Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
અમેરિકામાં આંતરવિગ્રહ
૯૧૭
દક્ષિણના લકાને તે તેમનાં વિશાળ ખેતરમાં કામ કરવા માટે ગુલામેાની જરૂર હતી. યુનાઈટેડ સ્ટેટ્સનાં કેટલાંક રાજ્યાએ ગુલામીની પ્રથા રદ કરી અને કેટલાંક રાજ્યાએ તે રહેવા દીધી. હુવે હબસી `ગુલામ, ગુલામીવાળા રાજ્યમાંથી ગુલામી વગરના રાજ્યમાં ભાગી જઈ શકે એમ હતું. અને આ બાબતમાં એ રાજ્ગ્યા વચ્ચે ઝઘડા થતા.
ઉત્તર અને દક્ષિણના લકાનાં આર્થિક હિત ભિન્ન હતાં. અને છેક ૧૮૩૦ની સાલથી દાણુ તથા જકાતની બાબતમાં તેમની વચ્ચે ધણુ શરૂ થયું હતું. સંયુક્ત રાજ્યોમાંથી છૂટા પડી જવાની ધમકી કેટલાક લેાકેા આપવા લાગ્યા. બધાં રાજ્યો પોતપોતાના હક્કોની બાબતમાં બહુ જ અધીરાં હતાં અને મધ્યસ્થ સરકાર તેમના આંતરિક વ્યવહારમાં ઝાઝી દખલ કરે એ તેમને પસંદ નહતું. દેશમાં એ પક્ષા ઊભા થયા. એક પક્ષ દરેક રાજ્યની અબાધિત સત્તાની હિમાયત કરતા હતા અને બીજો પક્ષ બળવાન મધ્યસ્થ સરકારની તરફેણ કરતા હતા. આ બધા હિવિરાધાએ ઉત્તર તથા દક્ષિણના લકાને એકબીજાથી જુદા પાડયા અને જ્યારે જ્યારે કાઈ નવા રાજ્યને સંયુક્ત રાજ્યમાં દાખલ કરવાને પ્રસંગ આવતા ત્યારે આ બેમાંથી કયા પક્ષને ટકા આપવા એ પ્રશ્ન લેકા સમક્ષ ખડા થતા. વધુમતી કઈ તરફ હશે એ પ્રશ્ન ઊઠતા. ત્યાં આગળ વસવાટ કરવાને યુરોપથી આવતા લોકોને કારણે ઉત્તરની વસતી ઝડપથી વધતી જતી હતી. આથી તે દક્ષિણના લકા વળી વધારે ગભરાવા લાગ્યા. પોતાના વધારે સંખ્યાબળને કારણે ઉત્તરના લેાકેા દરેક પ્રશ્નમાં તેમને ઉથલાવી તો ન પાડે, એવા ડર દક્ષિણના લેકે સેવવા લાગ્યા. આમ ઉત્તર અને દક્ષિણ વચ્ચેની તંગદિલી ઉત્તરાત્તર વધતી જ ગઈ.
દરમ્યાન ગુલામીની પ્રથા આખા યુનાઇટેડ સ્ટેટ્સમાંથી સંપૂર્ણ પણે રદ કરવાની ચળવળ ઉત્તરમાં શરૂ થઈ. જેએ એ ચળવળની તરફેણમાં હતા તે ઍઍલિશનિસ્ટ ' એટલે કે, ગુલામી સંપૂર્ણપણે રદ કરવાના પક્ષકારો તરીકે ઓળખાતા હતા. વિલિયમ લોઈડ ગૅરીસન તેમના મુખ્ય નેતા હતા. આ ગુલામી વિરોધી ચળવળના પ્રચાર કરવાને ૧૮૩૧ની સાલમાં તેણે ‘લિબરેટર ’ નામનું છાપું કાઢ્યું. એના પહેલા જ અંકમાં તેણે સ્પષ્ટ કર્યું કે ગુલામીના મુદ્દા ઉપર તે કશી બાંધછોડ કરવા ચહાતા નથી અને એ બાબતમાં તે જરા પણ નરમ વલણ રાખવા માગતા નથી. એ અંકમાંનાં તેનાં કેટલાંક વાક્યો મશહૂર થઈ ગયાં છે અને તેને ઉતારા હું અહી આપીશ.
"
“હું સત્ય જેટલા કડાર અને ન્યાય જેટલા અડગ થઈશ. એ વિષયમાં હું મર્યાદા સાચવીને વિચારવા, ખેલવા કે લખવા માગતા નથી. ના! ના! જેનું ધર ભડકે ખળી રહ્યું હાચ તેને મર્યાદામાં રહીને સાદ પાડવાનું ભલે કહે; ખળાત્કાર ગુજારનારના પંજામાંથી પેાતાની પત્નીને મર્યાદામાં રહીને છેડાવવાનું કોઈ શખ્સને
ज-१६