પ્રાપ્ત થતા સુવણૅ થી તેને ઝાઝો આનંદ લાધ્યુંા નથી. અને ત્યાં આગળ અનેક કાટયાધિપતિ હોવા છતાં તેની આમ જનતા આજે ભારે તંગી વેડી રહી છે અને ગરીબાઈમાં સબડે છે.
૧૭૭૫ની સાલમાં ઈંગ્લંડથી છૂટાં પડી ગયેલાં તેનાં સમુદ્ર કિનારા ઉપરનાં રાજ્યાની વસતી ૪૦ લાખ કરતાંયે ઓછી હતી. આજે એક ન્યૂ યોર્ક શહેરની જ વસતી એના કરતાં લગભગ એવડી છે. અને આખા યુનાઈટેડ સ્ટેટ્સની વસતી સાડાબાર કરાડની છે. સંયુક્ત રાજ્યાનાં રાજ્યાની સંખ્યા પણ વધી ગઈ છે અને તે ખંડના એક છેડાથી બીજા છેડા સુધી – આટ્લાંટિક મહાસાગરના કિનારાથી પ્રશાન્ત મહાસાગરના કિનારા સુધી પથરાયેલાં છે. ૧૯મી સદીમાં આ મહાન દેશની માત્ર વસતી અને વિસ્તારમાં જ વધારે થયા એમ નહિ પણ તેના વેપારરાજગારમાં, તેની સંપત્તિમાં, તેના આધુનિક ઉદ્યોગામાં તથા તેની લાગવગમાં પણ વૃદ્ધિ થવા પામી છે. આ સયુક્ત રાજ્યોને અનેક મુશ્કેલીઓ અને મુસીબતમાંથી પાર ઊતરવું પડયુ, યુરોપ સાથે તેમને અથડામણા થઈ અને વિગ્રહા પણ થયા. પરંતુ તેમની આકરામાં આકરી સેટી તેા ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે જાગેલા વિનાશક આંતરવિગ્રહમાં થઈ.