Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન હતો એટલે કે પરદેશથી પિતાને ત્યાં આવતા માલ ઉપર ભારે જકાત નાખીને તેઓ પિતાના ઊગતા ઉદ્યોગોને રક્ષણ આપતા હતા ત્યારે ઇગ્લડે અબાધિત વેપારની નીતિ અખત્યાર કરી તેનું કારણ આ છે. યુનાઈટેડ સ્ટેટ્સ, ફ્રાંસ, જર્મની વગેરે બધા દેશોએ સંરક્ષણની નીતિ અખત્યાર કરી હતી.
ખેતીની અવગણના કરવાની અને ઉદ્યોગ ઉપર સઘળું લક્ષ કેન્દ્રિત કરવાની તથા ખોરાકીની વસ્તુઓ દેશાવરમાંથી મેળવવાની અને પરદેશમાંથી આવતી ખંડણી ઉપર આરામથી જીવવાની ૧૯મી સદીના અંગ્રેજોની નીતિ ફાયદાકારક અને મજાની લાગતી હતી. પરંતુ આજે આપણને સ્પષ્ટપણે દેખાય છે તેમ એનાં જોખમો પણ હતાં. એ નીતિ ઉદ્યોગમાં ઈંગ્લેંડની સરસાઈ તથા પરદેશ સાથેના તેના જબરદસ્ત વેપારના પાયા ઉપર રચાયેલી હતી. પરંતુ એ સરસાઈને અંત આવે અને તેની સાથે જ પરદેશે સાથે તેને વેપાર પણ ભાગી પડે તે તેની શી દશા થાય? એ સ્થિતિમાં પિતાની ખેરાકીની વસ્તુ માટેની કિંમત એ કેવી રીતે ચૂકવે? અને ખેરાકીની વસ્તુઓ માટેની કિંમત એ ચૂકવી શકે તેયે જે કઈ બળવાન શત્રુ વચ્ચે પડે તે પરદેશમાંથી તે એ મેળવી કેવી રીતે શકે? ગયા મહાયુદ્ધ વખતે બહારથી આવતે ખોરાક લગભગ બંધ થઈ ગયા હતા ત્યારે ઇંગ્લંડના લેકે ભૂખે મરવા લાગ્યા હતા. પરદેશની હરીફાઈને કારણે વિદેશો સાથેનેં એને વેપાર ઉત્તરોત્તર ઘટવા લાગે એ એનાથીયે વળી મેટું જોખમ છે. ૧૯મી સદીના નવમા દશકામાં યુનાઈટેડ સ્ટેટ્સ અને જર્મની પરદેશનાં બજાર શોધવા લાગ્યાં ત્યારે આ હરીફાઈ સ્પષ્ટપણે દેખાવા લાગી. ધીમે ધીમે બીજા દેશે પણ ઔદ્યોગિક બન્યા અને તેઓ પણ બજારની આ શોધમાં ભળ્યા. અને હવે તે લગભગ આખી દુનિયામાં અમુક અંશે ઉદ્યોગે ઊભા થયા છે, દરેક દેશ પિતાને જરૂરી મેટા ભાગને માલ ઉત્પન્ન ' કરવાનો અને પરદેશી માલને દેશમાં આવતે અટકાવવાનો પ્રયાસ કરે છે. હિંદુસ્તાન પરદેશી કાપડ અહીં આવતું અટકાવવા માગે છે. તે પછી લેંકેશાયરે અને પરદેશ સાથેના વેપાર ઉપર આધાર રાખતા બ્રિટિશ ઉદ્યોગોએ શું કરવું?
ઇંગ્લંડને માટે આ કપરા પ્રશ્નો છે અને તેનો નિવેડે લાવવાનું કામ મુશ્કેલ છે તથા તેને માટે હવે કપરા દિવસે આવવાના હોય એમ લાગે છે, પોતાના કવચમાં નિવૃત્ત થઈને તથા પિતાને ખોરાક તેમ જ જીવનને ઉપયોગી બીજી વસ્તુઓ ઉત્પન્ન કરીને તે પિતાનું સ્વયંપૂર્ણ જીવન પણ હવે જીવી શકે એમ નથી. આધુનિક જગતની રચના હવે એવી જટિલ બની ગઈ છે કે એમ કરવું પણ શક્ય નથી. અને ધારો કે તે એ રીતે દુનિયાથી અળગું થઈ જાય તેયે તે પિતાની વધારે પડતી વસતીને પૂરે પડે એટલે ખોરાક ઉત્પન્ન કરી શકે કે કેમ એ પણ શંકાસ્પદ છે. પણ આ બધા તે આજના પ્રશ્નો છે;