Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇલંડને વિકટેરિયા યુગ
૯૦૩. વર્ણવવામાં આવી છે. પરંતુ આ બધી ઊણપ હોવા છતાં ઇંગ્લેંડ સમૃદ્ધ હેવાને કારણે આ અધકચરી અથવા ભ્રામક લેકશાહી ત્યાં ચાલુ રહી. આ સમૃદ્ધિએ પ્રચલિત સમાજવ્યવસ્થાને પડી ભાગતી અટકાવી રાખી અને પ્રજાને અમુક અંશે સંતુષ્ટ રાખી.
૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ડીઝરાયલી અને ગ્લૅડસ્ટન એ બે જણે ઇગ્લેંડના રાજકીય પક્ષના બે મહાન આગેવાન હતા. ડિઝરાયલી કોન્ઝરવેટીવ પક્ષને નેતા હતા અને એ રીતે તે અનેક વાર વડે પ્રધાન બન્યું હતું. પાછળથી તેને બૅકન્સફિલ્ડને અર્લ બનાવવામાં આવ્યું હતું. એણે મેળવેલી એ સિદ્ધિ બહુ ભારે કહેવાય કેમ કે તે એક સામાન્ય યહૂદી હતું અને અંગ્રેજોને યહૂદીઓ પ્રત્યે અણગમો હેય છે. પરંતુ કેવળ પિતાની કુશળતા અને ખંતથી તેની સામેના બધા પૂર્વગ્રહો ઉપર તેણે વિજય મેળવ્યો અને એ રીતે પોતાને માર્ગ કાઢીને તે આગલી હરેનમાં આવીને ઊભે. તે માટે સામ્રાજ્યવાદી હતા અને તેણે જ વિકટેરિયાને હિંદની સામ્રાજ્ઞી બનાવી. ગ્લૅડસ્ટન ઇંગ્લંડના એક પુરાણ શ્રીમંત કુટુંબમાંથી ઊતરી આવ્યું હતું. તે લિબરલ પક્ષને નેતા થયે અને એ રીતે તે પણ અનેક વાર વડા પ્રધાન બન્ય. સામ્રાજ્યવાદ અને પરદેશી નીતિની બાબતમાં તે તેની અને ડીઝરાયલીની વચ્ચે કોઈ પણ મૌલિક તફાવત નહતો. પણ ડઝરાયેલી પિતાતા સામ્રાજ્યવાદ ઉપર ઢાંકપિછોડે નહેતે કરતે. પરંતુ ગ્લૅડસ્ટન તે પક્કો અંગ્રેજ હોઈને રૂડારૂપાળા શબ્દો અને સદિચ્છાદર્શક સમજાવટથી પિતાના સામ્રાજ્યવાદને છાવરતે અને પોતે જે કંઈ પણ કરે છે તે ઈશ્વરની પ્રેરણા અનુસાર કરે છે એ દેખાવ કર. બાલ્કનમાં તુર્કીના અત્યાચાર સામે તેણે ભારે ઝુંબેશ ચલાવી અને કેવળ તેને વિરોધ કરવા ખાતર જ ડીકરાયેલીએ તુકને પક્ષ લીધે. ખરી વાત તો એ છે કે, એમાં તુક તેમ જ તેના તાબાની બાલ્કન દ્વિપકલ્પની બધી પ્રજાએ દોષપાત્ર હતી, કેમ કે ઉભય પક્ષ વારાફરતી એકબીજા ઉપર અત્યાચાર કરતે અને એકબીજાની કતલ કરતે હતે.
ગ્લૅડસ્ટને આયર્લેન્ડના સ્વરાજ્યની ચળવળને પણ ટકે આડે હતે. પરંતુ એમાં તે સફળ ન થયો. એ બાબતમાં ઇંગ્લંડમાં એટલે તીવ્ર વિરોધ હતું કે, એ મુદ્દા ઉપર ત્યાંના લિબરલ પક્ષમાં બે ભાગલા પડ્યા અને તેમને એક ભાગ કન્ઝરવેટીવ પક્ષ સાથે જોડાઈ ગયે. એ પક્ષ આજે “યુનિયનિસ્ટ' (યુનિયન એટલે જેડાણ) નામે ઓળખાય છે કેમ કે તે આયર્લેન્ડ સાથેનું ઈગ્લેંડનું જોડાણ કાયમ રાખવા માગતો હતો.
પરંતુ એ વિષે તથા વિકટોરિયા યુગના બીજા બનાવ વિષે હું તને આ પછીના પત્રમાં વધુ કહીશ.