Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દુનિયાનું શરાફ ઇંગ્લડ
૯૦૫. અખૂટ હતી એ ખરું પરંતુ ત્યાં આગળ બહુ ત્વરાથી ઉદ્યોગીકરણ થઈ રહ્યું હતું એટલે રેલવે વગેરે તેના મોટા મોટા ઉદ્યોગોમાં પણ ઇંગ્લંડનો પુષ્કળ પસે રોકવામાં આવ્યું. દક્ષિણ અમેરિકા અને ખાસ કરીને આજેન્ટાઈનમાં અંગ્રેજ માલકીના વિશાળ બગીચાઓ હતા. કેનેડા અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ પણ ઈંગ્લંડની મૂડીથી જ ઊભા થયા. ચીનમાં વેપારની છૂટછાટો મેળવવા માટે લડાઈ થઈ હતી તે વિષે હું આગળ તને કંઈક કહી ગયો છું. હિંદ ઉપર તે અંગ્રેજોનું પ્રભુત્વ હતું જ. અહીં તેમણે રેલવે તથા બીજાં કામ માટે પિતાની મનમાની અને અતિશય આકરી શરતેથી નાણાં ધીર્યા.
આમ ઇગ્લેંડ આખી દુનિયાનું શરાફ બન્યું અને લંડન આખી દુનિયાનું શરાફી બજાર બની ગયું. પરંતુ એનો અર્થ તું એ ન માની બેસીશ કે બીજા દેશને નાણાં ધીરવા માટે ઇંગ્લડે સોનારૂપાના થેલા યા તે રોકડ નાણાં ત્યાં મેકલ્યાં હતાં. આધુનિક વેપાર એ રીતે નથી ચાલતું. એ રીતે વ્યવહાર ચલાવવાને માટે પૂરતા પ્રમાણમાં સેનું ચાંદી લાવવાં ક્યાંથી ? મૂરખ માણસો જ સોના ચાંદીને વધારે પડતું મહત્ત્વ આપે છે. એ તે કેવળ વિનિમય તેમ જ માલની ફેરવણી માટેનાં સાધને જ છે. એ ખાવાના, ઓઢવા પહેરવાના કે બીજા એવા કશા કામમાં આવતાં નથી. હા, ઘરેણાં તરીકે પહેરવાના કામમાં તે આવે છે ખરાં પરંતુ તેથી કોઈને કશે અર્થ સરતો નથી. જેને ઉપયોગ કરી શકાય એવી વસ્તુઓ કે સરસામાનની માલિકી હોવી એ ખરું ધન છે. એટલે ઈંગ્લેંડ અથવા તે અંગ્રેજ મૂડીદારોએ બીજા દેશને નાણાં ધીર્યા એને અર્થ એ કે તેઓ વિદેશના ઉદ્યોગ તથા રેલવે વગેરે કામોમાં અમુક રકમ રોકતા હતા અને તેને માટે નગદ નાણુને બદલે ઇંગ્લંડને માલ એકલતા હતા. આ રીતે ઈગ્લેંડથી યંગે તેમ જ રેલવેને સરસામાન પરદેશમાં મેકલવામાં આવતું. આથી ઈગ્લેંડના ઉદ્યોગોને મદદ મળતી હતી અને સાથે સાથે ત્યાંના મૂડીદારોને પિતાની વધારાની મૂડી સારી પેઠે નફે લઈને રોકવાની તક મળતી.
પૈસાની ધીરધાર એ બહુ નફાકારક ધંધે છે અને ઈંગ્લડે એ ધંધે જેમ જેમ બહોળા પ્રમાણમાં કરવા માંડ્યો તેમ તેમ તે તવંગર થતું ગયું. એને પરિણામે ત્યાં આગળ પિતાના ધંધા અને રોકાણમાંથી થતી આવક ઉપર જીવનારો બેઠાડુ વર્ગ પેદા થયા. તેમને કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે કશી મહેનત મજૂરી કરવાની નહોતી. તેઓ કઈ રેલવે, ચાના બગીચે યા તે બીજા કેઈ ઉદ્યોગમાં પિતાના શેર ધરાવતા હતા અને તેમાંથી તેમને નિયમિત રીતે આવક થયા કરતી. ફ્રેન્ચ રીવેરા, ઇટાલી અને સ્વિટ્ઝર્લેન્ડ તથા એવી બીજી સારી સારી જગ્યાઓએ આ બેઠાડુ વર્ગની અંગ્રેજ વસાહત થઈ ગઈ. પરંતુ તેમનામાંના મોટા ભાગના લેકે તે ઇંગ્લંડમાં જ રહ્યા.