Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૦૭
દુનિયાનું શરાફ બ્લડ હિંદુસ્તાનમાં વારંવાર સાંભળવા મળે છે. અને એ કારણે હિંદને ઈગ્લેંડનું બહુ મોટી રકમનું દેવું છે એમ જણાવવામાં આવે છે. અનેક કારણોને લઈને હિંદીઓ એને વિરોધ કરે છે પરંતુ આપણે અહીં એ બાબતમાં ઊતરવાની જરૂર નથી. પરંતુ આ બાબતમાં એટલું લક્ષમાં રાખવું જરૂરી છે કે, આ અઢળક રેકાણમાં ઈંગ્લેંડથી આવેલી મૂડીનું પ્રમાણ બહુ જૂજ છે. હિંદમાંથી મેળવેલે નફે ફરી ફરીને રોકવાથી એ મેટી રકમ થવા પામી છે. હું તને આગળ કહી ગયો છું કે પ્લાસી અને કલાઈવના જમાનામાં સોનું અને ઝવેરાતને મોટો જથ્થ છડેચેક હિંદમાંથી ઈંગ્લંડ લઈ જવામાં આવ્યો હતો. એ પછી હિંદના શેષણે જુદું અને કંઈક પ્રચ્છન્ન સ્વરૂપ ધારણ કર્યું અને એમાંથી થયેલા નફાને અમુક હિસ્સો પણ આ દેશમાં રોકવામાં આવ્યા.
ઇંગ્લંડને માલુમ પડ્યું કે, મૂડીના વ્યાજ તરીકે માલને સ્વીકાર કરવો એ શરાફીને જગવ્યાપી ધંધે ચલાવવાનું એક માત્ર માર્ગ હતું. આગળ મેં તને જણુવ્યું હતું તેમ તેના માટે તે આગ્રહ રાખી શકે એમ નહોતું. આનાં બે મહત્ત્વનાં પરિણામ આવ્યાં. પિતાની વસતીને ખોરાક પૂરો પાડવા માટે તેણે બહારના દેશમાંથી અનાજ વગેરે ખાદ્ય પદાર્થો આવવા દીધા. અને પિતાની ખેતીને હાનિ પહોંચવા દીધી. પરદેશમાં વેચાવા માટેનો માલ ઔદ્યોગિક રીતે તૈયાર કરવામાં તેણે પિતાનું સઘળું લક્ષ કેન્દ્રિત ર્યું અને પિતાના ખેડૂતની દુર્દશાની અવગણના કરી. જે તે પરદેશમાંથી ઓછા ભાવે ખાદ્ય પદાર્થો મેળવી શકે એમ હતું તે પછી પોતાના દેશમાં જ તે ઉત્પન્ન કરવાની કડાકૂટમાં શાને પડવું ? અને ઉદ્યોગ દ્વારા જે તે વધારે નફે કરી શકે એમ હોય તે પછી ખેતીની જંજાળમાં તેણે પિતે શાને પડવું ? આ રીતે ઈગ્લડ પોતાના ખાદ્યપદાર્થો માટે પરદેશો ઉપર આધાર રાખનાર ઔદ્યોગિક દેશ બની ગયે.
આનું બીજું પરિણામ એ આવ્યું કે, તેણે અબાધિત વેપારની નીતિ અખત્યાર કરી. એટલે કે પરદેશથી પિતાના બંદરમાં આવતા માલ ઉપર જકાત નાખવાનું તેણે બંધ કર્યું અથવા તે તેના ઉપર તે નહિ જેવી જ જકાત નાખતું. પિતે આગળ પડતું ઔદ્યોગિક રાષ્ટ્ર હોવાથી પાકા માલની બાબતમાં તેને ઘણું લાંબા સમય સુધી કશીયે હરીફાઈને ડર નહોતે. પરદેશી. માલ ઉપર જકાત નાખવી એ આ રીતે પિતાને ત્યાં આવતા ખાદ્ય પદાર્થો અને કાચા માલ ઉપર જકાત નાખવા સમાન હતું. એથી તે પ્રજાની ખોરાકીની વસ્તુઓની તથા પિતાના પાકા માલની કિંમત વધવા પામે. આ ઉપરાંત, ભારે જકાત નાખીને પરદેશી માલ પોતાને ત્યાં આવતો તે અટકાવે તે પછી દેવાદાર દેશે ઈગ્લેંડને પિતાની ખંડણી કેવી રીતે ભરે ? તેઓ તે માલ આપીને જ એમ કરી શકે. જ્યારે બીજા દેશેએ સંરક્ષણની નીતિને આશરે લીધે